________________
પ
જીવનસાધનાનું
પ્રભાત
આમ જોઈએ તો ૧૯૪૭ થી ૧૯૫૪ સુધીનો સમયગાળો મુકુન્દના સાધનાજીવનનો પહેલો તબક્કો ગણાય. આ વર્ષો દરમિયાન એક બાજુ દેશને ૧૯૪૭ની ૧૫મી ઑગસ્ટે આઝાદી મળી, તો બીજી બાજુ ધાર્મિકતાનાં બીજ રોપાયાં. આ જ ગાળા દરમિયાન મધ્યયુગના શંકરાચાર્ય, રામાનુજાચાર્ય અને કબીરથી માંડીને ભારતના વિવિધ પ્રાંતોના સંતો-ધર્માત્માઓનું સાહિત્ય ખૂબ જિજ્ઞાસાથી વિપુલ માત્રામાં વાંચ્યું અને જે જે સારું લાગ્યું તેની પોતાના અંગત ઉપયોગ માટે નોંધપોથીઓ બનાવી. અનેક આધ્યાત્મિક પદો, દોહરાઓ અને ભજનો કંઠસ્થ કર્યાં, એટલું જ નહિ પરંતુ ગુજરાતી ભાષાના કવિઓની જીવનપ્રેરક કવિતાઓ અને ગઝલોમાં પણ રસ પડ્યો અને કેટલીક વારંવાર ગાવાથી કંઠસ્થ થઈ ગઈ. આ વાતનો અનુભવ આજે પણ આપણને આત્માનંદજીનાં સ્વાધ્યાયો તથા પ્રવચનોમાં જોવા મળે છે. તેઓ સુમધુર કંઠે ભક્તિપદોની પંક્તિઓ સંદર્ભ સહિત લલકારે છે અને ક્યારેક તો ગાતાં ગાતાં ભાવસમાધિમાં ચાલ્યા જતા હોય એવો મુમુક્ષુ-સાધકને અનુભવ થાય છે; જેનાથી ભક્તિનાં દિવ્ય સ્પંદનોનો શ્રોતાઓને પણ લાભ મળે છે.
આ રીતે તેઓને ભક્તિ અને તત્ત્વજ્ઞાનનાં રહસ્યોનાં મનન અને ગુંજન દ્વારા પોતાના જીવનમાં આધ્યાત્મિક સંસ્કારોની દઢ છાપ નિરંતર વર્ધમાન થતી ગઈ.
સાચનની રુચિ અને શોખ તો બાળપણથી જ હતાં. જીવનમાં કે વાચનમાં ‘સારું એ મારું’ એ દૃષ્ટિ હતી. વળી સામાજિક-ધાર્મિક અનુભવમાં વૃદ્ધિ થતાં ‘સારું એ મારું’ એવો દષ્ટિકોણ વિકસ્યો હતો. એમના જ શબ્દોમાં જોઈએ તો “જીવનમાં ૧૫-૧૬ વર્ષની વયથી જ એવી ધૂન ચઢેલી કે આપણે શાશ્વત અને સર્વોત્કૃષ્ટ એવો નિજાનંદ મેળવવો છે અને તે, પરમાત્મતત્ત્વના સાક્ષાત્કારથી જ બની શકશે એવો નિર્ણય આ દેહધારીને (આત્માનંદજીને) થઈ ગયેલો.’’
સામા
Jain Education I
15
એ સમયે અમદાવાદનો લૉ કૉલેજનો વિસ્તાર અને એની નજીક આવેલ સમર્થેશ્વર મહાદેવનું મંદિર શાંત સ્થળો હતાં. એની સામેના ભાગમાં તળાવડીઓ હતી. મુકુન્દને આ સ્થાન બહુ ગમે. એકાંત બહુ પ્યારું. વાચન-મનન માટે ઘરમાં એકલા રહેવાનું થાય તો બહુ ગમે, એટલું વાચન વધારે થાય ને! શાંત વિસ્તાર જોઈએ. એમ. જે. લાયબ્રેરી અને લૉ કૉલેજની આસપાસનો શાંત વિસ્તાર હવે વધુ અનુકૂળ લાગ્યાં. અહીં જ આધ્યાત્મિકતાના એકડા ચૂંટાયા. મુકુન્દને
જીવનસાધનાનું Forphvate & Personal use વાહન પ્રભાત IICIILIIww.jainalura org