________________
પ્રથમ વાચન વખતે જ ડૉક્ટરસાહેબ સાથે તેમણે અંતરનું ખેંચાણ અનુભવ્યું. આ વખતના અન્ય સાથીઓમાં મોડાસા હાઈસ્કૂલના રિટાયર્ડ હેડમાસ્તર સ્વ. આદરણીય શ્રી ચંપકભાઈ દોશી તથા કલોલ નિવાસી (હાલ અમદાવાદ નિવાસી) શ્રતાભ્યાસી વિદ્વાન, સુશ્રાવક શ્રી રાકરચંદભાઈ વખારિયા વગેરે હતા. મુંબઈથી આવેલા શ્રી કાંતિભાઈએ પ્રશ્ન કર્યો : What is your name ?
ડૉક્ટરનો ઉત્તર હતો : *I am Soul - હું આત્મા છું, પરંતુ શરીરને ડૉ. સોનેજી તરીકે લોકો ઓળખે છે.” રમણીકભાઈ જણાવે છે કે : “હું શોધતો હતો તે મને પૂ. સાહેબમાં મળ્યું. એમના સરળ જીવનની મારા પર અસર પડી. પછી તો અમારો કૌટુંબિક સંબંધ બંધાયો અને વૃદ્ધિ પામતો ગયો. કુટુંબના એક સભ્ય તરીકે તેમની ગણતરી થવા લાગી. ક્યાંય એવું ન લાગે કે એ મોટા ડૉક્ટર છે. સાથે ક્રિકેટ રમ્યા. પતંગ ઉડાડે તો ફિરકી સાહેબ પકડે !”
ડૉક્ટરસાહેબની સરળતા, એમનામાં રહેલી કરુણા અને અનુકંપા જોઈ ઉત્તરોત્તર મુમુક્ષુઓની સંખ્યા વધતી ગઈ. ડૉ. સાહેબની ગદ્યપદ્યમય અને સંગીતમય વન્દ્રશૈલીનો શ્રોતાજનો પર આગવો પ્રભાવ પડતો. તેમની સહજપણે પ્રવહતી વાણી તેમજ સાદગીપૂર્ણ વ્યક્તિત્વ પણ સૌને માટે આકર્ષણનાં કારણ બની રહેતાં. તેમની વાણીમાં પ્રેમ-મમતા-વાત્સલ્ય દેખાઈ આવતાં હતાં. આંખોમાં ભરપૂર આત્મીયતા હતી. વક્તવ્યમાં ક્યાંય વિદ્વત્તાનો ડોળ-દંભ ન હતા; સીધું જાણે કે આત્મામાંથી-હૃદયમાંથી નીતરતું હતું.
ક્યારેક ભાવપૂર્વક કહેતા : “આત્મારામ, હવે આપણે સાથે જમી લઈશું ?”
તેમના સંપર્કને કારણે રમણીકભાઈમાં એક મોટું પરિવર્તન આવી ગયું. તેઓ જણાવે છે કે “અમે તેમનામાં એક “સવાયા જૈન’નું દર્શન કર્યું. નાનીમોટી બધી બાબતોમાં યોગ્ય માર્ગદર્શન તેઓશ્રી આપતા રહ્યા હતા. તેમની સાથે નાનીમોટી ૧૫૧થી પણ વધારે યાત્રાઓ કરી. એમાં પહેલી મોટી યાત્રા ૪૨ દિવસની ૧૯૭૬માં કરી. મને લાગે છે કે ૧૯૭૬ની યાત્રા પછી સાહેબની સાધનામાં ઘણો વેગ આવ્યો. વાતો કરતાં કરતાં ખોવાઈ જતા હતા. આજે આટલાં વર્ષે (૮૧ વર્ષની ઉંમરે) પણ એમ થાય છે કે મૃત્યુ સમયે સાહેબ હાજર હોય, માથું એમના ખોળામાં હોય અને અરિહંત-સ્મરણ કરતાં કરતાં ચિરવિદાય લેવાય.’ આ ભાવનાને સાકાર કરવા અત્યારે પણ તેઓશ્રી તથા તેમનાં ધર્મપત્ની બહેનશ્રી મધુબહેન વર્ષનો મોટો ભાગ કોબામાં જ ગાળે છે અને પૂજા-ભક્તિમાં ખુરશી પર ટેકો દઈને બેસે છે. તેમના કુટુંબીજનો શ્રી મુકેશભાઈ વગેરે પણ સંસ્થાનો અને ‘સદ્દગુરુપ્રાસાદ'નો સારો લાભ લે છે. | શ્રી રમણીકભાઈ જ્યારે સાહેબ અંગેની વાતચીત કરતા હતા ત્યારે જાણે કે તેમનામાં સુદામાનો ભાવ હોય તેમ જણાતું હતું. એમની રગેરગમાંથી સાહેબ પ્રત્યેનો અપાર સ્નેહ વરતાતો હતો. ઉંમરમાં મોટા એટલે કડવીમીઠી વાતો કરે, તેમાંય તેની પાછળનો પ્રેમ જોવા મળે.
આ સમયના તેમના બીજા બે મુખ્ય સહયોગી મહાનુભાવો અને સાધકો.
શ્રી ચંદુલાલ છોટાલાલ મહેતાએ ખૂબ ભક્તિભાવથી, અને તન-મન-ધન સમર્પણ કરીને ૧૯૭૫માં સંસ્થાની સ્થાપનાથી માંડીને જીવ્યા ત્યાં સુધી સંસ્થાનું પ્રમુખપદ (ઈ.સ.૧૯૯૧ સુધી) સંભાળ્યું. તેમનાં ધર્મપત્ની સ્વ. તારાબહેન અને સુપુત્ર નિકુંજભાઈ પણ આ સંસ્થા સાથે અંતરંગ સ્નેહથી જોડાયાં. તેઓ લગભગ ૧૯૩૪માં બી.કોમ. થયા હતા. ઉદારતા, સૌ સાથે પ્રેમ, વહીવટી કુશળતા અને સંસ્થા તેમજ પૂજ્યશ્રી પ્રત્યે તેમની બેહદ નિષ્ઠા હતી. ઈ.સ. ૧૯૭૨ થી ૧૯૯૧ દરમ્યાન યોજાયેલ બધી શિબિરો અને ધર્મયાત્રાઓમાં તેઓ જોડાયા હતા અને સુયોગ્ય સહયોગ આપ્યો હતો.
પૂજ્યશ્રીએ ૧૯૮૨ પછી કોબામાં રહેવાનું ચાલુ કર્યું, ત્યારથી તેમની સાથે તેઓ પણ કોબામાં જ રહેતા
62