________________
સૌના આશીર્વાદ સાથે ડૉક્ટર તા. ૨૧-૯૧૯૬૧ ના રોજ ઇંગ્લેન્ડ જવા રવાના થયા. લંડનમાં નવેક મહિના રહી માર્ચ૧૯ ૬ ૨ સ ધીમાં D.T.M.&H.નો અભ્યાસ પૂર્ણ કરી M.R.C.P.ના
અભ્યાસની તૈયારી કરવા . વિદેશગમન નિમિત્તે યોજાયેલ સભામાં પ્રતિભાવ આપતા
લાગ્યા. લાંબા સમયથી શિક્ષણ અને ક્લિનિકલ પ્રેક્ટિસ બન્નેનું સાતત્ય અને અભ્યાસ છૂટી ગયા હોવાથી
વિદેશગમન માટેની પૂર્વ સજ્જતા એમને M.R.C.P. માટે લગભગ ત્રણ વર્ષ આપવા પડ્યાં, આ ગાળા દરમિયાન, (સ. ૧૯૬૧)
સ્કૉટલે ન્ડની વિવિધ હૉસ્પિટલોમાં ક્લિનિકલ મેડિસિનની પ્રેક્ટિસ દરમિયાન Senior House Officer અને Registrar તરીકેની સેવાઓ તેમણે આપી હતી.
બીજી બાજુ ભારતમાં શર્મિષ્ઠાબહેનનો M.B.E.S.નો અભ્યાસ પૂરો થતાં, ડિસેમ્બર ૧૯૬૩માં ઇંગ્લેન્ડ આવી ગયાં.
ડૉ. સોનેજીએ તેમને માટે ગ્લાસગોની Western District દર્દીને તપાસતી વેળાએ, ડૉ. બ્રાયન્ટ સાથે (સ્કૉટલૅન્ડ) Hospitalમાં નોકરી તૈયાર જ રાખી હતી. તેઓ Foresthill Hospitalમાં કામ કરતા હતા. ડૉ. શર્મિષ્ઠાબહેને સ્ત્રીરોગના નિષ્ણાત બનવા અભ્યાસ શરૂ કર્યો.
- આ ડૉક્ટર દંપતીને લગ્ન પછી તરત જ છૂટાં પડવાનું થયું હતું. લગ્નજીવન બન્નેના અભ્યાસમાં અવરોધરૂપ તો નહિ બને ને? ભલભલા ભણેલાઓમાં આવી મુશ્કેલી ઊભી થાય છે. સંસાર અને ભણતર બન્ને સામસામી દિશામાં બેસી માનસિક-સંઘર્ષ તનાવ ઊભો કરે તે સ્વાભાવિક છે. વધુ શ્રેય માટે પ્રેયને થોડોક સમય છોડવું પડે. નવદંપતીના હૃદયમાં કેટકેટલી ભાવનાઓ ભરેલી હોય છે; તેમાં વળી ‘સ્ત્રીના મનની-હૃદયની
લખવી ઘણી મુશ્કેલ છે. એમાંય ભારતીય નારી ક્યારેય પોતાનો ભાવ પ્રગટ થવા દેતી નથી. સંસ્કાર દ્વારા સંકોચને મર્યાદા અને વિવેકમાં પરિવર્તિત કરી દે છે; માટે તો પશ્ચિમના સમાજ માટે આ વાત યથાર્થપણે સમજવી ઘણી મુશ્કેલ છે. અધૂરી સમજણને કારણે ‘નારી”ની ગુણગ્રાહિતા જોવાને બદલે અણસમજુ લોકો તેની ટીકાઓ કરે છે.
ત્રણ ત્રણ વર્ષથી વિયોગમાં રહેલાં અ.સૌ. શર્મિષ્ઠાબહેનની ઊર્મિઓ અને લાગણીઓ અભ્યાસને કારણે સુષુપ્ત રહી હોય એ સમજી શકાય એમ છે. અંતે તેઓ છે તો એક ભારતીય સન્નારી. જેમ લશ્કરના જવાનને સુહાગરાતે જ બૉર્ડર પર જવાનો ઑર્ડર આવે ત્યારે “નારી'ની કઈ સંવેદના હશે તે તો નારીના ખોળિયામાં પ્રવેશીને સમજીએ તો જ સમજાય.
Jal Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org