SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજયશ્રીના સાન્નિધ્યમાં આ દેહનું આયુષ્ય પૂરું થાય અને અંત સમયે સમતાભાવે પ્રભુ-ગુરુનું સ્મરણ કરતાં આત્મજાગૃતિપૂર્વક સમાધિમરણની ભાવના છે. એ જ પ્રભુ પાસે પ્રાર્થના. શ્રી ચીમનભાઈ કોઠારી, અમદાવાદ પરમ પૂજ્યશ્રીના સંપર્કમાં આવ્યા બાદ ખાણમાં રહેલી સુવર્ણરજ ઉપરથી માટી દૂર થાય તેમ જીવનમાં થઈ રહ્યું છે. તેઓશ્રીનું જીવન જ તેમના જીવનનો સંદેશ છે. તેમની જીવનશૈલી, નિયમિતતા, સ્વચ્છતા, દેઢ નિર્ણય અને તે નિર્ણયને કોઈ પણ ભોગે પહોંચી વળવાની કાર્યકુશળતા અતિ વંદનીય છે. તેમનામાં સાચા અર્થમાં સંત કહી શકાય તેવા અધ્યાત્મ, વિશ્વપ્રેમ, કરુણા, આત્મજ્ઞાન આદિ અનેક ગુણો છે. વર્તમાન જીવનમાં જ્યારે નૈતિક જીવનનો રકાસ જોવા મળી રહ્યો છે ત્યારે પોતાના દરેક સ્વાધ્યાયમાં આબાલવૃદ્ધને નૈતિક અને આધ્યાત્મિક જીવન જીવવાની દોરવણી આપી છે કે; જેથી દરેક પોતાનું જીવન પવિત્ર બનાવી પોતાની ગતિ સુધારી શકે. પૂજ્યશ્રીની સેવાનો દુર્લભ એવો લાભ પણ મળી રહ્યો છે. જીવનમાં શાંતિ પ્રમાણમાં વધતી રહે છે. શ્રી છાયાબહેન અને શ્રી સુરેખાબહેન, કોબા | આપના સાન્નિધ્યમાં અમારી સાધના યથાશક્તિ ચાલી રહી છે. આત્મજ્ઞાની સંતોનું સાન્નિધ્ય આત્માને ઊર્ધ્વતાનું કારણ બને છે. પંચમકાળના અમૃતરૂપે આપની વિદ્યમાનતા છે. અમે નિરંતર આપનું માર્ગદર્શન અને સમીપતા રહે તેવી ભાવના ભાવીએ છીએ. જ્ઞાની પાસે જ્ઞાન કરતાં ભક્તિ માગવી તે દૃષ્ટિએ આપની પાસે ભક્તિના ભાવો માગીએ છીએ; જે ભાવોથી અમારું ઘડતર, ચણતર અને ગણતર થાય. અમે આપના આશ્રયે એક વિશ્વાસથી જીવન પસાર કરવાની ભાવના રાખીએ છીએ તે સફળ થાઓ. શ્રી રામજીભાઈ પટેલ, રખિયાલ (જિ. ગાંધીનગર) લગભગ ૧૯૮૮માં કોબા આવી પૂજ્યશ્રીને મળ્યો અને પ્રથમ મુલાકાતે હૃદયના તાર કોણ જાણે કેવા જોડાઈ ગયા કે મારા મનની ઘણી બધી વાતો ખૂબ સહૃદયતાથી રજૂ કરી શક્યો. કોબા આવવાના ભાવ વધવા લાગ્યા. | ‘મારે જીવનમાં કંઈક કરવું છે, સુધરવું છે, સાચું આ જ છે અને મારા કલ્યાણ માટે આ સિવાય કોઈ માર્ગ નથી' એવો દઢ નિશ્ચય થયો. છેલ્લાં થોડાં વર્ષોથી દર વર્ષે દોઢ-બે મહિનાનો સમય કોબામાં રહીને સેવા-સાધના શ્રી પંકજભાઈ રમણીકલાલ શાહ, મુંબઈ | મોહ શું કહેવાય તે પૂજ્યશ્રીએ મારા ગળે ઉતાર્યું. તે બતાવી મારા જીવનને નવા લક્ષ તરફ વાળ્યું. પૂજયશ્રીએ જૈન અને ભારતીય સંસ્કૃતિના પ્રાણને ધબકતા રાખવા પોતાનું જીવન સમર્પિત કરેલ છે. પૂજ્યશ્રીનો કરુણાભાવ, દરેક પ્રત્યે સમભાવ અને તેમનો પ્રેમાળ ચહેરો, સૌમાં સદ્દગુણો જોવા અને પ્રાપ્ત કરવાના તેમના 1650
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy