________________
અમદાવાદ બોલાવી લીધા હતા અને સોનેજી પરિવારમાં બધાંની સાથે રહેતા તેમજ હૉસ્પિટલ તથા ઘરકામની સારી
ને પ્રેમપૂર્વકની દેખરેખ રાખતા. તેઓ ડૉક્ટરને કહેતા કે તમે બહારગામ જાઓ છો ત્યારે શર્મિષ્ઠાબેનને ખબ તકલીફ પડે છે. ઘણી વાર શર્મિષ્ઠાબહેન પણ મુશ્કેલીની વાત કરતાં ત્યારે ડૉક્ટર પ્રેમથી સમજાવતા અને કામમાં મદદ કરતાં તથા હૉસ્પિટલમાં કુશળ સ્ટાફ તથા બીજા ડૉક્ટરને મદદ માટે રાખી લેવાનું સૂચન કરતા હતા.
ડૉક્ટરસાહેબની સાધના જેમ જેમ વધવા માંડી તેમ તેમ શર્મિષ્ઠાબહેનને તેમના ધાર્મિક જીવનનો વધારે ખ્યાલ આવવા લાગ્યો. તેમના શબ્દોમાં જોઈએ તો “મારા પર તેમની અસર થવા લાગી અને મને પણ ધર્મમાં રસ જાગ્યો. મારા સદ્ભાગ્યે વ્યાવહારિક કામમાં તથા રાજેશભાઈના ઉછેરમાં મને સાહેબનો સારો સહકાર મળતો, તથા પૂ. કાકાજીનું વાત્સલ્યસભર માર્ગદર્શન મળી રહેવાથી, બધું કામકાજ પ્રમાણમાં સારી રીતે પાર પડી જતું.”
ઘંટિયા પહાડની તપોભૂમિ પ્રતિ લગાવ
સમાંતરે ડૉક્ટરની ધાર્મિક પ્રવૃત્તિએ પણ વેગ પકડ્યો હતો. તેમની નજર શ્રીમદ્ રાજચંદ્ર જ્યાં સાત મુનિઓને આધ્યાત્મિક સાધના અને ધ્યાન વિશે બોધ આપેલો એવા ઈડરના પહાડ ઉપરની ‘સિદ્ધશિલા” ઉપર હતી. ઈડર પર આવેલા ઘંટિયા પહાડના પવિત્ર સ્થાનનું આકર્ષણ ખૂબ હતું. તેની પ્રથમ મુલાકાત તો એક યુવાન ડૉક્ટર તરીકે ૧૯૫૮માં દૂરથી દર્શનરૂપે લીધી હતી. બીજો કોઈ ઉદ્દેશ નહોતો. પરંતુ હવે તો લગની લાગી હતી. સાધના માટેનો પુરુષાર્થ જોરશોરથી ચાલતો હતો. એટલે વારંવાર ઈડર ઘંટિયા પહાડની કૃપાળુદેવની તપોભૂમિમાં જવાનું બનતું. કોઈક કોઈક વાર શનિ-રવિએ રોકાવાનું પણ બનતું. તેમને મુરબ્બી શ્રી ભોગીભાઈ પોપટલાલની પ્રેરણા પણ વિશેષપણે મળ્યા કરતી.
ઘંટિયા પહાડની આ પવિત્ર ભૂમિ ડૉક્ટરને વધારે અનુકૂળ લાગી. એકાંત સાધના માટેની યોગ્ય જગ્યા હતી. પહાડની કુદરતી શુષ્કતા સાધનાને અનુકૂળ હતી. વાતાવરણમાં શ્રીમદ્ રાજચંદ્રની તપસ્યાની મહેક હતી. જેને આપણે આંદોલનો-વાઇબ્રેશન્સ કહીએ છીએ તેનો અનુભવ ડૉક્ટરે કર્યો હતો. એમનું હૃદય એ પ્રેરણાનું પાન કરવા લાગ્યું.
અહીં આવી ડૉક્ટર એકાંત-ધ્યાનમાં બેસી જતા, ઘણા ઈડર, ઘંટિયા પહાડની ગુફામાં ધ્યાનાભ્યાસ
સમય સુધી મૌન પણ ધારણ કરતા. સાથે સાથે લેખન-વાચનની પ્રવૃત્તિ ચાલતી. ૧૯૭૧ થી ૧૯૭૪ સુધી આ પ્રવૃત્તિ સારા પ્રમાણમાં થઈ અને એક સમયે તો અહીં જ સ્થાયી થઈ, નિવૃત્તિમય સાધનાજીવન ગાળવાની વાત પણ લગભગ નક્કી જેવી થઈ હતી. સ્થિર થવા રૂમો પણ બાંધેલી, તે વખતે ‘સાધના’ અને ધાર્મિક શિક્ષણની વધારાની પ્રવૃત્તિ વિષે યથાયોગ્ય સમાધાન નહીં થઈ શકતાં, અહીં સ્થાયી થવાનો વિચાર પડતો મૂક્યો. ઈડરની સાધનામાં સહભાગી તરીકે બહેનશ્રી જ્યોતિબહેન, શ્રી બાબુકાકા (કલ્યાણભાઈ) તથા મુનીમજી શ્રી સોમભાઈ દેસાઈ ઉપરાંત શ્રી રમણભાઈ ભોગીલાલ ઉત્સાહપૂર્વક અને ભક્તિપૂર્વક ભાગ લેતા.
ડૉક્ટરને અહીંનું આકર્ષણ અને ભાવ એટલી હદનાં કે ૧૯૬૯ થી આજ સુધી (૨૦૦૬), તેઓ પચાસથી વધારે વખત અહીં આવ્યા છે. કોઈ કોઈ વાર તો શનિ-રવિએ એકલા ગાડી લઈને નીકળી પડે. અહીં સ્થાયીરૂપે
59
Jan Education Interational
For Private & Personal Use Only
www.ainelibrary.org