________________
૧છે.
દામ્પત્યજીવનની
થા
મુંબઈની નોકરી દરમિયાન સરકારી મકાનમાં અવારનવાર બા-બાપુજી મુંબઈ આવીને ડૉક્ટર સાથે રહેતાં હતાં. કોઈ પણ મા-બાપની સ્વાભાવિક ઇચ્છા એ હોય કે છોકરો કમાવા માંડે એટલે તરત એનાં લગ્ન કરવાં. ડૉ. સોનેજીનાં માતા-પિતાની આ ઇચ્છા ખરી. અગાઉનાં વર્ષોમાં બન્ને ભાઈઓ ભક્તિ-ભજન માટે યોગાશ્રમમાં નિયમિત જતા એનો ખ્યાલ પિતા વીરજીભાઈને હતો. એ ધાર્મિક હતા એટલે એનો ખાસ વિરોધ કર્યો નહિ. પણ જયારે બન્ને એમાં તલ્લીન થઈ જાય અને કલાકો સુધી બેસી રહે એટલે ચિંતા થાય કે સંસારત્યાગ તો નહિ કરે ને! આવા વિચારથી કે પછી ઉમર મોટી થતાં સહજ ખ્યાલ આવ્યો હોય પણ બા-બાપુજી મુકુન્દને વારંવાર ‘લગ્ન માટે આગ્રહ કરતા હતા. મુંબઈ આવે ત્યારે કોઈ ને કોઈ બહાને આ વાત નીકળે અને આગ્રહ પણ થાય. ૧૯૫૯ના પ્રારંભ સુધી તો ‘ગૃહસ્થાશ્રમ'માં પ્રવેશ કરવો નહિ એવી સામાન્ય વિચારણા ડૉ. સોનેજીની રહી હતી. આ વર્ષોમાં સર્વાચન અને સત્સંગનો લાભ તો મળતો જ હતો. એટલે ‘લગ્નજીવન' અંગે ખાસ લક્ષ્ય પણ નહોતું, વિચાર પણ આવતો નહોતો. ‘બા’ના આગ્રહને એમના વાત્સલ્યભાવનું કારણ માનીને ડૉક્ટર એ બાબતે ધ્યાન નહોતા આપતા.
અહીં બે પ્રવાહો સાથે વહેતા હતા. એક બાજુ ‘લગ્ન”નો આગ્રહ તો બીજી બાજુ હૉસ્ટેલના મિત્રોનું સૂચન હતું કે વધારે સારી રીતે કમાવું હશે, ઓછી મહેનતે સપ્રમાણ વળતર મેળવવું હશે તો અનુસ્નાતક ડિગ્રી લેવી પડશે. માત્ર એમ.બી.બી.એસ.ની પદવી મેળવવાથી કશું વળશે નહીં. તેમાં અમુક મિત્રોને M.S., M.R.C.P, FR.C.S. વગેરે ડિગ્રીઓ મળી ગઈ; તેથી તેઓ વિદેશમાં અભ્યાસ કરવા આવવા માટે ડૉક્ટરને પત્રો લખવા માંડ્યા. હૉસ્ટેલના મિત્રો અને પરદેશમાં વસેલા મિત્રોના આગ્રહથી મન ડોલાયમાન થયું. ડૉક્ટર ઉપર એ લોકોની ખાસી અસર થઈ.
આ સમય પહેલાં થોડાં વર્ષે એક પ્રસંગ બન્યો હતો.
શ્રી રસિકભાઈના માર્ગદર્શક ગુરુ શ્રી શિવાનંદ સરસ્વતી (દિવ્ય જીવન સંઘના સંસ્થાપક) ઈ.સ. ૧૯૫૦માં અમદાવાદ આવ્યા હતા. આવા મહાન ત્યાગી પુરુષોની સાથે નિકટ આવવાનું બન્યું એ સમયે એમની આસપાસ રહેતા મનુષ્યોમાં રહેલી ધનની વધારે પડતી મહત્તા અને કંઈક ઉદ્ધતાઈવાળું વર્તન અનુભવીને, તેઓ ખૂબ ખિન્ન થયેલા અને હતાશ પણ બની ગયા હતા. અત્યાર સુધી કોઈ ને કોઈ બહાને લગ્ન ઠેલતા હતા; તેમણે ૧૯૫૯માં એટલે કે ૩૭ વર્ષની મોટી ઉંમરે લગ્ન કર્યા.
મુકુન્દની સ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ. માતા-પિતાનો અતિ આગ્રહ. મોટાભાઈ પણ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા; જેનો તેમના જીવન પર મોટો પ્રભાવ પડ્યો. તેઓ વિચારતા થયા કે મોટાભાઈ ઘણી સાધના અને માર્ગદર્શન છતાં અવિવાહિત જીવન જીવવામાં સફળ ન થયા, તો તે પોતે કેવી રીતે સફળ થશે? વળી, હોસ્ટેલમાં, મંદિરના ચાર-છ કલાક બાદ કરતાં, લગભગ ૧૬-૧૭ કલાક યુવાન ડૉક્ટર મિત્રો વચ્ચે જ ગાળવા પડતા હતા. આ ડૉક્ટરો એમ માનતા હતા કે વિશેષ અભ્યાસ અને દામ્પત્યજીવન એ મોજશોખની વાત નથી, પરંતુ જીવનની
Rીટીની ચીરી Onીની વાત