SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ નિકટવર્તી જિજ્ઞાસ સાતમા દાયકાના પ્રારંભની સાધનાના ગાળાના સમયે મુખ્યપણે ત્રણ મહાનુભાવો ડૉ. સાહેબના સાથીસહપ્રેરક-પરસ્પર ઉપયોગી બની, તેમની ગતિ પામતી આધ્યાત્મિક ઊંચાઈના સક્રિય સાક્ષી બની રહ્યા. એ ત્રણ મહાનુભાવો એટલે (૧) શ્રી હેમેન્દ્રભાઈ શાહ, (૨) સ્વ.શ્રી ભોગીભાઈ શિવલાલ શાહ (સાયકલવાળા), (૩) શ્રી રમણીકભાઈ શેઠ. ડૉ. સોનેજી એમનો અભ્યાસ પૂર્ણ કરી લંડનથી આવી ગયા હતા. નોકરી પણ ચાલુ હતી. અગાઉ જણાવ્યું છે તેમ તળિયાની પોળ, પંચભાઈની પોળ વગેરે જગ્યાએ વાચન, સ્વાધ્યાય વગેરે માટે નિયમિત જવાનું થતું. ત્યાં હેમેન્દ્રભાઈનો પરિચય થયો. ડૉ. સોનેજીને શ્રીમદ્ રાજચંદ્રના તત્ત્વજ્ઞાન તરફ સક્રિય રીતે વાળવામાં તેઓ ખૂબ ઉપયોગી બની રહ્યા. ડૉક્ટરની સાથે તેઓ પણ લા. દ. સંસ્કૃતિ વિદ્યામંદિર (એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ)માં ધાર્મિક પુસ્તકોના વાચનમાં અવારનવાર સહયોગી બનતા. હેમેન્દ્રભાઈનું સૂચન હતું કે “કૃપાળુદેવનું પુસ્તક વાંચીએ તો કેમ?” ડૉક્ટર સોનેજીના મનને-હૃદયને ગમતી આ વાત હતી એટલે તેમણે તરત જ સ્વીકારી લીધી. આ રીતે શ્રીમદ્ રાજચંદ્રનું વાચન-મનન અને અભ્યાસ તીવ્ર ગતિથી શરૂ થયાં. આજે પણ ૮૯ વર્ષની જૈફ વયે તેઓ અવારનવાર કોબા આવે છે અને સાથે સાથે તેમના સુપુત્ર શ્રી પ્રકાશભાઈ આદિ કુટુંબીજનોને પણ લાવે છે. ગાંધીજી, વિનોબા ભાવે અને રાજચંદ્રના રંગે રંગાયેલા શ્રી હેમેન્દ્રભાઈ એક વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. આ ઉપર્યુક્ત કાર્યકલાપમાં હવે શ્રી ભોગીભાઈ શિવલાલ શાહ પણ સામેલ થાય છે. શ્રી ભોગીભાઈ સામાજિક રીતે કંઈક ‘ભિન્ન' હતા. કુટુંબમાં આઘાત આપે એવા એક બનાવથી દુ:ખી હતા. માનસિક શાંતિ નહોતી. સત્યરુષની શોધ માટે અનેક જગ્યાઓએ શોધ કરી, પરંતુ એમને કોઈ જગ્યાએ સંતોષ થયો નહીં. લગભગ ૧૯૭૨ની સાલ હશે. અવારનવાર પંચભાઈની પોળમાં પણ જવાનું થતું હતું. ત્યાં ડૉ. સોનેજી સ્વાધ્યાય માટે આવતા હતા. આટલા ભણેલા-ગણેલા દાક્તર આધ્યાત્મિક વાચન કરે! અચાનક જ ‘આત્મજ્ઞાની તમારી પાસે જ બેઠા છે, બહાર કાં ફાંફાં મારે છે ?” એમ અંતરમાંથી અવાજ આવ્યો. સથવારો મળી ગયો. આત્મીયતા વધી ગઈ. સાન્નિધ્ય મળવા લાગ્યું. ગુરુ ગણો કે સખા ગણો બધું જ ડૉક્ટરસાહેબમાં જોવા મળ્યું. એટલે સુધી કે નરસિંહ મહેતા જેવું ધાર્મિક વૃત્તિને પોષે એવું ચલચિત્ર (સિનેમા) પણ સાથે જોયું. વસંતબહેન-પ્રાણલાલભાઈ મદ્રાસવાળા પણ સાથે હોય. એમની સાથેની પ્રત્યેક પળનો ઉપયોગ થતો રહ્યો. વાતચીતમાં એક વખત સહજ ડૉક્ટરસાહેબની દાઢી વધારવા માટેની વાત નીકળી. ડૉક્ટરે એટલી જ સહજ રીતે વાતને વાળી લીધી : ‘ભાઈ, દાઢી તો એટલા માટે વધારી છે કે એટલો સમય વધારે સાધના થઈ શકેને?” આમ, ભોગીભાઈ સાયકલના વ્યવસાયની સાથે સાથે ડૉક્ટરમય બની ગયા હતા. ભોગીભાઈ ડૉક્ટરસાહેબને યાદ 80 . નિકટવર્તી જિજ્ઞાસુઓ નિકટવર્તી જિજ્ઞાસુઓ તિક્ટવર્તી જિજ્ઞાસુઓ તિક્ટવતી જિલ્લાસ)
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy