________________
કરતાં કહે છે કે સુધારવા માટે ટોકે એ મને યાદ રહી જતું. એક બાજુ એમની વિશિષ્ટ વિદ્વત્તાનો લાભ મળતો રહે અને બીજી બાજુ એમનું જીવંત સાન્નિધ્ય મળે. વચ્ચેની રહીસહી આડશ-દીવાલો પણ હટતી ગઈ અને અપનત્વ દેખાવા માંડ્યું.
ડૉક્ટર ખૂબ જ નિખાલસ હતા, બાળક જેવા. મનની વાતો પણ કરી નાખે. એક વખત કોઈક પ્રશ્નના ઉત્તરમાં કહેલું, “મારી રાખ કાને ધરજો, તેમાંથી તમને ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’ એવો અવાજ સાંભળવા મળશે.” આ ઉત્તરમાં કદાચ કોઈ અતિશયોક્તિ જુએ, પરંતુ એ ભૂલવું ન જોઈએ કે ડૉક્ટરની સાધનાની ગતિ આ વખતે તીવ્ર હતી. જે ભાવ અનુભવતા હતા તે સહજ જ હોઠ પર આવી જતા. એક સાચા સાધકનો, સપુરુષનો સથવારો એ એમનું અહોભાગ્ય છે એમ ભોગીભાઈ માનતા. ત્યાર પછીનાં વર્ષોમાં ભોગીભાઈ એક મુમુક્ષુ તરીકે આગળ આવ્યા. એમ કહો કે એ એકલા જ નહિ, સમગ્ર પરિવાર આ સાધનામાર્ગમાં જોડાયો. તેમના બધા જ ભાઈઓ તથા કુટુંબીજનો તન-મન-ધનથી સેવા આપવા લાગ્યાં; જે આજ પર્યત તેમની ત્રીજી પેઢી સુધી પણ જોવા મળે છે. તેમના નાના ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ તો કાયમ કોબા જ રહે છે તથા વચલા ભાઈશ્રી સુબોધભાઈ પણ લગભગ રોજ ૭-૩૦ થી ૧-૦૦ વાગ્યા સુધી કોબામાં જ હોય છે. આજના જમાનામાં સંયુક્ત કુટુંબની ભાવના
જ્યાં તૂટતી જાય છે ત્યાં ભોગીભાઈના કુટુંબની ભાવના આદર્શ ભાવના કહી શકાય એવી હતી. તેઓ કહેતા કે ‘ત્રણે ભાઈઓના પરિવાર માટેની બધી ખરીદી હું જ કરું’.* આ ભાવનાનો સીધો લાભ શ્રીમદ્ રાજચંદ્ર સાધના કેન્દ્ર, કોબાને મળ્યો. આ પરિવારને એક અને દેઢ રાખવામાં ડૉક્ટર સોનેજીનો સીધો ફાળો હતો. તડકી-છાંયડીમાં એ આશ્વાસનરૂપ હતા. શ્રી ભોગીભાઈ એક ઉત્તમ વ્યવસ્થાપક અને આયોજક હતા. ડૉક્ટરસાહેબને એમના ઉપર અપાર શ્રદ્ધા હતી. એમની ઉપર બધું છોડી દેતા. ધર્મયાત્રા હોય કે શિબિર હોય, એમાં ભોગીભાઈનો પ્રત્યક્ષ ફાળો હોય નહિ એવું બને નહિ. એમના અરિહંત-શરણ પામ્યાના દોઢ મહિના અગાઉ તો તેઓ એકવીસ દિવસની ઉત્તર ભારતની ધર્મયાત્રામાં જોડાયા હતા. આવું એમનું મનોબળ હતું અને આવી શ્રી આત્માનંદજી પ્રત્યેની તેમની શ્રદ્ધા
હતી.
એમની ગંભીર માંદગી વખતે પૂ. આત્માનંદજી એમની તબિયતની ખબર કાઢવા ગયા ત્યારે કહેલું : “જાવ, તમારે તો સાજા થઈ ફરી કોબા આવવાનું છે.” આ શબ્દોએ તો એમનામાં દઢ મનોબળ પૂર્યું. કોબા આશ્રમમાં આવ્યાય ખરા અને તેમની સાથે યાત્રામાં પણ જોડાયા. કોઈને ખ્યાલ પણ ન આવે કે તેઓ અત્યંત ગંભીર માંદગીમાં થોડા સમય પહેલાં પટકાયા હશે.
એમની તા.ર૬-૧૨-૧૯૯૮ ના રોજ અમે મુલાકાત લઈ બહાર નીકળ્યા ત્યારે અમને ખ્યાલ નહોતો કે આ એમની સાથેની અમારી છેલ્લી મુલાકાત હશે. એ વખતે એટલા જ પ્રસન્ન હતા. આગ્રહ કરી ભાવપૂર્વક નાસ્તો કરાવ્યો. જમાડવાના ખૂબ જ શોખીન – ભૂખ્યા પેટે ભજન ન હોય એમ માનતા. એટલે કોઈ પણ શિબિર કે ધર્મયાત્રાના પ્રસંગ વખતે સારામાં સારું સાત્ત્વિક ભોજન સાધકોને મળવું જોઈએ એવું એ હંમેશાં વિચારતા. અમે
જ્યારે રખિયાલ પૂ. આત્માનંદજીના કાર્યક્રમ નિમિત્તે ગયેલા ત્યાં તા. ૧૩-૦૨-૧૯૯૯ના રોજ તેમના દેહાવસાનના સમાચાર મળ્યા. | ત્રીજા મહાનુભાવ શ્રી રમણીકભાઈ શેઠનો અને ડૉક્ટર સોનેજીનો પરસ્પર પરિચય સને ૧૯૭૩માં થયો હતો. સ્વાધ્યાય માટે પંચભાઈની પોળમાં નિયમિત ડૉક્ટર સાથે જતા હતા. શ્રીમદ્ રાજચંદ્રના પત્રાંક પ૬૯ના
* ‘શ્રેષ્ઠ સાસુ-વહુના જે ઍવૉર્ડ ગુજરાત સરકાર તરફથી અપાયા હતા તે, આ કુટુંબને પણ મળ્યો હતો તે નોંધપાત્ર છે.
in Education international
www.ainelibrary.org
For Private & Personal use only