________________
જ છે મા બાળકો ની સાં નાનું
બગસ
સૂક્ષ્મ તત્ત્વની વિશેષ સમજણ પ્રગટવા લાગી. આ સમયે ચિત્તમાં મોક્ષમાર્ગ વિશે વિચારણા ચાલવા લાગી અને એમણે નોંધપોથીમાં
લખ્યું : શ્રીમદ રાજચંદ્ર
• આ માર્ગ જન્મ-મરણાદિ દુ:ખોથી રહિત થવાનો છે. • તેનું ફળ અનંત સુખ છે. • દરેક જીવ સુખ જ ઇચ્છે છે. • તેથી મોક્ષમાર્ગ તે સુખમાર્ગ છે. • તેની પ્રાપ્તિ અતિશય પુરુષાર્થની અપેક્ષા રાખે છે.
• તેની પ્રાપ્તિ ક્રમથી થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર અમા
• તેનું મૂળ આત્મજ્ઞાન છે.
• આત્મા અને અનાત્માને ભિન્ન ભિન્ન લક્ષણો વડે જાણી આત્મભાવને અંગીકાર કરે અને અનાત્મભાવોની (વિભાવભાવોની) ઉપેક્ષા
કરે તે આત્મવિચારના અભ્યાસના ફળસ્વરૂપે નિર્વિકલ્પપણે સ્વરૂપના શ્રીમદ્ રાજચંદ્ર (વચનામૃત)
આનંદને વેદતો થકો સ્વસંવેદજ્ઞાનની પ્રસિદ્ધિથી આત્મજ્ઞાની થાય છે. • આત્મજ્ઞાનીને જ્ઞાની, વિવેકી, ધર્માત્મા, સપુરુષ, મહાપુરુષ, સંત, યોગી, મુમુક્ષુ વગેરે અનેક નામોથી સંબોધિત કરવામાં આવે છે.
• આત્મજ્ઞાનીને વૈરાગ્યભાવ હોય જ છે. • સર્વ જીવો પ્રત્યે તે મૈત્રી, કરુણાદિ ભાવનાઓ વડે વ્યવહાર કરે છે.
• ક્વચિત્ આત્મવિચારમાં, ક્વચિત્ ભગવદ્ભક્તિમાં, ક્વચિત્ તત્ત્વચર્ચામાં, ક્વચિત્ જાપમાં, ક્વચિત્ મૌનપણે સ્વભાવમાં વર્તતો તે જ્ઞાની શાસ્ત્રાનુકૂળ વ્યવહારવાળો હોવા છતાં સ્વતંત્રપણે વિચરે છે.
• લૌકિક સજ્જનતા, સવિચાર અને ગુણગ્રાહીપણું કે જે તેણે પ્રાથમિક ભૂમિકામાં જ પ્રાપ્ત કર્યા હતા તેથી આગળ વધતો તે હવે, પોતાની શક્તિ અનુસાર વ્રત-નિયમાદિને ગ્રહણ કરતો થકો વૃત્તિને વિશેષ અંતર્મુખ કરી આત્મભાવનાને દેઢ કરે છે અને આ પ્રકારે વિશેષ આત્મશુદ્ધિને સાધે છે; જેનું ફળ અતિશય એવું સમાધિસુખ છે.
- ૧૯૫૭ની નોંધમાંથી શ્રીમદ્ રાજચંદ્રની દૃષ્ટિ વિશાળ અને વ્યાપક હતી, તેમજ કોઈ સંકુચિત વાડામાં બંધાયેલી નહોતી. ડૉ. સોનેજી પણ સર્વધર્મસમભાવની ઉદારમતવાદી વિચારધારામાં માનતા હતા. આમ બન્નેનો ધર્મ પ્રત્યેનો અભિગમ ઉદાર હતો. શ્રીમદ્ રાજચંદ્રજીએ વર્તમાન દેશકાળને અનુરૂપ, અનુભવજન્ય અને પ્રયોગ હોવાથી, ડૉ. સોનેજીને, પોતાના વર્તમાન જીવનમાં ધર્મની ભાવનાની વૃદ્ધિ કરવા માટેની અનેક રૂડી કૂંચીઓ મળતી ગઈ. વળી બીજું કારણ એ હતું કે શ્રીમદ્ રાજચંદ્રજીએ આધ્યાત્મિકતાની મુખ્યતા રાખીને રોજબરોજની ફરજ બજાવવા છતાં, કેવી રીતે ધર્મ જીવનમાં ઉતારવો તેનું પ્રતિપાદન સ્પષ્ટ રીતે કરેલ છે. આ બધાં કારણોને લીધે શ્રીમદ્ રાજચંદ્રજીનો દિવ્ય બોધ ડૉક્ટર સોનેજી પર વધારે ને વધારે પ્રભાવ પાડતો ગયો. ‘ગ્રંથ'નું તત્ત્વજ્ઞાન પ્રારંભિક ધોરણે એના વિશિષ્ટ પારિભાષિક શબ્દો અને પ્રયોગોને કારણે વિશેષ સૂક્ષ્મતાથી સમજવામાં નહોતું આવતું. આ ગાળા દરમિયાન (ઈ.સ. ૧૯૫૭ થી માર્ચ, ૧૯૬૦) ચારેક વખત ગ્રંથનું વાચન થયું. ગ્રંથની અસર ભક્તિ-વૈરાગ્ય વધારવામાં સારી એવી થયેલી, પરંતુ જોઈએ એટલું માહાભ્ય અને મર્મ હજુ પામ્યા નહોતા.