SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ G યા હોમીને સત્સંગ અને સ્વાધ્યાયની વૃદ્ધિ છેલ્લાં પાંચ વર્ષોમાં વિશેષપણે થવા પામી હતી. આ નિમિત્તે વારંવાર ડૉક્ટરને બહારગામ અને દૂર દૂરના પ્રદેશોની યાત્રાએ જવાનું થતું. આ ચાર-પાંચ વર્ષમાં ડૉક્ટર એક ઉચ્ચ કક્ષાના આધ્યાત્મિક સાધક હોવાની સાથે સાથે પ્રસિદ્ધ અને લોકપ્રિય સ્વાધ્યાયકાર તરીકે પણ જાણીતા થઈ રહ્યા હતા. એમાં પણ તેમની ભાવપૂર્ણ સંગીતમય ગદ્યપદ્યશૈલીથી ગંભીર એવા તત્ત્વજ્ઞાનના વિષયોમાં પણ વિશાળ મુમુક્ષુવર્ગનો અને થોડાક સામાન્ય લોકોનો પણ રસ જળવાઈ રહેતો હતો. એક સુશિક્ષિત જૈનેતર કુળમાં જન્મેલા યુવાન ડૉક્ટરનું શાસ્ત્રજ્ઞાન, તન્મયતા અને લગની સૌને માટે આદરપાત્ર બન્યા હતાં. ધીમે ધીમે તેમના તરફ ભાવ વધવા લાગ્યો હતો. એમના જીવનની નિઃસ્પૃહતા સહુને સ્પર્શી ગઈ. એમની વાણીની સચ્ચાઈ સહુને અસર કરી ગઈ. એમનો મધુર કંઠ, તીર્થકરો પ્રતિ અગાધ વંદનભર્યો આદર, જ્ઞાનીઓ પ્રત્યે સન્માન એમના સ્વાધ્યાયમાં પ્રગટ થતાં. શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃતો અથવા એમનાં કાવ્યો એમના કંઠથી વહે, ત્યારે તેઓ રાજચંદ્રમય બની જતા. સામાજિક તેમજ વ્યાવહારિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે ક્રમશઃ સંકોરવા માંડી હતી. તેઓના જીવનની નિર્ણાયક પળ આવી પહોંચી. ‘બાપુનગર-હૉસ્પિટલમાં વિઝિટિંગ ફિઝિશિયન તરીકે કામગીરી બજાવતાં તેમણે રાજીનામું આપવાનો પાકો નિર્ણય કર્યો. ૧૯૭૫ના જૂન-જુલાઈમાં રાજીનામું આપી પણ દીધું. હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. ત્રિપાઠી તથા મેડિકલ ડાયરેક્ટર ડૉ. ટી. બી. પટેલે ડૉ. સોનેજીને બોલાવીને કહ્યું, ‘અમે તમારું રાજીનામું સ્વીકારતા નથી, કારણ કે દર્દીઓ તમને ચાહે છે. તેઓ પણ આ વાત સ્વીકારશે નહીં.' ડૉક્ટર સોનેજી ભલે હૉસ્પિટલમાં થોડો સમય સેવા આપવા જતા હોય, પણ તેમણે તેને પ્રોફેશન બનાવવાને બદલે એક માનવસેવાનું કાર્ય માન્યું હતું. તેઓ અત્યંત પ્રેમથી દર્દીઓ સાથે વ્યવહાર કરતા, તેને કારણે સુપ્રિન્ટેન્ડન્ટને ડર હતો કે દર્દીઓમાં પ્રિય એવા ડૉક્ટર જશે તો પ્રજાનું સાંભળવું પડશે. બીજી બાજુ ડૉક્ટર સોનેજીને પોતાની સાધનાના કારણે કદાચ યોગ્ય ફરજ બજાવવામાં સહેજ પણ ઉપેક્ષા કે બેદરકારી કે અસાવધપણું આવી જાય તે તેમને તેમના સ્વભાવ પ્રમાણે ગમતી વાત નહોતી. હૉસ્પિટલની સેવાનું કાર્ય માનવતાવાદી હોવા છતાં આગળની સાધનામાં કથંચિત્ બાધક બનતું હોવાથી રાજીનામાનો દૃઢ નિશ્ચય કર્યો. તેથી અંતે તેઓએ લાગતાવળગતા સહુની સંમતિ મેળવી. હૉસ્પિટલની જવાબદારીમાંથી મુક્ત થવાનું બન્યું એટલે કંઈક રાહતનો અનુભવ થયો. હવે કોઈ પણ પ્રકારના બંધન વિના સ્વાધ્યાય આદિ સાધનો વધારે નિશ્ચિતપણે થઈ શકશે, એવો તેમને અહેસાસ થઈ ગયો હતો. આ રાજીનામાથી કુટુંબને આર્થિક આવકનો મોટો ઘસારો વેઠવો પડ્યો, પરંતુ તેમણે વાસ્તવિક હકીકતની 66 થઇ છે યા હોમ કરીને યા હોમ કરીને 11 79 કરીને યા હોમ કરીને કેne |
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy