________________
સાહજિક પ્રક્રિયા છે.
આમ, અંતરંગ સંઘર્ષ તો ચાલુ જ હતો.... શું કરવું? પરિસ્થિતિ-પરિબળો-વાતાવરણ એ બધું લગ્ન કરવાની દિશા પ્રત્યે લઈ જતું હતું. ચિંતન-મનન એની વિરુદ્ધ દિશામાં વળતું હતું. તેમના મોટાભાઈના જીવનની ઘટનાએ ડૉ. સોનેજીને ઊંડા વિચારમાં ડુબાડી દીધા.
આ પહેલાં ૧૯૫૬માં ખોપોલી ખાતેની નોકરી દરમિયાન, શર્મિષ્ઠાબહેનનાં મામા-મામીએ (શ્રી લાલજીભાઈ-ઊર્મિલાબહેને) ખોપોલી આવીને લગ્ન સંબંધ માટે ઘણો આગ્રહ કર્યો હતો.
આ ત્રણે બાબતની સામૂહિક અસર તેમના ઉપર પડી. અંતે ૧૯૫૯માં તેમણે લગ્ન માટે સંમતિ આપી. આમ મિત્રો અને વડીલોના પ્રસ્તાવ અને વિશેષ કરીને ડૉક્ટરીના આગળના અભ્યાસ માટે શ્વસુર પક્ષના આગ્રહ અને સહયોગથી ગૃહસ્થ ધર્મનો સ્વીકાર થયો. એમાં કશુંક ખોટું કર્યું કે રંજ થયો એમ તેઓ માનતા નથી; તેમ છતાં પણ પોતાના દેઢ નિર્ણયની ન્યૂનતાનો સ્વીકાર કરે છે. એનું મૂળ પોતાની નબળી નિર્ણયશક્તિમાં જુએ છે અને અંતે તેઓ મૂળ પેથાપુરના નિવાસી અને વ્યાપાર અર્થે ઇંદોરમાં સ્થિર થયેલા શ્રી શંકરલાલ નાથાલાલ માધુની સુપુત્રી શર્મિષ્ટાબહેન સાથે ૨૯મા વર્ષે તા. ૯-૫-૬૦ના રોજ લગ્નગ્રંથિથી જોડાયા. તે વખતે શર્મિષ્ઠાબહેને પ્રથમ એમ.બી.બી.એસ. ની પરીક્ષા પસાર કરી હતી.
દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતના અલગ રાજ્યની માંગણી સાથે “મહાગુજરાતનું સ્વયંભૂ આંદોલન થયું હતું. એના પરિણામે ૧૯૬૦ના મે મહિનામાં ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે ભાગમાં રાજ્ય વહેંચાયું. સરકારી નોકરીઓમાં પણ પસંદગી આપવામાં આવી. જેને જ્યાં જવું હોય ત્યાં મુક્ત હતા. ડૉ. સોનેજીએ પોતાનું કુટુંબ ગુજરાતમાં હોવાથી ગુજરાતનો વિકલ્પ પસંદ કર્યો. તેથી તેમની બદલી મુંબઈથી માણસાની સરકારી હૉસ્પિટલમાં
મેડિકલ ઑફિસર તરીકે થઈ. તા. ૧-૫-૧૯૬૦ થી માણસા હૉસ્પિટલમાં વિવિધ મહાનુભાવો સાથે
તેઓ માણસાની ગોકુળદાસ તેજપાળ જનરલ હૉસ્પિટલમાં જોડાયા.
લગ્ન તો થઈ ગયાં. શરૂઆતથી જ આ દંપતીએ કેટલીક પરસ્પર ઉપયોગી સમજ કેળવી લીધી હતી. ડૉક્ટરને આગળ અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ જવું હતું. શ્વસુર પક્ષ તરફથી બધી રીતે પ્રોત્સાહન હતું એટલે જવાની તૈયારીઓ ચાલતી હતી. તેમનાં પત્નીનો એમ.બી.બી.એસ.નો અભ્યાસ પણ ચાલુ
હતો. એમનો અભ્યાસ પૂરો થયા પછી જ ઇંગ્લેન્ડમાં માણસા હૉસ્પિટલમાંથી વિદાયની વેળાએ, ૧૯૬૧
ડૉક્ટર સાથે જોડાઈ શકે એમ નક્કી થયેલું.
?
2
o
Fel
ony
www.lovely