SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ BROSTE CAGE GORGE “આખો દહાડો આ ધરમધરમની વાતો કર્યા કરે છે અને બીજાં કામમાં ધ્યાન આપતો નથી એ અમને ગમતી વાત નથી, સમજ્યો?’ આ બનાવ પછી ડૉક્ટરે તેમની સાથે ધર્મની વાત કરવાનું ઓછું કરી નાખ્યું. આ પ્રસંગ જ બતાવે છે કે ડૉક્ટર કેટલી કક્ષાએ ધર્મમય બની ગયા હતા. કુટુંબની પ્રવૃત્તિઓ ઓછી કરવા માંડી હતી એટલે કદાચ ‘બાએ ભારપૂર્વક જવાબદારીનું ભાન કરાવવા આમ કહ્યું હોય. ‘સમજ્યો?' એ ભાવપૂર્વકનો શબ્દ જ ઘણું બધું કહી જાય છે. વડીલોનાં છત્ર સરક્યાં ડૉ. મુકુન્દભાઈના સ્વદેશ પાછા ફર્યા પછી તેમનાં બા-બાપુજીની તબિયત અસ્વસ્થ રહ્યા કરતી. તેમના પિતાજી વીરજીભાઈ અસ્વસ્થ ખરા, પણ સ્ફૂર્તિલા (highly spirited) એટલા જ. કોઈ ને કોઈ કામમાં કે વાચનમાં રોકાયેલા હોય. બાળકો ઉપર ઘણું વધારે વહાલ રાખે. આર્થિક સ્થિતિ તદ્દન સામાન્ય પણ નૈતિકબળ મજબૂત. સમગ્ર કુટુંબને એક સૂત્રમાં ગૂંથી રાખે. સામાજિક દરજ્જો પણ ઘણો ઊંચો. એમના છત્રને કારણે સર્વને એક વડીલની ઘણી મોટી હૂંફ રહેતી. કુટુંબ બહોળું હતું પણ ઐક્યભાવ જળવાઈ રહેતો. એકબીજાને સહાય કરવામાં તત્પર, એકબીજાનાં સર્વ સુખ-દુઃખનાં સૌ કોઈ સાથી બની રહેતાં. બોંતેર વર્ષની વયે પણ વીરજીભાઈ ગતિશીલ, આળસનું નામ નહીં. મુકુન્દભાઈ ડૉક્ટરોને ભોજન માટે બોલાવે તો તેઓ પૂરો રસ લે અને યોગ્ય લાગે તે બધી મદદ પણ કરે. એકવડું શરીર, તબિયત તો ઘણા સમયથી બગડેલી, પરંતુ મનોબળથી બધું કામ કરે. આખરે શ્વાસ અને ખાંસી વધી ગયાં. મુકુન્દભાઈ, મહારાષ્ટ્રમાં મલકાપુર ગામમાં પૂ. કુંદકુંદસ્વામીની ચરણપાદુકા નિમિત્તે ગયેલા. સમાચાર મળતાં તરત જ આવી ગયા. ચાર-પાંચ દિવસની વધુ માંદગીમાં, તેઓએ તા. ૨૩-૩-૧૯૭૦ના રોજ દેહત્યાગ કર્યો. આમ, સોનેજી કુટુંબે એક પ્રેમાળ છત્ર ગુમાવ્યું. પતિના અવસાન પછી ડૉક્ટરનાં માતુશ્રીની તબિયત પણ કથળી. આમ તો એમની તબિયત ઘણી સારી રહેતી. માત્ર કાયમી કબજિયાત રહે પણ તેમનો જિંદગીનો આધાર જતાં, વિશેષ માત્રામાં કબજિયાત રહેવા લાગી. રેચક દવાઓ કારગત નીવડી નહીં. અંતે એલ. જી. હૉસ્પિટલમાં દાખલ કર્યાં, જ્યાં ડૉ. અનિલ પરીખે ઑપરેશન કર્યું. ‘Congenital Intestinal Stricture’નું નિદાન થયું. અશક્તિને કારણે ટાંકા રૂઝાયા નહિ. ઘેર લાવ્યા પછી ૨૪ કલાકમાં જ તેમણે તા. ૧૯-૧૨-૧૯૭૧ના રોજ ભગવદ્ગીતાનો ૧૨મો અધ્યાય ધ્યાનપૂર્વક સાંભળતાં શાંતિપૂર્વક દેહત્યાગ કર્યો. શેષ રહેલું છત્ર પણ સોનેજી કુટુંબે ગુમાવ્યું. આમ, દોઢ-બે વર્ષમાં જ ઘરના બે મોભીઓ ચાલ્યા જતાં કુટુંબમાં એમની ખોટ સાલે એ સ્વાભાવિક છે. ડૉ. મુકુન્દમાં હવે એટલી માનસિક ક્ષમતા તો આવી ગઈ હતી કે મૃત્યુને એક સ્વાભાવિક સહજ કર્મની ગતિ તરીકે સ્વીકારી શકતા હતા. અભાવ અને શોક ભિન્ન બાબત છે. અભાવ સાલે, પણ શોક ન હોય. એ રીતે માતાપિતા હયાત હતાં ત્યાં સુધી એમની સેવા કરી અને હવે એ ફરજ પૂરી થઈ હતી. હકીકતમાં એક મોટી જવાબદારીમાંથી મુક્તિ મળી એનો સીધો લાભ ડૉક્ટરની પરમાર્થની સાધનાને મળ્યો. એમની સાધના જોર પકડતી જતી હતી. હવે એક માત્ર સર્વ પ્રવૃત્તિનું કેન્દ્ર ‘સાધના’ બન્યું. 57 CXC
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy