SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ love, constant inspiration, help and moral support. He never insists that the way he accepted is the only right way. He behaves very humbly with seniors and he takes advice of his juniors as well. I never saw adverse feelings in him for his critics and opponents. શ્રી સુરેશભાઈ રાવલ, અમદાવાદ પૂજ્યશ્રી આત્માનંદજીમાં રહેલા ગુણોની ઝાંખી થતાં મારા જીવનમાં કામ-ક્રોધાદિ વિભાવભાવો નબળા પડ્યા હોય એમ જણાય છે. સંસારમાં રહેવા છતાં ‘ઉપયોગ’ પરમાર્થમાં રહે છે. પૂજ્યશ્રીના વારંવાર આવતા વિચારોને લીધે, સમાગમના અભાવમાં પણ સ્વપ્નથી પૂજ્યશ્રી માર્ગદર્શન આપતા હોય એવું વારંવાર બને છે. ‘હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું’ - એ સૂત્ર જીવનમાં લગભગ વણાઈ ગયું છે. જે કંઈ સારું છે; તેનું કારણ પૂજ્યશ્રી આત્માનંદજી છે. અનંતભવની યાત્રા ઓછી થશે જ, કારણ સ્પષ્ટ છે કે સત્પુરુષ મળ્યા છે અને સત્પુરુષનું યોગબળ જગતનું અને મારું કલ્યાણ ક૨શે જ. શ્રી નવનીતભાઈ પી. શાહ, ચેન્નાઈ ઈ.સ. ૧૯૭૫ની સાલ અમદાવાદમાં પંચભાઈની પોળમાં પહેલી વાર જ એમનું પ્રવચન સાંભળ્યું ત્યારે આનંદવિભોર અને મંત્રમુગ્ધ થઈ ગયો. પછી જેમ જેમ પરિચય વધ્યો તેમ તેમ એમના પવિત્ર વ્યક્તિત્વની મારા ૫૨ ઘણી અસર પડી. સમજણમાં, અપેક્ષાઓને સમજવાની સંતુલિત દૃષ્ટિમાં, જીવનને પ્રયોગાત્મક બનાવવામાં અને પાત્રતા વધારવાના પ્રયત્નોમાં મારું વલણ બદલાયું. પરોપકાર, સેવા, પ્રેમ, નિઃસ્વાર્થતાના સંસ્કારો વધુ દૃઢ થયા. એક સાચા જ્ઞાની સંતને મળ્યાના સંતોષનો અહેસાસ થયો. જીવનમાં વિકાસ સાધવાનો એક આધાર મળ્યો. સદ્ગુરુની ખોજ જાણે કે પૂરી થઈ. વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણાની સાક્ષાત્ મૂર્તિનાં દર્શન પૂજ્યશ્રીમાં થાય છે. સર્વ પ્રત્યે નિર્દોષ પ્રેમ, સ્મિતભર્યું સંપૂર્ણ નિરાભિમાની વ્યક્તિત્વ, તત્ત્વગાંભીર્યતા, સંસારમાં ડૉક્ટરની મોટી ડિગ્રીઓ મેળવ્યા છતાં નમ્રતા, બધાં દર્શનોનો અભ્યાસ, જૈનદર્શનના અનેક ગ્રંથોનો ઊંડો અભ્યાસ અને તત્ત્વશ્રદ્વાન, જ્ઞાન સાથે ભક્તિપ્રાધાન્ય વલણ, સ્વયંની સાધના સાથે જીવનને સતત પવિત્ર બનાવવાનો ઉપદેશ, અંતરની જાગૃતિ વગેરે ઉત્કૃષ્ટ ગુણો મને પૂજ્યશ્રીમાં જણાયા છે. શ્રી નિર્મળાબહેન અને કિશોરભાઈ શાહ, કોબા ગમે તે વિષય, તે અઘરો, સહેલો, ઊંડો કે સૂક્ષ્મ હોય, પણ સામી વ્યક્તિ સમજી શકે તેવી શૈલીથી સમજાવે તેવી સુયુક્તિ પૂજ્યશ્રીમાં છે. પૂજ્યશ્રી તો ભક્તિ કે ભાવપૂજા કરતી વેળાએ ઘણી વાર ખૂબ જ ભાવવિભોર થઈ જાય. આપણે ભગવાન, શ્રી સદ્ગુરુની શરણાગતિ, પ્રાર્થના વગેરે સદ્ગુણોની પ્રાપ્તિ માટે ક૨વા જોઈએ. દોષોનું પ્રાયશ્ચિત્ત કરવું જ જોઈએ - એમ પૂજ્યશ્રી ખાસ કહે છે. 164
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy