SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તેમને મુકુન્દના આગળ ભણવા અંગેની મુશ્કેલીની ખબર પડી કે તરત જ તેમણે જ્ઞાતિનાં બે ટ્રસ્ટોમાંથી સ્કૉલરશીપ અપાવી. બ્રહ્મક્ષત્રિય વિદ્યોત્તેજક મંડળ તરફથી માસિક રૂ. ૧૫ ઉપરાંત અમદાવાદનાં બે ટ્રસ્ટો (શ્રી અચરતલાલ ગિરધરલાલ હિન્દુ શિક્ષણ ટ્રસ્ટ તથા લાલભાઈ દલપતભાઈ ટ્રસ્ટ, વહીવટ અરવિંદ મિલ્સ)માંથી પણ માસિક રૂ. ૧૦ની સ્કૉલરશીપ મળી. આમ, ભણવા સંબંધના તાત્કાલિક ખર્ચની ચિંતા તો ટળી. પણ કુટુંબના નિર્વાહનો પ્રશ્ન હતો જ. મોટાભાઈનાં સૂચન પ્રમાણે ક્યાંક ટ્યૂશન કરી આવક-પૂર્તિ કરવાનો વિચાર હતો. જેને હિન્દી ભણાવેલું તે મણિલાલ પૂજારાના કુટુંબ અને તેમના દીકરાએ તેમની ઓળખાણથી ટ્યૂશન અપાવ્યું અને માસિક રૂ. ૪૦ની આવક ચાલુ થઈ. આથી મોટાભાઈને પણ થયું કે મુકુન્દ મહિને રૂ. ૮૦ જેટલી રકમ બચત કરીને ઘરખર્ચ માટે આપી શકશે. તેથી તેમના મનને સમાધાન થયું અને તાત્કાલિક કુટુંબના નિર્વાહની ચિંતા હળવી થઈ ગઈ. આ પરિસ્થિતિ અંગે આત્માનંદજી જણાવે છે : “આખરે સૌના આશીર્વાદ સાથે મેડિકલ કૉલેજમાં દાખલ થયો (ઈ.સ. ૧૯૫૧). “ધાર્યું તો ધણીનું જ થાય’ એવી શ્રદ્ધા દેઢ થઈ અને અસંભવ હતું તે પ્રભુની કૃપાથી પાર પડ્યું. અને ઉમેરે છે : “વિધિના લખેલા લેખ કોણ બદલે? માટે પ્રભુ પરની શ્રદ્ધા દેઢ કરો આ વાત પાકી થઈ.” ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પ્રભુ ઉપરની શ્રદ્ધા એ મુકુન્દ પરના આધ્યાત્મિક સંસ્કારનું પરિણામ હતું. નહિ તો ક્યાં વિજ્ઞાનનો વિદ્યાર્થી અને ક્યાં યોગાશ્રમમાં જતો ભાવિક. આમ બાહ્ય રીતે દેખીતો વિરોધ છે, પરંતુ આંતરિક રીતે તો તત્ત્વશોધન જ છે. - ભાષા-સાહિત્યની રુચિ ધરાવનાર મુકુન્દ મેડિકલ લાઇન પસંદ કરી તેથી આશ્ચર્ય થાય ખરું. સામાન્ય પણ તેજસ્વી વિદ્યાર્થી એ લાઇન પસંદ કરે એવો સામાન્ય ખ્યાલ હતો. એથી વિશેષ કશું જ નહીં. નાનપણમાં પૂ. કાકાને ડૉક્ટર તરીકે જોયેલા તેના સંસ્કાર તથા “સ્વાર્થ સાથે પરમાર્થ (સેવા) પણ સધાશે અને કુટુંબને ઉપયોગી થવાશે’ એવા વિચારનું ફળ; નહિ કે મોટા ડૉક્ટર બનીને માત્ર ધનસંચય કે કીર્તિની લાલસા પરિસ્થિતિવશ, પ્રીતમનગરના મકાનનો મોટો, મુખ્ય અને હવા-ઉજાસવાળો રૂમ ખાલી કરી તેમના લેણદાર શ્રી વાડીલાલ ગાંધીને સોંપી દીધો, જેથી મહિને રૂ.૧૫નું ભાડું બચી ગયું. એક રૂમ અને રસોડું ઈ.સ. ૧૯૫૬ સુધી રાખ્યાં હતાં. મોટાભાઈને રૂ. ૧૪માં અટીરામાં ક્વાર્ટર્સ મળતું હતું તે સ્વીકારી બધા ત્યાં રહેવા માટે ગયા. ‘અટીરા’ કુદરતી સૌંદર્યનો સંતોષ મળે એ રીતે વિકસાવેલું છે. લોકો રવિવારને દિવસે દૂરદૂરથી એકાંત માટે, શાંતિ માટે ફરવા જતા હતા. આજે એ મહાનગરના વિકાસમાં વચ્ચે આવી ગયું છે, છતાં એની પ્રાકૃતિક જાહોજલાલી સાચવવા ઠીક ઠીક પ્રયત્ન થયો છે, એટલું આશ્વાસન ખરું. મુકુન્દ તો એકાંતપ્રિય. એને આ સ્થળ બહુ ગમી ગયું હતું. આમ તો જ્યાં જ્યાં એકાંત મળે છે તે સ્થળ એને માટે સ્વર્ગ હતું. પ્રાકૃતિક હોય તો વિશેષ ગમે, પણ અહીં રહેવાનું ભાગ્યે જ થતું. M.B.E.S.ના પહેલા બે વર્ષનો અભ્યાસ ઘીકાંટા આગળ આવેલી બી. જે. મેડિકલ કૉલેજમાં કર્યો. તે સમયમાં મેડિકલ કૉલેજ નવી બની રહી હતી. તે વખતે એશિયાની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ અસારવાચમનપુરા બાજુ બંધાતી હતી. ૧૯૫૪માં પૂર્ણ થતાં બી.જે. મેડિકલ કૉલેજ તથા ન્યૂ સિવિલ હોસ્પિટલ નવા સ્થળે ખસેડવામાં આવી. બાકીનાં ત્રણ વર્ષ ન્યૂ સિવિલમાં પૂરાં કરી ૧૯૫૬માં M.B.E.S. ડિગ્રી મુકુન્દ પ્રાપ્ત કરી. બાળપણમાં મિમિક્રી કરતો મુકુન્દ હવે ખરેખર ડૉ. મુકુન્દ સોનેજી થયો. 25
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy