SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ મંદિર, શ્રી સીમંધરસ્વામી દિગમ્બર જૈન મંદિર વગેરે મંદિરોમાં જઈ ભક્તિ-વાચન-ચિંતન ચાલુ રહ્યાં અને સમુચ્ચયસાધનાએ સારો વેગ પકડ્યો. એક ડૉક્ટર પોતાની દવા - આત્માની દવા - શોધવા પ્રયત્નશીલ હતા. એક બાજુ પવિત્ર ડૉક્ટરી વ્યવસાય હતો તો બીજી બાજુ શાશ્વતની શોધનો પ્રયાસ હતો. એ માટે મંદિર હોય કે પુસ્તકાલય – જે મળે તેનો ઉપયોગ કરવાનું ચૂક્યા નહિ. ઈશ્વરકૃપાએ પ્રાપ્ત થયેલી અનુકૂળતા અને સમય વેડફાઈ ન જાય તેનું સતત ધ્યાન રાખી મહત્તમ ઉપયોગ કરવા લાગ્યા. ક્યારેક તેઓ માધવબાગ મંદિરની પાછળ આવેલા પુસ્તકાલયનો ઉપયોગ કરે તો ક્યારેક શ્રી પરમ શ્રુત-પ્રભાવક મંડળ (ઝવેરી બજારોમાં પહોંચી જાય. પોતાના આ પ્રકારના સ્વાધ્યાયમાં ડૉ. શ્રી ભગવાનદાસ એમ મહેતા, ડૉ. ડી. ડી. સંઘવી, ડૉ. વિદ્યાચંદજી શાહ, શ્રી શાંતિભાઈ સી. મહેતા અને શ્રી કાંતિલાલ એચ. શાહ વગેરે સજ્જનો અને અભ્યાસીઓનો ઠીક ઠીક સહયોગ રહ્યો. આમ ધર્મસ્થાનકો, ગ્રંથભંડારો, પુસ્તકાલયો અને ગુણિયલ જનોના સંપર્કમાં ધર્મનો અભ્યાસ અને ધર્મની ભાવના ઠીક ઠીક પ્રમાણમાં વૃદ્ધિ પામ્યાં હતાં. ધીમે ધીમે જૈન તત્ત્વજ્ઞાનથી પરિચિત થતા ગયા હતા. જૈન સમાજનાં વિવિધ સામયિકો મંદિરોમાં આવતાં હતાં. તેનું નિયમિત વાચન થવા લાગ્યું. તેને કારણે ભારતના બૃહદ્ જૈન સમાજના ત્યાગી-વર્ગની, શ્રાવક-વર્ગની અને વિભિશ આધ્યાત્મિક, સાંસ્કૃતિક ક્રિયાકલાપની ઠીક ઠીક માહિતી મળી રહેતી હતી. ઈ.સ. ૧૯૫૭માં “શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત'ની ઉપલબ્ધિ થઈ. કેટલાક મુમુક્ષુઓ શ્રીમદ્ રાજચંદ્રના ભક્તજનો અને પ્રશંસકો હતા. તેથી તેમની પ્રેરણા અને સમાગમથી, પરમ શ્રુતપ્રભાવક મંડળની કાલબાદેવી ઑફિસમાંથી તે ગ્રંથ ખરીદ્યો, જે આજે પણ તેઓ વાંચે છે. દર ૧૦-૧૨ વર્ષે એનું બાઇન્ડિંગ કરાવતા જાય છે. આમ શ્રીમદ્ રાજચંદ્ર-વચનામૃત ગ્રંથનો યોગ બન્યો. આ પહેલાં એમને રાજચંદ્ર વિશે ખાસ કોઈ માહિતી નહોતી. આ ગ્રંથના વાચન અને મનનથી આધ્યાત્મિક જીવન જીવવા માટે પ્રાયોગિક દિશામાં ખૂબ જ ઉપયોગી પાથેય અને માર્ગદર્શન મળ્યાં; પરમ પ્રેરણા પ્રાપ્ત થઈ અને જેમ જેમ તેનાં વાચન-મનન થતાં ગયાં, તેમ તેમ ધર્મભાવનાની વૃદ્ધિ અને | પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી (કૃપાળુદેવ) For Private & Personal Use Only Lontora www.alnelibrary.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy