SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સાયના સાધતા જોધ આ એક તીવ્ર ઝંખનાનો કાળ હતો, જે દરમિયાન અનેક સ્થાનિક અને બહારનાં, સાધનાપ્રેરક ધામોની મુલાકાત લઈને, જીવનશુદ્ધિનો યજ્ઞ અવિરતપણે ચાલતો રહેતો. હૉસ્પિટલનું કામ તો બરાબર ચાલતું. ફરજ પૂર્ણ નિષ્ઠા સાથે બજાવવામાં ડૉક્ટર માનતા એટલે વ્યાવહારિક ફરજ પ્રત્યે ઉપેક્ષાનો પ્રશ્ન નહોતો. ડૉ. શર્મિષ્ટાબહેનના સહયોગથી એ કામ તો ચાલ્યા કરતું. પરંતુ ડૉક્ટરનું મુખ્ય લક્ષ્ય તો ‘સાધના’ હતું. એ નિમિત્તે જેટલો પરિશ્રમ કરવો પડે તેટલો કરવા તત્પર હતા. એટલે જ્ઞાન-વૈરાગ્યની વૃદ્ધિ કરનારાં અનેક શાસ્ત્રોનું સતત પાંચ-છ-સાત કલાકનું વાચન, લેખન, મનન અને અનુશીલન ચાલ્યા કરતું. પરિણામસ્વરૂપ ‘મોક્ષમાર્ગ’માં આગળ વધવાની ભાવના વધારે ને વધારે તીવ્ર બનતી ગઈ. ઈ.સ. ૧૯૭૦થી ૧૯૭૫ના ગાળા દરમિયાન પોતાની સાધના માટે ડૉક્ટરશ્રીને એકલા કે બે-ત્રણ વ્યક્તિઓ સાથે ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતનાં વિવિધ તીર્થોમાં જવાનું બનતું. તેમાં નરોડા, ઉત્તરસંડા, તારંગા, ઈડર, અગાસ, વડવા-ખંભાત, ભદ્રેશ્વર (કચ્છ), વવાણિયા તેમજ સ્થાનિક સ્થળો મીઠાખળી, એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ, કાંકરિયાનો One tree hill garden, સમર્થેશ્વર મહાદેવ (લૉ-ગાર્ડન પાસે)નો સમાવેશ થતો. એ વખતે આ જગ્યાઓમાં અત્યાર જેટલી ભીડ-ગીચતા નહોતી. મુકુન્દભાઈની ગુણગ્રાહક દૃષ્ટિ અને સાધક તરીકે આગળ વધવાની ઝંખનાને કારણે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે તક મળતી ત્યાં ત્યાં પહોંચી જઈ આત્મશુદ્ધિની સાધના કરતા. ઈ.સ. ૧૯૭૨માં, મોરબીમાં પર્યુષણપર્વ નિમિત્તે મુમુક્ષુ ભાઈશ્રી ભોગીભાઈ સાયકલવાળાની સાથે સ્વાધ્યાય માટે જવાનું થયું. સર્વશ્રી જયંતીભાઈ પી. શાહ, શ્રી પ્રભુલાલભાઈ (ચાવાળા), શ્રી ફૂલચંદભાઈ ગાંધી વગેરે ભાઈ-બહેનોએ ૪ દિવસ માટે ભાવપૂર્વક પર્વમાં ભાગ લીધો. ધીમે ધીમે ડૉક્ટરે પ્રક્ટિસ ઓછી ક૨વા માંડી. હૉસ્પિટલમાં સર્વિસ દરમિયાન રાઉન્ડ લઈને, વૉર્ડના એક રૂમમાં (સ્ટાફ રૂમમાં) બેસે ત્યારે પણ વાચન-લેખન તો ચાલુ જ હોય. જૈન મંદિર અને શ્રીમદ્ રાજચંદ્રની પાઠશાળામાં જવાની ખબર શર્મિષ્ટાબહેનને પાછળથી પડી હતી. કુટુંબનાં કામો અને વ્યવસાયમાં વ્યસ્ત એટલે ધ્યાન પણ જલદી જાય નહીં. ડૉક્ટરનાં બા-બાપુજીના સ્વર્ગવાસ પછી ઘરમાં સૂનું સૂનું તો લાગતું હતું. ભાઈઓ વિદેશ ગયેલા હતા. રણજિતભાઈ અને જ્યોતીન્દ્રભાઈ અનુક્રમે ૧૯૬૮, ૧૯૬૯માં અભ્યાસ માટે કૅનેડા ગયા અને ત્યાં સ્થાયી થયા હતા. દિવ્યાબહેન (ડૉક્ટરનાં સૌથી નાનાં બહેન) અમેરિકા ગયા પછી કાકા મુરબ્બી ડૉ. શ્રી મૂળજીભાઈ ત્રિભોવનદાસ સોનેજી, જેઓ હૃષીકેશ, શ્રી શિવાનંદ આશ્રમમાં માનદ્ સેવાઓ આપતા, તેમને કુટુંબીજનોએ 58 નવા Healtoraી સાધના અને Fovae & Personal Use અને શોધ સાકતી www.aelibrary org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy