________________
સ્વીકૃતિ માટે પહેલેથી જ માનસિક તૈયારી કરી રાખી હતી. આ વાતની જાણ પૂ. સહજાનંદજી મહારાજને કરી ત્યારે તેઓએ કહ્યું,
“जल्दबाजी क्यों की ? अभी कुछ समय होस्पिटल में जाना चालु रख सकते थे ।” પરંતુ ધનુષ્યમાંથી બાણ છૂટી ગયું હતું.
સાધનાની સાથે સાથે સાહિત્યલેખન, શિબિરો, તીર્થયાત્રાઓ અને સંસ્થા શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્રના કાર્યને આગળ ધપાવવાનું જરૂરી હતું. એ માટે વિશેષ સમય આપવો અનિવાર્ય હતો. નિશ્ચિતતાની પણ સ્પષ્ટ આવશ્યકતા હતી. તેથી જ ડૉક્ટરે રાજીનામાનો વિચાર અમલમાં મૂકવાના નિશ્ચયને દઢપણે વળગી રહેવાનું યોગ્ય માન્યું. એટલે શ્રી સહજાનંદજી મહારાજના વિચારમાં, કોઈક ગર્ભિતતા હોવા છતાં પોતાના નિર્ણયમાં ફેરફાર કરવાનું શક્ય નહોતું. જોકે તેમના પ્રત્યેના પૂજયભાવમાં જરા પણ ન્યૂનતા આવી નહોતી. તેમનો પ્રથમ વિશિષ્ટ પરિચય ૧૯૭૪માં થયો. તેમના તરફથી અધ્યાત્મબોધ, શાસ્ત્રવાચનની કળા અને બ્રહ્મચર્ય-આરાધનાની વિશિષ્ટ પ્રેરણા મળી હતી. તેઓ ડૉ. સોનેજીના સદાય માર્ગદર્શક રહ્યા હતા. પરંતુ ઈ.સ. ૧૯૭૮માં હૃદયરોગના હુમલાથી તેઓશ્રીનું એકાએક દેહાવસાન થયું. આટલા અલ્પ સમયમાં ડૉ. સોનેજીએ એમના ઉદાત્ત વ્યક્તિત્વમાંથી અમૂલ્ય પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યા.
શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્ર
મોઢાના ચાંદાની બીમારીમાંથી મુક્ત થયા પછી, સાહેબજીની સાધના ખૂબ ત્વરિત ગતિથી આગળ વધી રહી હતી. એ નિમિત્તે થતી આત્મલક્ષી ધાર્મિક પ્રવૃત્તિઓમાં એમનું સમગ્ર જીવન ઓતપ્રોત બની ગયું હતું. મધ્યાહ્ન સૂર્ય જેમ પૂર્ણરૂપે પ્રકાશે, તે રીતે એમની સરસ્વતી-સાધના શાસ્ત્રજ્ઞાનના પ્રકાશ અને અભ્યાસથી આગળ વધી રહી હતી. શ્રીમદ્ રાજચંદ્ર અંગેની ઉપદેશનોંધોનું સૂક્ષ્મ અધ્યયન અને એના પરિપાકરૂપે સ્વ-નોંધ અને અન્ય લેખનકાર્ય તો ચાલુ જ હતાં. ૧૯૭૨માં પોતાની આત્મસાધનાને વેગ આપવાનો ભાવ જાગ્યો. અધ્યાત્મલક્ષી પ્રવૃત્તિઓ
પૂરજોશમાં ચાલુ હતી. પાંચ-છ વર્ષના મનોમંથન બાદ એમને કોઈ એક
વ્યવસ્થિત સ્થાનની જરૂરત લાગતી હતી, જ્યાંથી બધી પ્રવૃત્તિઓ સારી રીતે - સંકલિત થઈ શકે.
- અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના મીઠાખળી પાસેની મહારાષ્ટ્ર સોસાયટીમાં ડૉ. શર્મિષ્ઠાબહેનના નાનાજી અને ‘રંગ-રસાયણ'ના પ્રસિદ્ધ વેપારી શ્રી ભગવાનલાલ ખારાવાળાએ તેમની દીકરી જયાબહેનને પુષ્પવિલા’ નામનો બંગલો ભેટ આપ્યો હતો. આ મકાનમાં ૧૯૭૨થી તેઓએ વાચન-લેખનનો આરંભ કર્યો હતો. પોતાની આ પ્રવૃત્તિને વધારે
વ્યવસ્થિત, સઘન અને સર્વોપયોગી બનાવવાનો દઢ વિચાર થયો. અહીં પુષ્પવિલા
ઈ.સ. ૧૯૭૫ના મે માસની ૯મી તારીખે, સંવત ૨૦૩૧ના વૈશાખ સુદ ૧૦ના રોજ, ભગવાન મહાવીરના કેવળજ્ઞાનપ્રાપ્તિ દિને, આત્મસિદ્ધિશાસ્ત્રની પૂજા રાખીને આ પવિત્ર દિને ‘શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્ર’ એ નામથી સંસ્થાનો મંગળ પ્રારંભ થયો. આ સમયે અંદાજે ૬૦-૭૦ મુમુક્ષુ ભાઈબહેનોની હાજરીમાં, આ સંસ્થાની સ્થાપના થઈ. સ્થાપના સમયે સાહેબજીએ એક મંત્ર આપ્યો હતો : ‘પ્રેમથી
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International