________________
શારીરિક નબળાઈ હતી. મન મજબૂત એટલે અખાડાની કસરત ચાલે. આ અરસામાં વિશેષ કોઈ વાચન થયું નહીં.
ત્રણ-ચાર વર્ષમાં મોટાભાઈ રસિકભાઈ અને મુકુન્દે સ્કૂલમાં વિવિધ પ્રવૃત્તિને કારણે સારી નામના મેળવી. તેઓ નિશાળમાં ‘સોનેજી બ્રધર્સ' નામે જાણીતા થયા. મુકુન્દનો કંઠ મધુર હોવાથી શિક્ષક એમની પાસે ‘ભીંતે ઝૂલે છે તલવાર..’ ઉપરાંત અન્ય કવિતાઓ, ભજનો અને લોકગીતો ગવડાવે. તથા ‘પોઢો પોઢો પારણે મારા બાળુડા વનરાજ' કવિતા પણ ગવડાવે. પાંચમા કે છઠ્ઠા ધોરણની એ કવિતા હશે એમ સ્મૃતિમાં છે.
મુકુન્દ ચોથા ધોરણમાં (તે વખતના 4th standard) આવ્યો ત્યારે ‘હિન્દી’ને રાષ્ટ્રભાષા બનાવવી એવું ભાવાત્મક મોટું આંદોલન ચાલતું હતું. કેટલાક શિક્ષકો સ્વૈચ્છિક રીતે પ્રચાર કરી, વર્ગો લઈ, રાત્રિવર્ગો લઈ સેવા આપતા હતા. આપણી પોતાની એક વ્યવહારભાષા - સંપર્કભાષા હોવી જોઈએ. ભલે ભાષા જુદી હોય, ખાનપાન જુદાં હોય, વેશભૂષા અલગ હોય, પણ સમગ્ર દેશ એક ભાષાસૂત્રથી જોડાય એવી પ્રજાની-નેતાઓની ઇચ્છા ખરી. પ્રચાર માટે ‘હિન્દી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ'નું કાર્યાલય કામ કરે. તે જુદા જુદા પ્રકારે અભ્યાસક્રમ નક્કી કરી જરૂરી પુસ્તકો છપાવે અને ઠેર ઠેર એનાં કેન્દ્રો ઊભાં કરી પરીક્ષા લેવાય. એનું મુખ્ય કાર્યાલય (Head Quarter) વર્ધા (મહારાષ્ટ્ર)માં હતું.
ઠાકર્સ હાઈસ્કૂલમાં ‘આર્યસાહેબ’ કરીને હિન્દીના શિક્ષક હતા. પોતે અત્યંત ઉત્સાહી અને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ રેડીને કામ કરાવે. તેજસ્વી વિદ્યાર્થીઓને બોલાવી વર્ષાની પરીક્ષાઓ આપવાનું કહે. મુકુન્દને બોલાવી કહ્યું, “‘રાષ્ટ્રભાષા’ની બધી પરીક્ષાઓ એક પછી એક આપ.” ને મુકુન્દે તે પ્રમાણે કર્યું.
૧૯૪૬-૪૭ના વર્ષમાં દેશનું વાતાવરણ દેશભક્તિના નારોઓથી ગુંજતું હતું. ‘આઝાદી’ની પૂર્વસંધ્યાનો ગાળો હતો. દેશ માટેનું કોઈ પણ કામ ઉત્સાહથી થતું. એક પછી એક પ્રારંભિક, પ્રવેશ, પરિચય અને છઠ્ઠા ધોરણમાં ‘કોવિદ’ની પરીક્ષા આપી, કારણ કે છેલ્લા વર્ષમાં-મેટ્રિકમાં-વધારે વાંચવાનું હોય.
રાષ્ટ્રભાષાની ‘પરિચય' પરીક્ષા આપ્યા પછી મુકુન્દને હિન્દીના વર્ગો લેવાનું આર્ય સાહેબે કહ્યું, “હિન્દી ભાષા આપણી રાષ્ટ્રીય એકતા માટે જરૂરી છે, બધા લોકો શીખે એ જરૂરી છે. એટલે તું બધાંના વર્ગો લે એ સારું.”
એક બાજુ હિન્દી ભાષા અને સાહિત્યનો પરિચય થવા માંડ્યો જેના પરિણામ સ્વરૂપે ડૉ. સોનેજી પાસેથી હિન્દીમાં રોજનીશી અને આગળ જતાં હિન્દીમાં આધ્યાત્મિક વ્યાખ્યાનો મળ્યાં. ગુજરાતની સીમા પાર પરપ્રાંત અને પરદેશમાં હિન્દી અને અંગ્રેજીના કારણે આધ્યાત્મિક વ્યાખ્યાનો માટેનો પ્રવાસ સંભવ બન્યો.
સોનેજી કુટુંબમાં ઇતિહાસ, ભૂગોળ અને દર્શનશાસ્ત્ર ઉપરાંત ભાષાઓ એ મુખ્ય પસંદગીના વિષયો ગણાય. મુકુન્દની રુચિ પણ એમાં જ અને એને લગતું વાચન પણ ધીમે ધીમે વધવા માંડ્યું હતું. જ્ઞાનની ક્ષિતિજ વિસ્તરતી જતી હતી અને પરિપક્વતા તરફ આગળ વધતી હતી. મોટાભાઈ સિકભાઈનો ગણિત અને ભૌતિકશાસ્ત્ર પર કાબૂ સારો હતો અને તેના ફળસ્વરૂપે ૧૯૪૯માં બી.એસસી. થઈ અટીરા (અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ ઍસોસિએશન)માં નોકરીએ લાગી ગયા. એ જ વર્ષમાં એટલે ઈ.સ. ૧૯૪૯માં મુકુન્દ મેટ્રિક્યુલેશનની પરીક્ષા સારા ગુણાંક સાથે પાસ કરી.
મુકુન્દને હવે મહાપુરુષોનાં જીવનચરિત્રોમાં રસ પડવા લાગ્યો. વાચન પણ વધવા લાગ્યું. સુવાક્યો પોતાની નોંધપોથીમાં ટપકાવવા લાગ્યા. વ્યવસ્થિત સંગ્રહ કહીએ એટલાં બધાં અવતરણો નોંધવા લાગ્યો. હજુ સુધી ધાર્મિકતાનો અભ્યાસ નહોતો પણ સારા જીવન માટે શું એકત્ર કરી શકાય એ ખ્યાલ સ્પષ્ટ થતો ગયો. સારી સારી કવિતાઓ, પદો વગેરે કંઠસ્થ કર્યાં. નરસિંહ-મીરાંનાં પદોની તેને મોહિની લાગી. એક રીતે જોઈએ તો
Jain Education International
13
For Private & Personal Use Only
www.jainelibrary.org