________________
બાળ-ખ્યાલને હસી લેતા.
નવા વાતાવરણે હળવાશ આણી.
પિતાજીને શાંતિ જોઈતી હતી. અહીં આવ્યા પછી ભણવાનું ચાલુ થયું. મુકુન્દને અમદાવાદ મ્યુનિસિપલ શાળા નં. ૧માં આ સમયે(૧૯૩૮માં) બીજા ધોરણમાં દાખલ કરવામાં
આવ્યો. નવી નિશાળ, નવું વાતાવરણ. સહેજે ગમે નહીં.
| એકલું લાગે. આ વખતે રમેશ વનેચંદ મહેતા નામના છોકરાએ અમદાવાદ મ્યુનિસિપલ પ્રાથમિક શાળા નં. - ૧
| તેમને હિંમત આપી અને કહ્યું, “મુકુન્દ! ગભરાતો નહીં, મારું ઘર સાવ નજીકમાં છે.” રિસેસમાં તેને ઘરે લઈ જાય. હીંચકા ખવડાવે. નાસ્તો પણ આપે.
લગભગ ૫૦ વર્ષ પછી પણ આ આખું કુટુંબ કોબાનું ભક્ત બની ગયું છે. આઠ વર્ષ પહેલાં રમેશભાઈ તો હૃદયરોગથી ગુજરી ગયા; પણ તેમના ઘરના ચાર સભ્યો અને તેમનાં પત્ની નિયમિત કોબા આશ્રમનો લાભ લે છે. રમેશભાઈનાં પત્ની ચન્દ્રાબહેન, રમેશભાઈનાં બહેન ઈલાબહેન, રમેશભાઈના એક નાના ભાઈ શિરીષભાઈ મહેતા અને તેમનાં પત્ની પદ્માબહેન, મરીન લાઇન્સ, મુંબઈ જેમની દીકરીના વિવાહ કૃપાળુદેવની દીકરીના પૌત્ર સાથે ૧૯૯૭ની શરૂઆતમાં થયા. રમેશભાઈના સૌથી નાના ભાઈ પ્રવીણચંદ્ર મહેતા, જેઓ એન્જિનિયર તરીકે લોસ એન્જલસ (અમેરિકા) સ્થિર થયા છે અને પત્રવ્યવહારથી આત્માનંદજીના ઘનિષ્ઠ સંપર્કમાં રહે છે. દર વર્ષે કોબા આવે છે. ડિસેમ્બર ૧૯૯૭ની બીજી શિબિર(૧૭-૧૨-૯૭ થી ૨૪-૧૨-૯૭)ના તેઓ અગ્રેસર રહ્યા છે. મહેતા પરિવાર, કોબા આશ્રમમાં સાધના કુટિર બંધાવી છે અને બૃહદ્ પરિવારના કોઈ ને કોઈ સભ્યો વર્ષમાં દસેક માસ રહીને સેવા-સાધના કરે છે; આમાં શિરીષભાઈ અને પ્રવીણભાઈ મુખ્ય છે. શિરીષભાઈ, કે જેઓ દસ મહિના કોબામાં રહે છે તેઓ અને તેમનાં ધર્મપત્ની (સ્વ.) પદ્માબહેને સંસ્થાની ચાર વર્ષ સુધી વિવિધ રીતે સેવાઓ કરી છે અને રજત-જયંતિની ઉજવણીમાં પણ ખૂબ યોગદાન આપેલ છે. શિરીષભાઈ સુંદર ભક્તિ કરાવે છે અને વિદ્યાભક્તિ-આનંદધામ ગુરુકુળમાં વિદ્યાર્થીઓને અંગ્રેજી પણ શિખવાડે છે. મહેતા પરિવારના સૌથી મોટાભાઈ (સ્વ.) રસિકભાઈ મહેતાનાં ધર્મપત્ની ઉષાબહેન તથા સુપુત્ર સુનિલભાઈ પણ અવારનવાર કોબા આશ્રમનો લાભ લે છે.
અવારનવાર દરરોજ ભાગીરથીબહેન, પ્રીતમનગરના નીલકંઠ મહાદેવમાં પૂજા કરવા જાય અને નિયમિતપણે ગીતાનો ૧૨મો અધ્યાય બોલે.
અત્યાર સુધીમાં કોઈ ધાર્મિક અભ્યાસ કે ધાર્મિક રંગ મુકુન્દને પડ્યો નહોતો. અન્ય ઘરનાં બાળકોની જેમ જ જીવન ચાલતું હતું. ઘરમાં ધાર્મિક વાતાવરણ ખરું, પણ ઊડીને આંખે વળગે એવું કશું નહિ.
પરંતુ મુકુન્દને તેમનાં ‘બા કહે : “આપણા ઘરમાંથી એક જણે દરરોજ મંદિરે જવું જ જોઈએ અને પૂજાઅર્ચના કરવી જોઈએ.” જેમ આજે ઘણાના ઘરમાં દેવપૂજા કે દીવાબત્તી વડીલમાંથી કોઈ એક કરે અને બાકીનાને ચાલે એવું જોવા મળે છે. તેવું તે વખતે પણ હતું. આગળ જતાં ખ્યાલ આવ્યો કે દરેકને પોતે કરેલા કર્મનું જ પુણ્ય કે પાપનું ફળ મળે છે. કોઈ કોઈની પાસેથી ઉધાર કે ઉછીનું લઈ શકતું નથી.
પણ એ વખતે “બા” કહે તેમ કરવું. ઘરમાંથી કોઈ એક જણે મંદિરે જવું જોઈએ તો ‘હું' જ શા માટે ન જાઉં એવી સમજથી એમની સાથે મુકુન્દ જોડાઈ ગયો. મંદિરે ભગવાનને બીલીપત્ર ચડાવે, નૈવેદ્ય ધરાવે. સૌથી પહેલાં મંદિરમાં જઈ પૂજા વગેરે કરી પાછો આવી, જમીને નિશાળે જતો. આ મુકુન્દનો નિત્યક્રમ બની રહ્યો.
Jain Education International
For Private & Personal use only
www.ainelibrary.org