SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકોમાં જોવા મળે છે. તેઓના ઉદાર અભિગમને કારણે સાધનાકેન્દ્રમાં વિવિધ વક્તાઓ, સંતો, જ્ઞાનીપુરુષો તથા નિષ્ણાતોને સાંભળવાની તક મળી. પરમ કૃપાળુદેવે જણાવેલ સદ્ભુત ગ્રંથ પરના પૂજ્યશ્રીના સ્વાધ્યાયપ્રવચન આદિનો લાભ આત્મસાધનામાં વિશેષ ઉપકારી થયો. આત્મામાં ‘ભાવભાસન'ની ક્રિયા થતી રહી અને એકાંત સાધનાની રુચિ વધતી ગઈ. શ્રી જયેશભાઈ અને શ્રી સુવર્ણાબહેન જૈન, બેંગ્લોર પૂજ્યશ્રીનો સરળ, શાંત, આનંદી સ્વભાવ અને એમણે આપેલ “ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે” એ સૂત્રની અમારા જીવનમાં ઘણી ગાઢ અસર થઈ છે. રસના ઇન્દ્રિય કાબૂમાં રાખવી, સાદાં અને આછા રંગનાં અથવા શ્વેત વસ્ત્ર પહેરવાં, સાદું જીવન, બ્રહ્મચર્યનું પાલન, નિત્ય સ્વાધ્યાય અને ભક્તિમાં જોડાવું વગેરે જીવનમાં અંશે પણ શક્ય બન્યું હોય તો તે ગુરુના આશીર્વાદથી જ થયું તેવો અમને અનુભવ થાય છે. નિયમિતતાથી રહેવાનું પૂજ્યશ્રી પાસેથી શીખ્યા છીએ. અમારા કષાયોને મોળા પાડવામાં પૂજ્યશ્રીના સમાગમે ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરેલ છે. છેલ્લાં વર્ષો પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં રહીએ અને તેમના સહવાસથી સમકિતની પ્રાપ્તિ અથવા ઉચ્ચતમ સંસ્કાર પામીને આ ભવ સફળ કરીએ એવી પ્રભુને પ્રાર્થના છે. પૂજ્યશ્રી જ્યારે આહાર માટે બેસે ત્યારે રસનેન્દ્રિયનો નિગ્રહ, બીજા સઘળા જીવોને પ્રેમપૂર્વક આવકારે અને તેમના મુખ પર સતત સ્મિત જોવા મળે છે; ત્યારે તેમના હૈયામાં રહેલા અપૂર્વ આનંદનો અહેસાસ થાય છે. સરળતા, મધ્યસ્થતા, વિશાળદૃષ્ટિ અને જિતેન્દ્રિયપણું - આ ચાર ગુણોની તેમનામાં સતત ઝાંખી થાય છે. શ્રી ઈલાબહેન મહેતા, અમદાવાદ સરળતા તો તેમના રોમેરોમમાં વસેલી છે. જેવો ઉપદેશ દે છે તેવું જ જીવન. અંદર બહારમાં ફરક ન હોય તેવું સહજ વર્તન. પૂજ્યશ્રીએ આ દેહધારીને ‘આત્મા’ વિષેનું ભાન કરાવ્યું અને મનુષ્યભવની સાર્થકતા આત્માની આરાધનામાં છે તેવો સચોટ બોધ સતત વરસાવ્યો. જીવનમાં સંસ્કાર, સદ્ગુણ અને સત્પાત્રતા લાવે તેવા તેમના સત્સંગનું આ જીવને અતિ-અતિ માહાત્મ્ય છે. તેમના સ્મરણ માત્રથી આકુળતા-વ્યાકુળતા દૂર થઈ જાય છે. જેમના બોધ અને સત્સંગથી જીવન પ્રત્યેના મારા અભિગમમાં ધરખમ ફેરફાર થયો તેવા પવિત્ર મહાત્માપૂજ્યશ્રીને મારા કોટિ કોટિ વંદન. Dr. Raginiben Shah, Banswara, Rajasthan In my first meeting with him he impressed me very much. His behaviour with every visitor clearly makes a statement of his love and respect. We can see his love for those who have even slightest inner inclination towards religion. He inspires them to develop good virtues and guide them. His behaviour with juniors is full of rivate & Personal Use: www.jainelibrary.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy