SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સરફરોશીકી dual આમ, મુકુન્દમાં ધીમે ધીમે ધર્મનાં-ભક્તિનાં બીજ રોપાતાં ગયાં. જે કંઈ કરે તે ભાવથી, શ્રદ્ધાથી અને નિષ્ઠાથી કરે. ક્રિયા કરવા ખાતર કે કોઈને બતાવવા ખાતર નહીં. આપણે જેને લૌકિક ભાષામાં ‘દંભ’ કહીએ છીએ એવું કરે નહિ. આ સ્વભાવને કારણે મુકુન્દને એક ફાયદો એ થયો કે ધીમે ધીમે એમના અંતરમાં ધર્મનાં મૂળિયાં ઊંડાં ઊતરતાં ગયાં. સભાનપણે હજુ કશું નહિ, પણ સહજપણે બધું થતું હતું. - બીજી બાજુ ભણવા અંગેની નિષ્ઠા તીવ્ર હતી. વધારે લાગણીશીલ (Sensitive) સ્વભાવ. શ્રેષ્ઠ વસ્તુ પામવી એ લક્ષ્ય હંમેશાં રહ્યું છે. જે કંઈ કરીએ તેના મૂળ સુધી પહોંચવાની હંમેશાં ઇચ્છા થતી. પછી એ ધર્મ હોય કે શિક્ષણ. ઊંડા ઊતરી ‘ટૉપ' ઉપર પહોંચવું. ઊંચાઈ સિદ્ધ કરવી એ સ્વાભાવિક ગુણ હતો. | ડૉક્ટરકાકા(ડૉ. એમ. ટી. સોનેજી)ને જોઈ, બાળપણમાં ચાર વર્ષની ઉમરે, કાને સ્ટેથોસ્કોપ ભરાવી મુકુન્દ કહે, “હું મોટો ડૉક્ટર બનીશ.” ડૉ. મૂળજીકાકાનો એ વખતે વટ પડે. ઇસ્રીટાઇટ કપડાં પહેરે, રોજ સૂટ બદલે, એમનો મોભો જોઈ એમના જેવા બનવાનું મન થાય. આગળ જતાં એ સાચે જ મોટા ડૉક્ટર બન્યા. આ હકીકતના શ્રેષ્ઠ વસ્તુ પામવાની એમની ઇચ્છાનું પરિણામ જ સમજવું રહ્યું. - પુત્રનાં લક્ષણ પારણામાંથી થાય. કોઈ ખોટું કરે કે કરવાનું કહે તે મુકુન્દને અનુકૂળ ન આવે, ગમે નહીં. ભલે નીતિના મોટા પાઠ ભણ્યા ન હોય, પણ સારું શું ને ખોટું શું એની આછીપાતળી ખબર પડે. આત્માનંદજીના શબ્દોમાં કહું તો ‘સમતા રાખવાની મુશ્કેલી પડે.” અહિંસાનાં સૂક્ષ્મ બીજ અહીં રોપાતાં લાગે છે, જે આગળ જતાં જૈન તત્ત્વજ્ઞાન તરફ ઢળવામાં પરોક્ષ રીતે ઉપકારી નીવડ્યાં હોય! વિદ્યાર્થી મુકુન્દને વર્ગમાં બીજો નંબર આવે તો રડવા માંડે. તે વખતે એવી પ્રથા હતી કે દરેક પીરિયડે વિષય પ્રમાણે નંબર બદલાય. આમતો પહેલો નંબર હોય, પરંતુ ગણિતનો વિષય આવે એટલે નંબર ત્રીજો-ચોથો ઊતરી જાય. બીજા વિષયોની સરખામણીમાં ગણિત વિષય કાચો. દાખલા આવડે નહિ. એ વખતના તેમના સહાધ્યાયીઓ વેણીલાલ મિસ્ત્રી, જે મોટા ઇજનેર બન્યા અને અરવિંદ કેશવલાલ શાહ, ગણિત વિષયમાં મેદાન મારી જાય, ને તે રડતો રહી જાય! ચોથા ધોરણ સુધીમાં તો અનેક સહાધ્યાયીઓ અને મિત્રો મળ્યા. તોફાન કરે ખરા પણ તોફાની નહિ. ક્રિકેટમાં પણ ખૂબ જ રસ. ફોજદારના દીકરા ઘનશ્યામભાઈ ઝાલા, હુસેનમિયાં કાળુમિયાં વગેરેની સંગતમાં મસ્ત રહેતા. એ વખતે પાકિસ્તાન હતું જ નહીં અને કોઈ ભેદભાવ પણ નહોતા. રકોણીથી તમો સોશીડી તગંગા સરમણીકી તલકા સરોણકી તમન્ના સરફરોશી કી તો
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy