________________
ક્યારેક એવું બને છે કે બુદ્ધિતત્ત્વને તાત્કાલિક ન સમજાય પણ એની પ્રભાવક અસર જરૂર પડે છે.
ડૉ. સોનેજીની બાબતમાં પણ આમ જ બન્યું. આ ગ્રંથના વાચનની અસરથી દૃઢ થયેલા સંસ્કારો પોતાનું કામ અવજાગ્રત મનમાં કર્યે જતા હતા; પરંતુ તેનો કાળ પાક્યો ઈ.સ. ૧૯૬૯માં; જે ત્યારથી માંડીને ઉત્તરોત્તર વધારે પ્રભાવ પાડતો જ ગયો. આજ દિન સુધી લગભગ બારથી પણ વધુ વખત આ ગ્રંથનું વાચન-મનન કર્યું અને ક્રમશઃ શક્તિ અનુસાર આત્મસાત્ થતો ગયો છે. અલબત્ત ત્યાર પછી ૧૯૬૯ થી ૧૯૭૩ના ગાળા દરમિયાન આ ગ્રંથ પુનઃ ત્રણેક વખત મનનપૂર્વક વાંચ્યો અને વીતરાગમાર્ગના દૃઢ અનુયાયી બનવા તરફ ઝોક વધ્યો. એક બાજુ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ગ્રંથનું વાચન થયું તો બીજી બાજુ માધવબાગ પુસ્તકાલયમાંથી ‘જ્ઞાનાર્ણવ’, ‘સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’, ‘તત્ત્વાર્થસૂત્ર-ટીકાઓ', ‘યોગબિન્દુ’, ‘યોગદૃષ્ટિસમુચ્ચય’, ‘આત્મબોધ’ જેવા અનેક પ્રાચીન ગ્રંથોના અભ્યાસ અને પરિચય પણ થતા રહ્યા. એને પરિણામે થયેલાં ચિંતનના નવનીતરૂપે કેટલાંક સૂક્તિ વચનોની તેઓના ચિત્તમાં સ્ફુરણા થઈ, જેને પોતાની રોજનીશી (૧૯૫૭)માં આ પ્રમાણે આલેખ્યાં :
૧. જ્ઞાન પામ.
૧૫. મદનને માર.
૨૮. મોટો શત્રુ છે કામ. ૨૯. નિજસ્વરૂપમાં વિરામ.
૨. શ્રદ્ધા ધાર.
૧૬. મોક્ષમાર્ગમાં ચાલ.
3.
મમતા માર.
૪. ધીરજ રાખ.
૩૦. શુદ્ધાત્મા સુખનું ધામ. ૩૧. સત્સંગ તે જ ઠામ. ૩૨. તત્ત્વદૃષ્ટિને પામ. ૩૩. સ્વરૂપશુદ્ધિ તે જ કાજ.
૩૪. અસંયમથી લાજ. ૩૫. અજ્ઞાનમાં દીવાસળી ચાંપ. ૩૬. અવિવેક તે જ પાપ.
૩૭. આમ તે જ બાપ.
૩૮. આત્મવીર્યને ઉછાળ.
૩૯. આત્માને જ પોતાનો જાણ.
૪૦. બોધિ-સમાધિ તે જ મારું રાજ.
૫. સમતા સાર.
૬. માનને ભાંગ.
૭. અપધ્યાન નિવાર.
૮. દઢતા ધાર.
૯. આત્મા સાચ. ૧૦. મોહને વિદાર.
૧૧. આશા ત્યાગ. ૧૨. સ્વાધ્યાયમાં લાગ.
૧૩. આત્મામાં રાગ.
૧૪. પરદ્રવ્યોથી વિરાગ.
૧૭. તત્ત્વમાં રાચ.
૧૮. આળસને ત્યાગ.
૧૯. કુબુદ્ધિને કાપ.
૨૦. મનને આત્મામાં સ્થાપ.
૨૧. ધર્મારાધનામાં ગાજ.
૨૨. નિજસ્વરૂપ જ સાચ.
૨૩. નિજદોષને માપ.
૨૪. પરદોષને વિસાર.
૨૫. સંયમથી સાજ.
૨૬. પ્રજ્ઞાને ધાર.
૨૭. પરમાત્માને પામ.
ડૉ. સોનેજીની જે આધ્યાત્મિક ભૂખ ઊઘડી હતી તે મુંબઈ નિવાસનાં લગભગ સાડા ત્રણ વર્ષ દરમિયાન મહદ્ અંશે સંતોષાઈ; એટલું જ નહિ પણ જીવનની દિશા નક્કી કરવામાં આ વાચને ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો. આ વર્ષોમાં લખાયેલી હાથનોંધમાંથી કેટલીક રત્નકણિકાઓ જોઈ જઈએ, અવલોકન કરીએ. જ્ઞાન લાધ્યું કુંદકુદાચાર્યથી, તો રોજબરોજનું જીવન જીવવું કેમ? શિખવાડ્યું કૃપાળુદેવે (શ્રીમદ્ રાજચંદ્રજીએ), એમ ઘણી વખત આત્માનંદજી કહે છે. જૈન ધર્મ પ્રત્યે આકર્ષણ વધતું ચાલ્યું.
અત્યાર સુધીના ધાર્મિક તથા આધ્યાત્મિક અભ્યાસને કારણે ડૉક્ટરની દૃષ્ટિ વિશાળ બની હતી. પોતે વૈષ્ણવ છતાં જૈન ધર્મ પ્રતિ આકર્ષાયા એમાં આ કે પેલો ધર્મ ચડિયાતો કે શ્રેષ્ઠ છે એવી વાત ગૌણ હતી; પરંતુ સાંપ્રદાયિક સંકુચિત વાડામાંથી મુક્ત થઈ, અથવા પર થઈ તટસ્થ ભાવે વિચારતા હતા અને તેથી આ અંગે તેઓ લખે છે.....
35
Private & Personal Use Only
www.jainelibrary.org