SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પછીના ગાળા દરમિયાનનાં લગભગ સાડા ત્રણ વર્ષમાં, ‘શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ'નું વાચન મુખ્ય હતું પરંતુ તે વખતે પારિભાષિક શબ્દોને કારણે આ ગ્રંથનું હાર્દ પૂર્ણરૂપે પામ્યા નહોતા! ૧૯૭૪ની આસપાસ ‘જ્ઞાનાર્ણવ’, સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’, ‘રત્નકરંડશ્રાવકાચાર’, ‘આત્માનુશાસન ઇત્યાદિ જૈનદર્શનના અનેક ગ્રંથોનું અધ્યયન થયું. ડૉ. સોનેજીના જીવનનિર્માણમાં, જીવનઘડતરમાં અને જીવનપરિવર્તનમાં આ સગ્રંથોએ અપૂર્વ યોગદાન આપ્યું છે. આમ, સગ્રંથોનું વાચન જીવન માટેનું રામબાણ ઔષધ છે, પરમ રસાયણ છે, એમ અનુભવનારા શ્રી આત્માનંદજી આટલા વિશાળ વાચન પછી સમાજને ઉપયોગી એવું સાહિત્ય ન આપે તો નવાઈ લાગે. હરહંમેશ એમને લાગ્યા કર્યું છે કે મને જે ઉપલબ્ધ થયું છે તે બધાને પીરસું અને એવી રીતે પીરસું કે વાચક સાધનામાર્ગમાં એક પગથિયું આગળ વધે. આ વિચારમાં જ એમની ‘આધ્યાત્મિક સાહિત્યસાધના’નાં મૂળ રહેલાં છે. શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્રની પ્રથમ સંવત્સરીના દિને, શ્રી મહાવીર સ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકના પવિત્ર દિને શ્રી આત્માનંદજીનું પ્રથમ પુસ્તક ‘સાધના સોપાન” વૈશાખ સુદ-૧૦ સંવત ૧૯૩૨ (સને ૧૯૭૬)માં સંસ્થા દ્વારા પ્રકાશિત થયું. આ નાનકડા પુસ્તકનું લક્ષ્ય ‘સાધક” છે. આમાં તેમના ચિંતન અને દોહનનો નિચોડ છે. આ પુસ્તકમાં પ્રાથમિક સાધક માટે સાધનામાર્ગની સંક્ષિપ્ત સમજણ, તેનો ક્રમિક વિકાસ અને તે દરમ્યાન થતા વિવિધ અનુભવો આલેખ્યાં છે, જે સાધકને વિશેષ માર્ગદર્શન અને અભ્યાસ માટે ઉપયોગી છે. એમના અન્ય ગ્રંથો કરતાં આ પ્રથમ હોવા છતાં સાધકને સાધનાક્રમના માર્ગદર્શનમાં જેટલું ઉપયોગી છે, એટલું જ મૂલ્યવાન છે. જીવન જીવવાની સાચી રીત એ ધર્મ છે. ધર્મનો જીવનમાં પ્રયોગ કરવાનો છે, જે પ્રયોગ શ્રી Iના જીવનમાં કર્યો અને તેઓ જે રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. એનું પ્રતિબિંબ આ પુસ્તકમાં પડે છે. સત્સંગથી માંડીને આત્મસાક્ષાત્કાર સુધીનો ક્રમિક વિકાસ એ સાધકની સાધના છે. તેમાં સેવાસત્સંગ, સ્વાધ્યાય, ગુણજિજ્ઞાસા, પ્રભુભક્તિ, આત્મવિચાર એ પૂરક પગથિયાં છે. એ પગથિયાં સાધક કેવી રીતે અને કયા ક્રમથી ચડે તે દર્શાવ્યું છે. સેવા અને સત્સંગ ઉપાસનાના પાયા છે, તો શિખર છે આત્મસાક્ષાત્કાર. સાધકમાં ધીમે ધીમે નિયમિત અને ભાવપૂર્ણ સાધના થાય તેના ફળરૂપે દિવ્ય પ્રેમ અથવા પ્રભુપ્રેમનો સંચાર થતો જાય છે. તાત્ત્વિક દિવ્ય પ્રેમ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ સાંસારિક પદાર્થો પ્રત્યેનો મોહ ઘટતો જાય છે. હવે તેની રુચિ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રત્યે જ કેન્દ્રિત થાય છે અને તેના પારમાર્થિક દિવ્યજીવનનો પ્રારંભ થાય છે. - કોઈ પણ પ્રકારના બૌદ્ધિક આયામ વિના તદ્દન સરળ ભાષામાં, તત્ત્વજ્ઞાનની આંટીઘૂંટી વિના સહજ ગ્રાહ્ય બની શકે એવી રીતે વિષયની રજૂઆત છે. સાધકના જીવનમાં કે વ્યવહારિક જીવનમાં બાધક નીવડતી બાબતો પ્રત્યે ખાસ ધ્યાન દોરતાં તેઓશ્રી આ પુસ્તકમાં સાધકને ખાસ ઉપયોગી એવા કેટલાક નીચેના મુદ્દાઓ પ્રત્યે લાલબત્તી ધરે છે : પોતાની માન્યતાને સાથે લઈ જીવે સત્સંગમાં જવું જોઈએ નહિ. ‘હું જાણું છું,’ એ અભિમાનને તિલાંજલિ આપી, ‘હું કંઈક મેળવવા માટે જાઉં છું' એવો નમ્ર ભાવ રાખવો, સત્સંગનું પણ અભિમાન ઉત્પન્ન ન થાય તે તરફ ખાસ જોવું, ‘સર્વ મુમુક્ષુઓ સરખા’ એવો ભાવ અંતરમાં રાખીને, સૌ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો. પોતાના દોષોને સ્વીકારી, પોતાની લઘુતાનો ખ્યાલ રાખે એ વધુ નમ્ર બને છે. આમ, સાધનાની પ્રથમ ભૂમિકા માનવતાની અને સદ્દગૃહસ્થની છે. એના માટે ગુણગ્રાહકતા અને વિશાળ દૃષ્ટિની જરૂર છે. એ જેની પાસે 85. For Private Speal Use Only www.ainbat
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy