SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ દિલ રેડીને કરતા. મુકુન્દને સ્કૂલમાં લઈ જવા-લાવવાનું કામ પણ તેઓ જ કરતા. એ વખતે કોઈ વાહન નહોતું, એટલે ઘેરથી ચાલતા સ્કૂલે જવાનું. મુકુન્દ થોડુંક ચાલે ત્યાં..... “ઉકાજી ઉકાજી, થાક લાગ્યો છે.” “હવે ક્યાં દૂર છે?” લો, હું તો અહીં બેસી જાઉં છું.” “અરે, અરે, આમ તે કરાતું હશે? લ્યો હું તમને તેડી લઉં. ચાલો મારા ખભા પર બેસી જાવ,” કહી મઝા કરાવે. આમ, થોડુંક ચાલવાનું – થોડુંક તેડાવાનું. મઝા પડતી હતી. તેડ્યા હોય ત્યારે આજુબાજુ નિરાંતે જોવાનો બાળસહજ આનંદ આવતો હતો. થોડીક મઝાક-ટીખળ કરવાની બાળવૃત્તિ હતી, તેથી ક્યારેક ડબ્બામાં રબરનો સાપ મૂકી, આવતા-જતા રાહદારીઓને..... “જરા ખોલી આપોને?” ઠાવકાઈથી મુકુન્દ કહેતો. “કેમ તારાથી નથી ખૂલતો? લે ત્યારે... આ ખોલી દઉં” કહી ખોલવા જાય કે રબરનો ‘નકલી સાપ’ ઊછળે. પેલા ભાઈ એવા ડરી કે ચમકી જાય – એ જોઈને હા..હા..હા.. કરીને તાલી પાડીને મુકુન્દ આનંદ વ્યક્ત કરતો. આવી ટીખળવૃત્તિ બાળ મુકુન્દમાં હતી. આશય એક જ કે મજાક કરી આનંદ મેળવવો. આનંદ મેળવવાની આવી સ્થળ સ્થિતિ અને વૃત્તિમાંથી આગળ જતાં બાળક મુકુન્દ આત્માનંદી બને છે. ઘરમાં અને ઘર બહાર પણ સંસ્કાર તો મળતા જતા હતા. એ વખતે શ્રી ચંદુલાલ ત્રિવેદી કરીને એક સંસ્કારી શિક્ષક હતા. તેઓ શિક્ષણની સાથે સંસ્કાર આપવાનું કામ પણ કરતા. માતા-પિતા સાથે કેમ વર્તવું, મોટા-વડીલો સાથે કેમ વર્તવું, ગુરુ સાથે કેમ વર્તવું વગેરે સંસ્કારી શિક્ષણ પ્રેમપૂર્વક આપતા. બાળમન લોહચુંબક જેવું હોય છે. તરત જ ખેંચી લે. પછી એ સારું હોય કે ખોટું. સદ્દનસીબે મુકુન્દને બાળપણમાં સારા સંસ્કાર મળતા રહ્યા અને એની અસર આપણે ભવિષ્યમાં જોઈ શકીએ છીએ. વિનય, નમ્રતા, પ્રેમ આ બધું જાણે કે ગળથૂથીમાંથી મળ્યું હોય એવું લાગે છે. આગળ ઉપર ઠાકર્સ હાઈસ્કૂલમાં પણ બીજા બે આદર્શ શિક્ષકો પાસેથી સંસ્કાર-સિંચન પ્રાપ્ત થયેલ. ઈ.સ. ૧૯૪૩-૧૯૪૪ના ગાળામાં ઠાકર્સ હાઈસ્કૂલ(એલિસબ્રિજ, વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલની સામે)માં શિક્ષક તરીકે સેવાઓ આપનાર શ્રી નાનુભાઈ પાઠક, સુંદર ધાર્મિક વાર્તાઓ કહીને ભારતીય સંસ્કારોની જાણે લહાણી કરતા. પ્રસિદ્ધ સાહિત્યકાર રામનારાયણ પાઠકના તેઓ ભાઈ થાય અને તેઓ ભારતીનિવાસ સોસાયટીમાં (નગરી હૉસ્પિટલની સામે) રહેતા હતા. ત્રીજા શિક્ષક શ્રી એસ. વી. ભટ્ટ . તેઓ ‘ગુડ મૅનર્સ' (૧૯૪૪-૪૫) શિખવાડતા. ખાવું-પીવું, ન્હાવું, કપડાં પહેરવાની રીત, નાના-મોટા-સમવયસ્ક સાથે કેમ બોલવું ઇત્યાદિ તેમની શીખ(ટીચિંગ)ની નોટ મુકુન્દ બનાવેલી, એ આજે પણ ઉપલબ્ધ છે. જીવનમાં ચડતી આવે છે, તેમ પડતી પણ આવે છે. ભરતી અને ઓટનું ચક્ર સદા ચાલ્યા કરે છે. કહ્યું છે કે ‘એકસરખા દિવસ કોઈના જાતા નથી.” વીરજીભાઈના સંસ્કારી અને હેતાળ કુટુંબ પર ૧૯૩૮માં આફતની આંધી આવી. Jain Education International For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy