________________
કુટુંબ બહોળું હતું અને આર્થિક સંકડામણ તો હતી નહિ. કોણ જાણે કેમ વીરજીભાઈ સટ્ટો (શેરબજારનો વાયદાનો વેપાર) ખેલવા લાગ્યા. એ સમય એવો હતો કે ભલભલા આ સટ્ટાની મોહજાળમાં ફસાઈ જતા. ચોતરફ વાતાવરણ પણ એનું હતું. આથી વીરજીભાઈએ સટ્ટો ખેલ્યો. સૂકા ભેગું લીલું પણ બળી ગયું.
ખૂબ મોટું આર્થિક નુકસાન થયું. વેપારી તરીકેની પ્રતિષ્ઠા જોખમમાં આવી પડી. એકાએક અઢળક પૈસો કમાવાની મહત્ત્વાકાંક્ષા ભારે પડી.
તેમની પાસે ન્યૂયૉર્કની નૅશનલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની વેસ્ટર્ન ઇન્ડિયાની એજન્સી હતી. એના ઉપરી સાહેબ આવ્યા.
તેમણે કહ્યું : “તમારાથી નિયમિતપણે કમિશનની રકમ ભરાશે? નહિ ભરાય તો અમારે નાછૂટકે એજન્સી બીજાને સોંપવી પડે.”
વીરજીભાઈએ કહ્યું, “મારી પાસે મૂડી નથી. ખલાસ થઈ ગઈ છે. હું નિયમિત રકમ ભરી શકું એવી સ્થિતિમાં નથી.'
વીરજીભાઈએ સટ્ટામાં ભલે બધું ખોયું હોય પણ એમની ‘શાખ’ તો હતી. વળી તેઓ પ્રામાણિક વેપારી તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા હતા. કંપનીવાળાને પણ એમને માટે માન હતું. એજન્સી બીજા કોઈને સોંપવી તો કોને સોંપવી? આ પ્રશ્ન તો હતો જ. “કમિશન ભરી શકે એવો કોઈ પ્રામાણિક માણસ બતાવો” એમ સાહેબે તેમને પ્રશ્ન પૂછ્યો.
તેમણે તરત જ નટવરલાલ ઍન્ડ કંપનીવાળા રમણકાકાને કંપનીના વિતરક તરીકે નીમવા સૂચન કર્યું અને એમનું સૂચન તરત જ સ્વીકારાઈ ગયું.
ઘરમાં વીરજીભાઈ શૂન્યમનસ્ક રહે. ઘણો મોટો આઘાત લાગ્યો હતો. ક્યાં અવળી મતિ સૂઝી કે સટ્ટામાં પડ્યો! એની અસર શરીર પર પડી અને ત્યાર બાદ કેટલાક એવા પ્રસંગો બન્યા કે જેથી શહેરમાંથી મન ઊઠી ગયું.
એમણે, કુટુંબમાં બધાને કહી દીધું : “આપણે અહીં રહેવું નથી.” સામાજિક પ્રતિષ્ઠા ઘવાઈ હતી એટલે એમને ખૂબ લાગી આવ્યું હતું.
આમ, શારીરિક અને સામાજિક કારણોસર એમણે શહેરનું મકાન છોડી ગામ બહાર નદી પારના વિસ્તારમાં સ્થળાંતર કર્યું. પહેલાં બારેક મહિના અંબાલાલની ચાલીમાં રહ્યા અને પછી તેની તદ્દન નજીકના ‘રમણનિવાસ' (પ્રીતમનગર બં. નં. ૮૨)માં રહેવા ગયા. આજે પણ એ મકાન સુધારાવધારા સાથે એ જ નામથી ઊભું છે.
આ બનાવની મુકુન્દ પર શી અસર પડી? ઉંમર નાની નિવાસસ્થાન “રમણ નિવાસ” (૧૯૩૯ થી ૧૯૫૬) એટલે વિશેષ કંઈ સમજ પડી નહીં, પણ એની બાળબુદ્ધિને સમજાયું કે સટ્ટો એ “ખરાબ” છે. એના કારણે ઘરના વાતાવરણમાં પણ ગંભીરતાનાં દર્શન થયાં. પહેલાંનો ઉલ્લાસ લુપ્ત નહિ પણ ઓછો થયેલો જોવા મળ્યો. મુકુન્દ કરકસરથી જીવનારો વિદ્યાર્થી હતો. વળી ‘બા’ને ઘઉં વીણવા કે પાપડ સૂકવવામાં ચીવટપૂર્વક મદદ કરતો. ક્યારેક તે કહેતો, “બા, હું મોટો માણસ બનીશ.” બા, મુકુન્દના આ
Jain Education Intematonal
For Private & Personal Use Only
www.ainelibrary.org