________________
રહેતા મુરબ્બી શ્રી ભોગીકાકા તેમને એકાંત સાધના માટે વારંવાર આવવાની પ્રેરણા આપતા. ક્યારેક બે-ત્રણ સાથીઓ સાથે એસ.ટી.માં કે પોતાની ગાડીમાં આવતા. કોઈ કોઈ વાર તો દસ દસ દિવસ સુધી સાધના અને ચિંતન-મનન કરતા. સાબરકાંઠાના સંત શ્રી જેસિંગબાપા પણ અવારનવાર આવતા, તેમની સાથે અહીં તેમજ સાબરકાંઠાના અનેક ગામોમાં સત્સંગ-મેળાવડા થતા. ત્રણેક વખત તો એમની સાથે રહેવાનું પણ થયું હતું. ૧૯૭૫માં ૫. સહજાનંદજી વર્ણાજી સાથે ટ્રેઇન દ્વારા આવી બે દિવસ સાધના-સત્સંગ કરેલો તો ૧૯૭૯માં મદ્રાસનાં વસંતબહેન પ્રાણલાલ શાહના કુટુંબ સાથે અહીંના બધા પહાડોનાં દર્શન કરી, સત્સંગ કરાવ્યો હતો. એ વખતે પહાડ પર ખાસ વિશેષ સગવડ હતી નહીં. વીજળીના અભાવે ફાનસથી કામ ચલાવવાનું હતું. કાચી દીવાલવાળી રૂમો અને માથે પતરાં હતાં. એક વખત સખત પવનને લીધે રૂમનું પતરું ઊડ્યું હતું, અને વધારે ઈજા પામેલા એક સ્ટાફ મેમ્બર, શ્રી ગણતપભાઈનું મૃત્યુ થયેલું, તેવું સ્મરણ આજેય આત્માનંદજી વાતચીતમાં કરે છે.
શ્રીમદ્ રાજચંદ્રની અન્ય તપોભૂમિમાં:
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું ત્રણેક વાર ફરીથી અધ્યયન થવાને કારણે એમાં દર્શાવેલાં ભક્તિમાર્ગ, સત્સંગ, સપુરુષનો મહિમા, મોક્ષમાર્ગનું સર્વતોમુખી, સૂક્ષ્મ, પ્રયોગલક્ષી, વૈજ્ઞાનિક અને મતમતાંતર વગરનું વિવેચન, તેમજ આત્મસિદ્ધિશાસ્ત્ર જેવી અનેક ઉત્તમોત્તમ રચનાઓ દ્વારા સાધનાના માર્ગમાં પારદર્શિતા આવી. પ્રાયોગિક માર્ગદર્શન અને પ્રેરણા પણ મળ્યાં. એટલું જ નહિ, ડૉક્ટરના શબ્દોમાં જણાવું તો “વચનામૃતોથી આ જીવને અભૂતપૂર્વ લાભ થયો છે. તેઓની આજ્ઞાનું આરાધન કરતાં ભવનો સામો કિનારો દેખાઈ ગયો છે અને અલ્પકાળમાં જ સામે કિનારે પહોંચી જઈશું એવો દેઢ નિશ્ચય અને પુરુષાર્થ પ્રગટ્યાં છે.”
ડૉ. સોનેજીને હવે એક ચોક્કસ માર્ગ મળી ગયો હતો. શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક મહાનુભાવોને માર્ગ બતાવ્યો હતો. કોઈ પણ પ્રકારના ‘ગચ્છ'ના બંધિયારપણાથી મુક્ત એવા “મોક્ષમાર્ગની દિશા ડૉક્ટરને લીધી હતી. અનેક વર્ષોથી અથડાતો-કૂટાતો આત્મા સ્થિર થતો જતો હતો. સર્વ શાસ્ત્ર-આધ્યાત્મિક વાચનમનન-ચિંતન “શ્રીમદ્ રાજચંદ્ર ચિંતન' તરફ ગતિ કરતાં હતાં. સમાધાન પણ અહીં જ થતું હતું. હવે ડૉક્ટર જાણે રાજચંદ્રમય જ બની ગયા હતા. એમને માટે શ્રીમદ્ રાજચંદ્રજી “કૃપાળુદેવ’ બની ગયા હતા.
અમદાવાદના તેમના મુમુક્ષુ સાથીઓ મુ. શકરાભાઈ ગિરધરલાલ, શ્રી ચંદુભાઈ મહેતા, શ્રી હેમેન્દ્રભાઈ શાહ, શ્રી શાંતિભાઈ ગિરધરલાલ વગેરે પર્યુષણ પર્વ દરમિયાન અવારનવાર ‘અગાસ આશ્રમ’ જતા, તેમની સાથે ઈ.સ. ૧૯૭૧માં અગાસમાં પર્યુષણ પર્વ દરમિયાન આરાધના માટે ડૉક્ટરને જવાનું થયું.
આ પ્રસંગને લીધે ડૉક્ટરને શ્રીમદ્ રાજચંદ્ર જેવી મહાવિભૂતિના જીવન સાથે સંકળાયેલા અનેક સ્થળોનાં દર્શન કરવાની અભિલાષા જાગી. તેમને મન આ બધાં પવિત્ર અને ઐતિહાસિક સ્થળો હતાં. એ રીતે કોઈ વાર એકલા, તો કોઈક વખત ડૉ. શર્મિષ્ઠાબહેન સાથે, તો ક્યારેક પંચભાઈની પોળના મુમુક્ષુઓ સાથે નડિયાદ, બોરસદ, કાવિઠા, વસો, નાર, ખંભાત, વડવા, અગાસ, ઉત્તરસંડા, વવાણિયા, મોરબી, રાજકોટ, ભાદરણ આદિ ચરોતરનાં, ગુજરાતનાં કે સૌરાષ્ટ્રનાં સ્થળોએ દર્શન અને સત્સંગ કરવાનો ભાવ ધારણ કરીને યાત્રા કરતા હતા. આ પાવન સ્થળોએ દર્શન-સત્સંગ માટે છેલ્લા ૩૪ ઉપરાંત વર્ષોથી અવારનવાર જવાનું થાય છે અને ત્યાંનાં દિવ્ય સ્પંદનોથી એક ઉત્તમ આધ્યાત્મિક પ્રેરણા મળતી રહે છે.
અમદાવાદની પંચભાઈની પોળના સ્વાધ્યાયકારોમાં સૌથી વિશેષ વૈરાગ્યવાન, ભક્તહૃદયી, જિજ્ઞાસાવાન
Jain Education Intemalloral
For Private & Personal Use Only
www.jainelibrary.org