SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રતાપભાઈ મહેતા, પૂના ઈ.સ. ૧૯૮૬ માં પૂજ્ય શ્રી આત્માનંદજીનો પ્રથમ પરિચય પૂનામાં થયો તે વખતે તેઓશ્રીએ કોબા આવવાની આજ્ઞા આપી. એટલે હું, રસિકભાઈ મહેતા, મનહરભાઈ હેમાણી, હિંમતભાઈ ઉપરાંત અનેક મુમુક્ષુઓ કોબા ગયા; જેની અમારા સૌ ઉપર ઊંડી છાપ પડી. ત્યાર પછી, અમારા આમંત્રણથી, પૂજયશ્રીના પગલાં પૂનામાં અને અમારા નિવાસસ્થાને થયાં. ત્યાર પછી તો સમગ્ર મહેતા પરિવારને પૂજ્યશ્રી પ્રત્યે શરણાગતિના ભાવ ઊપજ્યા. પરમ કૃપાળુદેવની ઓળખાણ અમને પૂજયશ્રી મારફતે થઈ. પૂજયશ્રીના કરુણાભાવ, આધ્યાત્મિક અભિગમ અને પ્રભાવશાળી વ્યક્તિત્વને કારણે અમારા જીવનમાં પરિવર્તન આવી ગયું. મહેતા પરિવાર તથા પૂના મુમુક્ષુ મંડળને ધર્મમાર્ગે વાળવામાં પૂજ્યશ્રીનું યોગદાન મૂળભૂત, પાયારૂપ અને અમૂલ્ય છે. પૂજ્યશ્રીની આજ્ઞાનું પાલન કરવાથી મહેતા પરિવારને ઘણા લાભ થયા છે; જેનું વર્ણન કરી શકું તેમ નથી પૂજયશ્રીના સત્સંગને લીધે અમારાં પુત્ર-પૌત્ર-પૌત્રી વગેરેમાં ધર્મના સારા સંસ્કાર પડ્યા છે. ઘરમાં સત્સંગ-ભક્તિ થવાથી કુટુંબમાં સંપ, પ્રેમ, એકતાની ભાવના વધી છે. અમારી નવી પેઢીને પણ ધર્મયાત્રા કરવાની અને કોબા આવવાની ઇંતેજારી રહે છે. - પૂજ્યશ્રીના સત્સમાગમથી થયેલ લાભકારક પ્રસંગ અત્રે પ્રસ્તુત કરું છું. એક વાર મારે રાજકોટ કોઈ પ્રસંગે જવાનું હતું. તે વખતે મને કોબાથી લઈ જવા રાજકોટથી ગાડી આવી. મેં પૂજ્યશ્રી પાસે આજ્ઞા માગી પરંતુ પૂજયશ્રીએ રાજકોટ જવાની આજ્ઞા આપી નહીં. પાછળથી ખબર પડી કે તે ગાડીને બાવળા પાસે મોટો અકસ્માત થયો હતો, જેમાં ગાડીમાં બેઠેલ માજીનું દેહાવસાન થયું અને ડ્રાઇવરને ગંભીર ઈજાઓ થઈ હતી. શ્રી અનુપમભાઈ શાહ, મુંબઈ લગભગ ૩૧ વર્ષ પહેલાં પૂજ્યશ્રીનો પ્રથમ સત્સંગ થયો. નવો નવો સત્સંગનો યોગ હતો અને પૂજ્યશ્રીના સત્સંગ અને સાન્નિધ્યથી હું વિશેષ પ્રભાવિત થતો ગયો. તેમના ન્યાયપૂર્ણ અને આગમપ્રમાણ સહિતનો બોધ મારા હૃદયમાં સોંસરો ઊતરી જતો હતો. પરમાત્મા પ્રત્યેની અચળ શ્રદ્ધા અને અતિશય ભક્તિ જોઈને અંતરમાં એવી દૃઢતા થઈ કે આ મહાપુરુષ કોઈ પણ લૌકિક બંધનોમાં બંધાવા માટે સર્જાયા નથી. તેઓશ્રીના સ્વાધ્યાયમાં અને જીવનચર્યામાં તેમની અંતરંગ ભાવનાઓ - સર્વાત્મમાં સમષ્ટિ, સર્વ જીવો પ્રત્યે વાત્સલ્ય, અત્યંત કરુણાસભર કોમળતા, ક્ષમા વગેરે નિરંતર દૃષ્ટિગોચર થયા રહે છે. મારી સ્વાધ્યાયશૈલી ઉપર તેમના સમુચ્ચય વ્યક્તિત્વનો સ્પષ્ટ પ્રભાવ હું અનુભવું છું. તેમની સાથે અનેક તીર્થયાત્રાઓ, શિબિરો અને વિદેશયાત્રાનો લાભ લેવાનું સૌભાગ્ય પણ મને પ્રાપ્ત થયું છે. શ્રી નીનાબહેન અને શ્રી ખુશમનભાઈ ભાવસાર, કોબા પૂજ્યશ્રીના પરિચય બાદ જીવન સુધારવાની નવી દિશા જાણવા મળી. તેઓના સાન્નિધ્યથી ધીમે ધીમે સમજાતું ગયું કે સાધનાનો માર્ગ લાંબો છે. ધીરજ રાખીને યોગ્ય માર્ગદર્શન દ્વારા આગળ વધીએ તો સફળતા અને આનંદ મળે જ. પૂજ્યશ્રીની સર્વ જીવો પ્રત્યેની વાત્સલ્યમય દૃષ્ટિ, કરુણામય અભિગમ બહુ ઓછા આધ્યાત્મિક , માટી, 1 sen, રાહ 162 01, Vers/ TA/06/
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy