________________
લોકો
2000
કંઈક કહો તો ખરા? ભલે થોડુંક રમે, પણ આ તો આખો દિવસ....
વીરજીભાઈને લાગ્યું કે હવે પુત્ર મુકુન્દને કહેવું જોઈએ. હદ બહાર રમે એ સારું ન કહેવાય. વીરજીભાઈ સંસ્કારી હતા. એમની કહેવાની કે ઠપકો આપવાની આગવી રીત હતી. ગુસ્સો કરીને કડવાં વેણ કહેવાં ગમે નહીં. માર મારવામાં માને જ નહીં. છોકરાંઓને ધીમે ધીમે પ્રેમપૂર્વક અને અસર થાય એવી સાચી રીતે સમજાવવામાં માનતા હતા. બ્રહ્મક્ષત્રિય હતાને! બ્રહ્મનું તેજ અને ક્ષત્રિયની શક્તિ અને એના ઉપર અંકુશ હતો. વારંવાર ટોકવા કરતાં એક જ વખત અસર કરે એ રીતે કહેવામાં માનતા હતા.
અમદાવાદના પ્રીતમનગરમાં આવેલા ‘રમણનિવાસ’માં વીરજીભાઈ પહેલા માળે દાતણ કરતા હતા.
ચોકમાં નળ પાસે દાતણ કર્યા બાદ મુકુન્દને પિતા વીરજીભાઈએ બોલાવ્યા
“મુકુન્દ, અહીં આવ તો!’’
“જી, બાપુજી,
,” આજ્ઞાંકિત મુકુન્દ વિનયભેર આવીને ઊભો રહ્યો. ઘરમાં સંસ્કારી ધાર્મિક વાતાવરણ હતું. પિતા વીરજીભાઈએ સ્નેહથી કહ્યું,
“ભાઈ! દરેક વસ્તુ મર્યાદામાં સારી. તું વધારે પડતું રખડે છે. ગતિ સર્વત્ર વર્ઝયેત્ સમજાયું?’
બાળકના મનમાં અચાનક વિચાર સ્ફુર્યો અને પિતાને નમ્રતાથી પ્રશ્ન પૂછ્યો,
“પિતાજી, શું બધીય વસ્તુ વધારે પડતી કરીએ તો નુકસાન થાય?”
“હાસ્તો.”
“શું કોઈ ભગવાનની અત્યંત ભક્તિ કરે, તો એનાથી એને ખરેખર કોઈ નુકસાન થાય ? શું ઈશ્વર સામે એકરૂપ બનીને અતિશય ભક્તિ ન કરવી ?’’
બંદૂકની ગોળીની જેમ આવેલો આ પ્રશ્ન વીરજીભાઈને ચોંકાવી ગયો.
તત્કાળ શું જવાબ આપવો? જેટલા જોરથી દડો ફેંક્યો તેટલા જ જોરથી સામો આવ્યો.
પિતા વીરજીભાઈ આશ્ચર્યચકિત બની ગયા.
Jain Education International
બાળકની આંખમાં આંખો મેળવી.
નિરુત્તર.
પિતાજીએ બાળકની આંખમાં શું જોયું હશે ? કયો ભાવ ઉત્પન્ન થયો હશે! શું કેવળ બુદ્ધિચાતુર્ય હશે ? ના. પ્રશ્ન જેટલો સહજ હતો, તેટલો જ પ્રતિપ્રશ્ન પણ સારગર્ભ હતો. પણ એમાં ભાવિનો કોઈ ગૂઢ સંકેત છુપાયેલો હતો.
વિદ્યા બાળક મુકુન્દની જીવનદિશાની રેખા દોરી રહી હતી. આનો ખ્યાલ ન તો વીરજીભાઈને હતો કે ન તો ભાગીરથીબહેનને કે ન તો મુકુન્દને હતો. આ મુકુન્દ એ બીજો કોઈ નહિ, પણ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાના પ્રણેતા, માર્ગદર્શક, સાધકપૂર્વાવસ્થાએ ડૉ. મુકુન્દ સોનેજી તથા વર્તમાનના પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી.
do do do do do do d
For Private & Personal Use Only
www.jainelibrary.org