________________
Oો છો . કોઈ કોઈ છોટો હો હો હો હો હો હો હો છો,
આ બધા વચ્ચે ક્યારેય ખોટું ચલાવી ન લે. ભણવાના ભોગે બીજી રમવા કરવાની પ્રવૃત્તિ કરે એવું નહિ. હા, કુટુંબીજનોને એમનો ક્રિકેટ કે પતંગનો શોખ જોઈ ચિંતા થતી હતી ખરી. આ સમયે ભણવામાં પાછી પાની થાય તો મુકુન્દને ખૂબ દુ:ખ થાય એવું એમનું વલણ છેક સુધી રહ્યું.
| નવ-દસની ઉંમર સુધીમાં મંદિરે જવા સિવાય વિશેષ કોઈ ધાર્મિકતા જોવા મળતી નથી. પણ ગમાઅણગમાનું ઘડતર આંતરિક રીતે થતું જોવા મળે છે.
બીજી બાજુ ૧૯૩૯માં ભારતમાં આઝાદીનું આંદોલન તથા ચળવળ સક્રિય બનતાં જતાં હતાં. આ સમયે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. જર્મની અને જાપાન વધારે આક્રમક હતા. બ્રિટનની હાલત સારી નહોતી. રશિયાઅમેરિકા વહારે હોવા છતાં જર્મનીનો નરસંહાર હાજા ગગડાવી દેતો હતો. જાપાનને કાબૂમાં લેવા અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબૉમ્બ નાંખ્યા. લાખો માણસો જોતજોતામાં સ્વાહા થઈ ગયા. બચ્યા એય મરવા જેવા વિકલાંગ અને લાચાર. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો. જાપાન અને જર્મની હારીને શરણે આવ્યા, પણ બ્રિટન ખોખરું થઈ ગયું.
આ પરિસ્થિતિમાં, ભારત બ્રિટનનો ગુલામ દેશ હોવાથી એની ઘેરી અસર થઈ. અનાજનું રેશનિંગ દાખલ થયેલું, માત્ર નિયત દુકાનોમાંથી જ કાર્ડ ઉપર અનાજ મળે. ઘઉં ન મળે, ચોખા ન મળે. લોકોને ખાવાના ફાંફાં પડવા લાગ્યા. ભારતની પ્રજાની અત્યંત કરુણ દેશા હતી. આઝાદીની લડત તો ચાલતી હતી પણ તેમાં બ્રિટનની સ્થિતિ અને ભારતની પ્રજાની હાડમારી બંનેએ આઝાદીની તે લડતને વેગ આપ્યો. ગાંધીજીએ દિશા ચીંધી. લોઢું ગરમ હોય ત્યારે જ ઘા મરાય એ ન્યાયે ગાંધીજીએ ભારત છોડો(Quit India)નું આંદોલન જાહેર કર્યું. “અંગ્રેજો , અહીંથી ચાલ્યા જાવ. અમારું જે થવાનું હોય તે થાય પણ તમે જાવ.”
પ્રજામાં અનેરો ઉત્સાહ આવ્યો. ૧૯૪૨ની ચળવળ દરેક ગામડાંઓમાં અંતરિયાળ સુધી પહોંચી ગઈ. સ્કૂલમાં બાળકોથી માંડીને સૌનું સૂત્ર એક જ – “આઝાદી”. લોકોએ સ્કૂલ-કૉલેજો છોડી, નોકરીઓ છોડી, ધંધા સીમિત કર્યા અને '૪૨ની લડતમાં ઝંપલાવ્યું.
અમદાવાદમાં લડતનાં બે મુખ્ય સ્થાનો : એક રાયપુર ખાડિયામાં અને બીજું નદી પારની સોસાયટી પ્રીતમનગરના અખાડામાં અને પાસે જૈન સોસાયટીમાં આવેલા “આઝાદ કૂવા” પાસે બધા ભેગા થતા. ચંદ્રકાંત વ્યાસ, ચંદ્રકાન્ત શાહ, સ્વ. નિરુભાઈ દેસાઈ (ગુજરાત સમાચારની ‘વાસરિકા'ના કટારલેખક) જેવા નામીઅનામી અનેક ભાઈઓ અખાડામાં આવતા અને ‘લડત'નું આયોજન કરતા.
એ વખતે ‘સરસ્વતીચંદ્ર' કરીને એક ભાઈ આવતા. તેઓએ કહ્યું : “ચાલ મુકુન્દ, આપણે દેશને આઝાદ કરવાનો છે."
એટલે શું કરવાનું?” મુકુન્દને કંઈ ખબર ન પડવાથી પૂછતો. માંડ ૧૧ વર્ષની ઉંમરે બીજી તો શી ખબર
પડે?
.....એટલે બધી નિશાળો બંધ કરી દેવાની, રેલવેના પાટા ઉખાડી નાખવાના, કોઈને સરકારી ટેક્ષ નહીં ભરવાનો.”
“એક કામ કર, મુકુન્દ. ચાલ, મારા ખભા પર બેસી જા.”
Jl Edotion Interior
For Private
Perso
ne only
www.jainelibrary.org