SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ ઉજજવળ બનાવવું હોય તો એના માટે ખાસ પૂજા કરાવવી અને પ્રીતિભોજન કરાવવું.” - વીરજીભાઈએ પૂર્ણ શ્રદ્ધાથી પૂજા અને પ્રીતિભોજન કરાવ્યાં. આમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો પ્રશ્ન નહોતો. પરંતુ કોઈ પણ પિતાના પોતાના પુત્રના ઉજ્જવળ ભાવિ માટેની શ્રદ્ધા હતી. આપણે એમ નહિ કહીએ કે આ પૂજાને કારણે બાળકને કંઈક લાભ થયો હશે. પણ ગર્ભિત ભાવિનો સંકેત સમજીએ તો કેવું! સ્ટિોડિયા રોડ પર હાલ જ્યાં હિન્દુસ્તાન કો-ઓ. બેન્ક છે તેના ઉપરના માળે સોનેજી કુટુંબ વસતું હતું. સમગ્ર કુટુંબ આનંદ-ઉલ્લાસથી રહેતું હતું. નીચે ‘ત્રિભોવન પ્રેમજી ઍન્ડ કંપની’ નામની પેઢી હતી. વેપાર સારો ચાલતો એટલે કુટુંબ પૈસે-ટકે સુખી હતું. વીરજીભાઈને શિક્ષણનો લાભ ન મળ્યો એનો વસવસો હતો અને તેથી પોતાનાં સંતાનો શિક્ષણથી વંચિત રહી ન જાય એની ખાસ કાળજી રાખતા. પ્રવૃત્તિ, શક્તિ અને બહુઆયામી સગવડો, વિપુલ માત્રામાં વિદ્યમાન હોવા છતાં, સ્વાર્થમય કાર્યોમાં તેનો ઉપયોગ ન કરતાં પરોપકાર અને જ્ઞાતિજનોને સહાયક થવાની એમનામાં વિશેષ ભાવના હતી. જેના ફળ રૂપે લગભગ ઈ.સ. ૧૯૩૦ની આજુબાજુ આસ્ટોડિયા, વેરાઈ માતાની પોળમાં તેમની પ્રેરણા અને રાહબરી હેઠળ, ‘અમદાવાદ બ્રહ્મક્ષત્રિય સેવા-સમાજની સ્થાપના થઈ હતી. એમણે બધાં બાળકોને યોગ્ય શિક્ષણ આપ્યું. રસિકભાઈ બી.એસસી. થયા. અનિલભાઈ પ્રોફેસર થયા. મુકુન્દભાઈ ડૉક્ટર થયા. રણજિતભાઈ અને જ્યોતીન્દ્રભાઈ ગ્રેજયુએટ થઈને કૅનેડા સ્થાયી થયા. | શિક્ષણ અને ધર્મ એ બન્નેનો આ કુટુંબમાં સુયોગ હતો. ઘરનું વાતાવરણ ધાર્મિક હતું. કુટુંબમાં વૈષ્ણવ પરંપરા ચાલતી હતી. ઘરમાં વિશ્વાસ, સંપ અને સૌહાર્દ્રનું વાતાવરણ હતું. માતુશ્રી ભાગીરથીબહેન સવાર-સાંજ બે વખત ગીતાના ૧૨મા અધ્યાયનું રટણ કરતાં. સમસ્ત કુટુંબમાં ભાષાવિષયક પ્રવીણતા અને શુદ્ધ તથા સ્પષ્ટ ઉચ્ચારણ કરવાની ટેવ અને આવડત જોવા મળતી, એની પાછળ ‘બા'ના સંસ્કૃતના ગીતાના અધ્યાયના ઉચ્ચારણનો પ્રભાવ હતો. સંસ્કૃત શ્લોકના અર્થ સમજાય કે ન સમજાય પરન્તુ એનું ગાન અને ઉચ્ચારણ પણ એક પવિત્ર વાતાવરણ ઊભું કરે છે. આજના યુગની ભાષામાં કહીએ તો એક પ્રકારનો પવિત્ર ધ્વનિ આંદોલિત થાય છે. જેમ યજ્ઞના ધૂપની અસર હોય છે તેમ ઉચ્ચારણ-ગાનની પ્રભાવી અસર હોય છે. કોઈ પણ આશ્રમમાં પ્રાતઃકાળના મધુર સંગીતની જે પવિત્ર અસર ધન્ય બનાવે, તેવી જ રીતે જો ઘરમાં આ વાતાવરણ મળે તો એના સંસ્કાર અચૂકપણે બાળકોને મળે છે. મુકુન્દ પર પણ આની મોટી અસર હતી. ‘બા'ને ગીતાપઠનમાં એટલી ઊંડી શ્રદ્ધા હતી કે મૃત્યુ પહેલાં પાંચ-સાત મિનિટે, ડૉ. મુકુન્દ તેમને પૂછ્યું કે ગીતાના પાઠ સાંભળો છો કે? ત્યારે આંખના ઇશારાથી અને સહેજ ડોક હલાવીને ‘હા’ પાડી. કેવું સુખદ મંગલમય મૃત્યુ! (તા. ૧૯-૧૨૧૯૭૧) મુકુન્દની ત્રણ-ચાર વર્ષની ઉમર થતાં વિક્ટોરિયા ગાર્ડન આગળ આવેલી પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ સ્કૂલમાં જુનિયર કે.જી.માં અભ્યાસાર્થે દાખલ કર્યા. કે.જી. પણ આ જ સ્કૂલમાંથી કર્યું. અઢારેક મહિના અહીં ભણવાનું થયું હશે. ઉંમર નાની. એટલે સ્કૂલમાં મૂકવા તેમના ઘરના નોકર ઉકાઇ જાય. ઉકાજી મૂળ મારવાડના હતા. અત્યંત વફાદાર હતા અને ઘરમાં બધા તેમને નોકરની જેમ નહિ પણ કુટુંબના એક સભ્ય તરીકે રાખતા. ઉકાજીની A ઉકાજી સાથે બાલમંદિર જતી વેળાએ વફાદારીમાં પણ કુટુંબ પ્રત્યેની લાગણી અને પ્રેમ જોવા મળતાં. કોઈ પણ કામ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy