________________
O
ભરતી પછીઆટ
‘સોનેજી’ પરિવાર મોટો હતો. વેપાર વગેરેમાં બરકત હોવાને કારણે કુટુંબને કોઈ આર્થિક મુશ્કેલી નહોતી. બધા એકબીજા માટે ઘસાવા તૈયાર હતા. સંપ પણ સારો હતો. વીરજીભાઈ પોતાનાં બાળકોને પૂરતું શિક્ષણ મળે એની તકેદારી રાખતા હતા. એકબીજાને પરસ્પર ‘હૂંફ’ મળ્યા કરતી હતી. ઘરમાં સૌહાર્દપૂર્ણ વાતા૨વરણ હતું. બધાં ભાઈ-બહેનોમાં ખૂબ જ પ્રેમ હતો.
નસીબનું પાંદડું ઊલટ રીતે ફર્યું. ઈ.સ.૧૯૫૧માં મુકુન્દના પિતાજીને ધંધામાં મોટી ખોટ આવી. ખોટ એટલી મોટી હતી કે ઘર-વખરી વેચવાનો સમય આવ્યો. પ્રતિષ્ઠા ધૂળમાં મળી જતી હતી. કુટુંબને ઘણો મોટો આઘાત લાગ્યો. પ્રતિષ્ઠા બચાવવા, લોકોની સામે મોં નહીં બતાવી શકવાને કારણે પિતાજી સૌને છોડીને, ગુપ્તવાસમાં પ્રથમ ધ્રાંગધ્રા અને પછી સૌરાષ્ટ્રના સોનગઢમાં ચાલ્યા ગયા.
આઠ (મોટી બહેન કુસુમ તેના સાસરે હોવાથી) માણસના કુટુંબના નિર્વાહનો વિકટ પ્રશ્ન આવીને ખડો થયો. મોટાભાઈ રસિકભાઈ બી.એસસી. થઈ, રૂ.૧૪૦ ના પગારથી અટીરામાં નોકરી કરતા હતા. આટલી રકમમાં માણસનું ઘર કેવી રીતે ચાલે? મોટાભાઈ કહે, “મુકુન્દ, તેં હિન્દીની ‘રત્ન’ સુધીની પરીક્ષાઓ આપી છે તો હવે શિક્ષક તરીકેની નોકરી લઈ લે તો ઘરને ટેકો મળે.’’
મુકુન્દે આ વર્ષે જ ‘ઇન્ટર સાયન્સ'ની પરીક્ષા સારા માર્ક્સ મેળવીને પાસ કરી હતી. હવે કરવું શું? મૂંઝવણ હતી. એક બાજુ કુટુંબ તો બીજી બાજુ કારકિર્દી. એક બાજુ રોટલાનો સવાલ હતો તો બીજી બાજુ ભવિષ્યની કારકિર્દીનો. પણ સાથોસાથ વાસ્તવિકતા એ હતી કે વધુ અભ્યાસ થાય એવી આર્થિક સ્થિતિ નહોતી. એક બાજુ કુટુંબના નિર્વાહની ફરજ હતી, તો બીજી બાજુ તત્કાળ જ આગળ ભણવા માટેનો નિર્ણય લેવાનો હતો.
સૌ કોઈ કહે કે આટલા સારા માર્ક્સ આવ્યા છે તો મેડિકલમાં જવું જોઈએ. જો તરત જ નિર્ણય ન લેવાય તો મેડિકલમાં એડમિશન બંધ થઈ જાય. શું કરવું? કેમ કરવું?
આ બધી દ્વિધા વચ્ચેય આત્માનંદજી જણાવે છે : “મને પ્રભુમાં વિશ્વાસ છે, જે પ્રભુ કરશે તે સારા માટે જ
કરશે.”
અને સાચે જ, ત્રણ બાજુએથી જાણે સહાયનો વરસાદ વરસ્યો!!
તેઓની તદ્દન નજીકના બંગલા (નં. ૮૩)માં જયાબહેન દેસાઈ રહે. તેઓ પોતે સમાજ-સેવક અને તેમના મોટા પુત્ર દિનેશભાઈ દેસાઈ પ્રસિદ્ધ રોટેરિયન તેમજ એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક હતા. તેમણે મુકુન્દની સાથે જઈને મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. બર્વેસાહેબને સમજાવ્યા, તેથી મેડિકલ કૉલેજમાં ફ્રીશીપ મળી પણ આટલેથી પૂરું થાય એમ નહોતું.
બીજી બાજુ તેમના દૂરના ફુઆ શ્રી ચતુર્ભુજ સોનેજી મુંબઈમાં પારલે(પશ્ચિમ)માં ‘પ્રસન્ન નિવાસ’માં રહે.
24
રતી પછી પેટ ભરતી પછી ઓટ ભરતી પછી પેટ ભરતી પછી ઓટ ભરતી થી