________________
ઈ.સ.૧૯૪૭નું વર્ષ વર્તમાન આત્માનંદજીના સંસ્કારઘડતરનું દીવાદાંડીરૂપ વર્ષ ગણી શકાય.
આ વર્ષમાં ધાર્મિકતાનાં સમજણપૂર્વકનાં બીજ વવાયાં. મુકુન્દના મોટા ભાઈ રસિકલાલ રામકૃષ્ણ પરમહંસના પરમ ભક્ત. ૧૯૪૭માં તેઓ એમ. જે. લાયબ્રેરીમાંથી વાંચવા માટે રામકૃષ્ણ પરમહંસનાં ‘વચનામૃતો' લાવે, વાંચે અને મુકુન્દને વાંચવા માટે આપે. The Gospel of Shri Ramkrishna (મહેન્દ્રનાથ ગુપ્તાનું) એ પુસ્તક કાયમ માટે ઘરે રાખે અને પંદર-પંદર દિવસે લાયબ્રેરીમાં રિન્યૂ કરાવે. આ પુસ્તક ન્યૂયૉર્ક ‘રામકૃષ્ણ મિશન'ના વડા સ્વામી નિખિલાનંદજીનું અંગ્રેજી ભાષામાં કરેલ ભાષાંતર હતું. એનો ગુજરાતી અનુવાદ એ સમયે પ્રગટ થયો નહોતો. તે વખતમાં મોટે ભાગે પુસ્તકો અંગ્રેજીમાં મળે. એ રીતે લાયબ્રેરીમાંથી અંગ્રેજી પુસ્તકોનું વાચન કેટલાય મહિનાઓ સુધી સારા પ્રમાણમાં થયું અને તેથી પ્રભુભક્તિ, વિનય, વૈરાગ્ય, નામસ્મરણ, એકાંત સાધના વગેરે સંસ્કારો દૃઢ થયા. દર્શન અને અંગ્રેજી ભાષા બન્ને ઉપરનું પ્રભુત્વ આવતું ગયું.
દિવ્યજીવન સંઘના સંસ્થાપક, પૂજ્યપાદ સ્વામી શ્રી શિવાનંદ સરસ્વતી સાથે રસિકભાઈનું સીધા પત્રવ્યવહાર દ્વારા અનુસંધાન ચાલે. શિવાનંદજી દ્વારા એમને ‘સાધનારત્ન’નો ઇલ્કાબ મળેલો. સવાર-સાંજ એમનું સાહિત્ય વાંચ્યા કરે અને અગાસીમાં જઈને ધ્યાન ધરે. એમનું જોઈને મુકુન્દને પણ ધ્યાન ધરવાનું મન થાય. એમની સાથે જઈને બેસી જાય. જોકે ધ્યાન એટલે શું એની કશી સમજ નહોતી, પણ આંખો બંધ કરી ટાર બેસવું એટલો ખ્યાલ. એમનું સાહિત્ય વાંચવાની પણ મજા પડતી. અડધું ન સમજાય, પણ રસ પડવા લાગ્યો.
‘રામકૃષ્ણ પરમહંસ’ પુસ્તકના બે મુખ્ય બોધસ્તંભો : કાંચન અને કામિનીનો ત્યાગ, જ્યાં સુધી કાંચન અને કામિનીની આસક્તિનો સાધક ત્યાગ ન કરે ત્યાં સુધી ભગવાનનાં દર્શન એને માટે દુર્લભ, માટે એ બન્નેનો ત્યાગ યથાર્થપણે કરવો એવો આગ્રહ એ બોધમાં જોવા મળતો. રસિકભાઈ પણ એ દિશામાં ગતિ કરતા હતા.
મુકુન્દ ઉપર રસિકભાઈના ધાર્મિક જીવનની ગાઢ અસર થઈ. આશ્રમ રોડ પર ટાઉનહોલ સામે સંન્યાસ િઆશ્રમ અને પ્રીતમનગરમાં અખાડા સામે યોગ-સાધન-આશ્રમ. ‘યોગ-સાધન-આશ્રમ’માં દર રવિવારે સવારે,
અગિયારસની રાત્રે અને પર્વોના દિવસોમાં મોટાભાઈ સાથે મુકુન્દ પણ ભજન અને કીર્તનનો લાભ લેતો. બીજી બાજુ ધાર્મિક સાહિત્યનો અભ્યાસ પણ ચાલુ થઈ ગયો હતો. ૧૯૪૭ થી ભજનો સાંભળતા હતા. આશ્રમમાં “કૃષ્ણામૈયા’ ભજન કરાવે. કૃષ્ણામૈયા એટલે મુમુક્ષુ તરીકે આવતાં સુમિત્રાબહેન-બેબીબહેનનાં ‘બા’. બન્ને માદીકરી સુંદર રીતે ભાવવાહી રીતે ભજન કરે. કૃષ્ણામૈયા તો ભજનમાં ઓતપ્રોત થઈ જાય, કંઠ પણ સુંદર, મુકુન્દને તો તેમનાં ભજનો સાંભળી અત્યંત પ્રસન્નતા થાય. અન્યનાં ભજનો ગમે ખરાં, પણ વધારે આનંદ કૃષ્ણામૈયાનાં ભજનોમાં આવે. ભજનો સાંભળતી વખતે ક્યારેય ચંચળતા આવે નહિ. એકચિત્તે સાંભળે. તન્મય થઈ જાય.
વિANANી
14
Jain Education Internallonal
For Private & Personal Use Only
www.jainelibrary.org