________________
લગની,
લાગ પ્રભમાગની
એમ.બી.બી.એસ.ના અભ્યાસકાળ દરમિયાન ડૉ. સોનેજીની આધ્યાત્મિક લગની અભ્યાસને કારણે થોડીક મંદ પડી હતી પણ સંપર્ક ચાલુ હતો. એમાં ભરતી-ઓટનો કોઈ પ્રશ્ન નહોતો. લક્ષ્ય એક હતું કે સારી રીતે પાસ થવું. શરૂઆતનાં વર્ષોમાં મેડિકલ કૉલેજ ઘી-કાંટા નજીક હોવાથી ચાલીને જ જવાનું બનતું. સાયકલનો ઉપયોગ પણ નહોતો. નજીકમાં જ એમ. જે. લાયબ્રેરી એટલે બાકીનો સમય ત્યાં વાચનમાં પસાર થતો.
૧૯૫૧માં થયેલા આર્થિક આઘાત પછી કુટુંબની કળ ધીમે ધીમે વળતી હતી, બધું બરાબર ગોઠવાતું હતું. બધાં ભાઈ-બહેનોના અભ્યાસમાં કોઈ મોટો વિક્ષેપ ન પડ્યો, એનો સહુને સંતોષ હતો. બધાં કરકસરભર્યું જીવન ગાળતાં રહેતાં હતાં. ક્યારેક ડૉ. સોનેજી જાતે રસોઈ કરી લેતા. ‘કસોટી'નો સમય તો હતો પણ બધાં સાથે જ મળીને ‘સંઘર્ષ'નો સામનો કરતાં હતાં. પિતાજી પણ આવી ગયા હતા. બા-ભાઈ-બહેનો સૌ અટીરા રહેતાં.
ઈ.સ. ૧૯૫૪ની સાલ, ઑક્ટોબરનો મહિનો, દિવાળીનું વેકેશન. મેડિકલનો ૨૨ વર્ષનો વિદ્યાર્થી મુકુન્દ. પ્રીતમનગરના ઘરમાં, તે અને તેનાં બહેન હંસાબહેન રહે. પરંતુ દિવાળી વેકેશનમાં સૌ કુટુંબીજનો સાથે રહેવા માટે હંસાબહેન અટીરા જતા રહે. ઘરમાં એકલા એકલા રહેવાનું તેને ગમે. નજીકમાં મહેતા રેસ્ટોરન્ટ, ત્યાંથી એક આનાનું પડિયામાં શાક લાવે. ઘેર પૂરી બનાવી બે ટંક ખાઈ લે અને બાકીના સમયમાં સતત વાંચ્યા કરે.
એક દિવસ એમ.જે. લાયબ્રેરીમાંથી યોગાનુયોગ એક અમૂલ્ય પુસ્તક હાથ લાગ્યું. આમ તો પિતાજી પાસે આ પુસ્તકના મૂળ લેખક આચાર્ય કુંદકુંદસ્વામી વિશે થોડુંઘણું સાંભળ્યું હતું. પિતાજીના એક મિત્ર ચંદુલાલ શિવલાલ સંઘવી, ચંદુલાલની ૧૨ વર્ષની ઉંમરે તેમના પિતાજી વીરજીભાઈને ત્યાં મૂકી ગયા હતા અને કહેલું :
વીરજી, આ ચંદુને તારે ત્યાં રાખ અને ઠેકાણે પાડ.” ચંદુલાલ સમય જતાં સારું કમાયા અને અવારનવાર સોનગઢ રહેવા જતા. પિતાજી સોનગઢ રહેલા અને ત્યાંથી આવ્યા ત્યારે કુંદકુંદાચાર્યનું નામ મુકુન્દ તેમની પાસેથી સાંભળેલું અને તેમનો ફોટો પણ જોયેલો.
એમ. જે. લાયબ્રેરીમાંથી મુકુન્દને જે પુસ્તક મળ્યું તે પુસ્તક એટલે શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ સંપાદિત તથા ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત “શ્રી કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો. આ પુસ્તક હાથ લાગતાં ઘેર જઈ હીંચકા પર બેસી સવારે લગભગ ૧૦-૩૦ થી ૧-00 વાગ્યા સુધીમાં એકી બેઠકે વાંચી કાઢ્યું હતું (ઑક્ટોબર, ૧૯૫૪).
| બત્રીસે કોઠે દીવા પ્રગટ્યા હોય તેમ આ ગ્રંથનો ઘેરો પ્રભાવ પડ્યો. આંતરદશા ખૂલી, પ્રકાશ ફેલાયો, પૂર્વભવોના સંસ્કારો ઝંકૃત થઈ ઊઠ્યા અને પૂર્વની સાધનાનું અનુસંધાન થતાં તેના ગહન મર્મો ઊકલવા લાગ્યા. બસ, આત્માનો આનંદ આત્મામાં જ છે એવું પ્રતિપાદન કરતું એ સંકલનરૂપ પુસ્તક હતું. મુકુન્દને જીવનનો એક
ની લાગણી પ્રભાગતી લગની લાગી પ્રમાણાંની લાગણી વાળી પ્રભુમાગતી લગતી લાગી માયા તો