________________
હવેની સાહેબજીની દૈનંદિની એટલે પ્રતિદિન ખાડિયા દિગંબર જિનમંદિરમાં ઋષભદેવ ભગવાન તથા શ્રી કુંદકુંદદેવના સવારે ૮-૦૦ વાગે દર્શન કરવાં, તો કોઈક વખત ઉપરના માળે જઈ ૨૦-૨૫ મિનિટ સ્વાધ્યાય કરવો તથા શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળામાં લગભગ ૪૦ મિનિટ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું વ્યક્તિગત કે સામૂહિક વાચન કરવું અને ત્યાંથી સીધા સ્ટેશન થઈ બાપુનગર હૉસ્પિટલ જવું. આઉટડોરના દિવસો બાદ કરતા સામાન્યપણે એકાદ કલાક વૉર્ડમાં રાઉન્ડ લેવાનું રહેતું. એકાદ કલાકનો સમય જે વાંચ્યું હોય તેનું લેખન કરવામાં અથવા તો કંઠસ્થ કરવામાં વપરાતો. બાકીનો સમય પણ કંઈ ને કંઈ ધાર્મિક પ્રવૃત્તિ અર્થે વપરાતો.
- પાઠશાળામાં અત્યાર સુધી સામાન્યપણે ભગવાન મહાવીરનો A પૂજ્યશ્રી સહજાનંદ વર્ગીજી મહારાજ જન્મમંગળદિન ઊજવાતો નહોતો.
આ વર્ષે પાઠશાળામાં ભગવાન શ્રી મહાવીરની જન્મ-જયંતીની ઉજવણી ડૉ. સોનેજીએ ચાલુ કરાવી. આ ક્રમ થોડાં વર્ષો ચાલ્યો, કારણ કે અહીંનો મુમુક્ષુ-સમુદાય સમય જતાં ધીમે ધીમે નદી પાર રહેવા ચાલ્યો ગયો હતો.
ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનના સંશોધન માટે કાર્ય કરતી શ્રી લાલભાઈ દલપતભાઈ સાંસ્કૃતિક વિદ્યાલય (એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ)માં ૧૯૭૨થી ૧૯૭૪ સુધી ડૉ. સોનેજી વિવિધ ધર્મગ્રંથોના વાચન માટે જતા હતા અને એમની જ્ઞાનપ્રાપ્તિની તૃષા અહીં સારી એવી સંતોષાઈ. ભારતીય વિદ્યાઓ, જૈનદર્શન તેમજ અનેક શાસ્ત્રોના ગ્રંથો હોવાથી, કોઈ પણ સરસ્વતીઉપાસક, સંશોધક કે સાધકને આ સ્થળ વિદ્યાતીર્થ સમું લાગે. તે સમયમાં આ સ્થળ એકાંતમાં હતું. પાકા રસ્તા થયા નહોતા અને લોકોની અવરજવર ઓછી. નૈસર્ગિક વાતાવરણ ભરપૂર હતું. અહીં આવતાં દેશ-વિદેશનાં સામયિકો તથા અન્ય જ્ઞાન-સામગ્રીનો ડૉક્ટરે ભરપૂર ઉપયોગ કર્યો. પોતાને ઉપયોગી નોંધો બનાવી. આ નોંધ હવેની પેઢીને સાધક બનવામાં ખૂબ ઉપયોગી નીવડે તેવી છે. જુદા જુદા આધ્યાત્મિક, નૈતિક અને જીવનવિકાસલક્ષી અનેક વિષયો પર આ બધી નોંધ વ્યવસ્થિતપણે થયેલી છે. વિશેષ રુચિવાળા સાધકોને તે ઉપયોગી બને તેવી છે : “પણ મને લાગે છે કે આવા વિકાસલક્ષી ગ્રંથભંડારનો વિદ્યાવ્યાસંગ કરનારા તો છેલ્લાં ૨૮ વર્ષોમાં મને માત્ર જવલ્લે જ નજરે પડે છે.” એમ સાહેબજીને લાગે છે.
આ સંસ્થાના ગ્રંથભંડારનો ઉપયોગ કરવા માટે શ્રી દલસુખભાઈ માલવણિયા, ડૉ. નગીનભાઈ શાહ, શ્રી કનુભાઈ શેઠ, ભાષા વિભાગના શ્રી રમણીકભાઈ શેઠ તથા ગ્રંથપાલ સલોનીબહેન જોષી વગેરેએ ખૂબ સહકાર આપ્યો હતો.
એક બાજુ ઉપરોક્ત ઇન્સ્ટિટ્યૂટમાં વિશાળ ફલક પર ધર્મશાસ્ત્રોનું અધ્યયન ચાલતું હતું તો બીજી બાજુ એમના નિવાસસ્થાનની નજીક કાંકરિયાના ‘વન-ટ્રી હિલ” બગીચામાં વાચન તથા સ્મરણનો અભ્યાસ ચાલતો હતો. વ્યક્તિગત તેમજ સામૂહિક ભક્તિ-સત્સંગ-સ્વાધ્યાય અને ધ્યાનનો આરાધનાક્રમ બે કે ત્રણ દિવસ ઈડર, ઉત્તરસંડા, તારંગા, નરોડા જેવાં સ્થળોએ પણ અવારનવાર ચાલુ હતો. એક રીતે કહીએ તો દવાખાનાના ત્રણ-ચાર કલાક સિવાયનો બધો સમય આત્મજાગૃતિ માટેના અભ્યાસમાં જતો. જાણે કે સમય ઓછો પડવા લાગ્યો. ગતિ હતી, પ્રગતિ હતી, મનન હતું, ચિંતન હતું. એક બાજુ જ્ઞાનોપાસના પ્રબળપણે ચાલતી હતી, તો બીજી બાજુ આત્મોપાસનાની અવિરત ધૂન લાગેલી હતી. બાહ્ય જીવનની વિમુખતાની સાથોસાથ અંતર્મુખતા તીવ્ર વેગે વધતી જતી હતી. વ્યવસાય અને વ્યવહાર થોડે અંશે ચાલતા હતા, પણ અંતરની આરત તો એક પછી એક સોપાન દ્વારા ત્યાગને પોકારતી હતી.
65
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org