SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ઝં પ્ર. ઉ. પ્ર. ઉ. કેવી રીતે ? તેને અનુભવો. કેવી રીતે ? સ્વસંવેદનરૂપ થઈને, વ્યાપ્યવ્યાપકપણે નિજસ્વરૂપમાં પરિણમીને, અભેદરૂપે તન્મય થઈને. તેમ થવા માટેનો વિધિ, ક્રમ અને તે ક્રમનું આરાધન સ્પષ્ટ કરો. (૧) જેમ કૉલેજમાં દાખલ થવા મેટ્રિક પાસ થવું જરૂરી છે, તેમ આત્મજ્ઞાની થવા માટે આત્માર્થીના ગુણો પ્રગટાવવા જરૂરી છે. (૨) જીવ અને અજીવનું સ્વરૂપ શ્રી વીતરાગપુરુષોએ જે પ્રકારે કહ્યું છે તે પ્રકારે સારી રીતે જાણીને ચિત્તવૃત્તિને નિજસ્વરૂપને વિષે એકાગ્ર કરવાનો અને પરવસ્તુઓમાંથી વ્યાવૃત્ત કરવાનો અભ્યાસ કરવો પડશે. Jain Education International (૩) આ અભ્યાસમાં ઉપકારી એવા સત્સંગ, સત્ક્રુત અને સત્પુરુષોના નિરંતર સમાગમરૂપ સત્સાધનોને અંગીકાર કરવાં પડશે. (૪) જે ભવ્ય આત્મા આ વિધિ અને ક્રમને જાણીને, તેનું આરાધન સત્યનિષ્ઠાથી, આત્માર્થે, સર્વશક્તિસહિત અંગીકાર કરશે તે જીવને આત્માની પ્રાપ્તિ ૬ માસથી ૧૨ વર્ષના ગાળામાં થાય એમ સામાન્યપણે જાણીએ છીએ, વિશેષ તો જીવના પુરુષાર્થને આધીન છે. સત્પુરુષના સાક્ષાત્ સમાગમમાં રહેનાર જીવને પુરુષાર્થમાં અભૂતપૂર્વ અને અગમ્ય પ્રેરણા મળે છે. આવો સત્પુરુષાર્થ કરનાર ભવ્ય જીવ આગામી અલ્પકાળમાં પરમાનંદમય દશાને પ્રાપ્ત થશે. “સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” ઈ.સ. ૧૯૭૩-૭૪ના વર્ષ દરમિયાન ભગવાન મહાવીરનો ૨૫૦૦મો નિર્વાણ મહોત્સવ સુંદર આયોજન સહિત અને ઘનિષ્ઠપણે, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊજવાયો; આ મહોત્સવ દરમ્યાન અનેક સુંદર મંદિરોનું નિર્માણ, સેંકડો ઉત્તમ ગ્રંથોનું પ્રકાશન અને સાઉથ-દિલ્હીમાં ૨૫ એકરની જગ્યામાં ‘વનસ્થળી’રૂપે મહાવીર ભગવાનના સ્મારકના નિર્માણ સહિત, ધર્મપ્રભાવનાના અનેક કાર્યો સફળતાપૂર્વક સંપન્ન થયાં. તેના બીજે વર્ષે, ઈ.સ. ૧૯૭૪નું ચાતુર્માસ પૂ. સંતશ્રી સહજાનંદજી (મનોહરલાલજી) વર્ણીજીએ અમદાવાદમાં કર્યું. તેમના સમાગમના લાભથી અને આજ્ઞા થવાથી ‘દ્રવ્યસંગ્રહ પ્રશ્નોત્તરી ટીકા'નો ગુજરાતી અનુવાદ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. આ કાર્ય કરતી વખતે ઘણાં જૈન શાસ્ત્રોના પુનઃઅવલોકનનો અને પૂજ્ય મહારાજશ્રીના ઘનિષ્ઠ સમાગમનો લાભ મળવાથી જીવનપર્યંતના બ્રહ્મચર્યપાલનની તેમજ વ્યવસાયનિવૃત્તિ, ઘનિષ્ઠ સાધના અને શાસ્ત્રોના સૂક્ષ્મ અભ્યાસની પ્રેરણા મળી. તેઓશ્રીનો ૫૮ મો જન્મદિવસ પણ અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ સહિત અમદાવાદમાં જ ઊજવાયો હતો. બુંદેલખંડના પ્રસિદ્ધ જૈન સંત શ્રી ગણેશપ્રસાદજી વર્ણીના આ મુખ્ય શિષ્ય અને લગભગ ૨૦૦ ઉપરાંત ગ્રંથોના રચયિતા આ અધ્યાત્મયોગીનું એક નાનું સ્મારક હસ્તિનાપુરના દિગંબર જૈન મંદિરમાં થયું છે. ઈ.સ. ૧૯૯૮ની ઑક્ટોબરની, કોબા પ્રેરિત ઉત્તર ભારતની તીર્થયાત્રા-દર્શન દરમ્યાન સર્વ મુમુક્ષુઓને આ સ્મારકનાં દર્શન ક૨વાનો લાભ મળ્યો હતો અને તે સ્મારક પર તેમનાં સંસ્મરણોરૂપ ધર્મવાર્તા પણ થઈ હતી. આ ચાતુર્માસ દરમ્યાન ડૉ. સોનેજી સાથે સ્વાધ્યાય કરતા એવા મુમુક્ષુઓના આગ્રહથી તેઓશ્રી પંચભાઈની પોળમાં પણ દર્શન-સત્સંગ અર્થે પધાર્યા હતા. ત્યારબાદ છીપાપોળવાળા શ્રી જયંતીભાઈ શાહના ઘેર પૂજ્ય વર્ણીજીની આહારવિધિનો લાભ તેમણે, બીજા ઘણા મુમુક્ષુઓ સાથે લીધો હતો. 64 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy