SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ **** બાળ મુકુન્દના પિતા વીરજીભાઈ ત્રિભોવનદાસ સોનેજી રંગના એક પ્રતિષ્ઠિત વેપારી હતા. આમ તો બ્રહ્મક્ષત્રિય (ખત્રી) હતા એટલે વારસામાં જ ‘રંગ’ સાથેનો નાતો હતો. કુટુંબ પણ ખાસ્સું મોટું અર્થાત્ બહોળું હતું. એમનું મૂળ વતન સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું મૂળી ગામ હતું. અસલમાં તો આ કુટુંબ સિંધપંજાબમાં વસતું હતું. ત્યાંથી નગરપારકર (સિંધ) થઈને સ્થળાંતર કરી સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા અને પછી ત્યાંથી મૂળીમાં સ્થાયી થયું હતું. મૂળીમાં દાદાનું કુટુંબ ‘ભગત'ના કુટુંબ તરીકે ઓળખાતું. કુટુંબનો મૂળ ધંધો તો કાપડના રંગાટીકામનો હતો. આ કામ સખત મહેનત અને પરિશ્રમનું હતું. વીરજીભાઈના પ્રબળ પુરુષાર્થ તેમજ કુટુંબના સભ્યોના સહકાર વડે અમદાવાદ તથા મુંબઈમાં ધંધાનો વિસ્તાર થયો. કાપડ તથા રંગનો વેપાર શરૂ કર્યો હતો. વ્યવસાયમાં સતત પ્રગતિ પર નજર નોંધાયેલી હતી. વિકાસ સાધવા માટે સતત વિચાર કરે. દીર્ઘ વિચારણા પછી સમજાયું કે પ્રગતિ માટે વિશાળ ક્ષેત્ર અને વિશેષ સુવિધાની જરૂર છે, આથી આ કુટુંબે ઈ.સ. ૧૯૨૬માં અમદાવાદમાં વસવાટ કરવાનું નક્કી કર્યું. આને પરિણામે નવાં ક્ષેત્રોમાં વિકાસ થવા લાગ્યો. એના ફળ રૂપે જો શ્રી વીરજીભાઈ મૂળીમાં જ દુકાન રાખીને રહ્યા હોત તો અને ગુજરાતની ઔદ્યોગિક રાજધાનીમાં ન આવ્યા હોત તો અમેરિકાની આ કંપનીની Distributorship તેમને મૂળીની દુકાનમાં ન જ મળી હોત એમ કહેવાનો આશય સમજાય છે. ન્યૂયૉર્કની નૅશનલ ડાઇઝ ઍન્ડ કેમિકલ્સ નામની કંપનીના પશ્ચિમ ભારતના Sole-Distributor તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. મહેનતના જાદુનો સહુને અનુભવ થયો. પુરુષાર્થથી પ્રાપ્ત થતી સિદ્ધિ જોવા મળી. અંગ્રેજીમાં પોતાની સહી પણ કરતા ન આવડે એવા એક ગામડાના વેપારીને માટે આ એક સાનંદાશ્ચર્ય સફળતા ગણાય. તે જમાનામાં (ઈ.સ. ૧૯૩૦ની આસપાસ), અમદાવાદ મોટે ભાગે ‘કોટ’ વિસ્તારમાં જ વસતું. નદીપારનો વિસ્તાર ગુજરાત કૉલેજ સુધીનો જ ગણાય. વીરજીભાઈના બીજા ત્રણ ભાઈઓ – મોહનલાલ, ઉજમશીભાઈ તથા મૂળજીભાઈ પણ ક્રમશઃ આ સમયગાળામાં અમદાવાદમાં સ્થિર થયા. સૌથી નાના મૂળજીભાઈ ૧૯૩૩માં એલ.સી.પી.એસ. ડૉક્ટર થયા. તેઓ તો પહેલેથી જ વીરજીભાઈ સાથે અમદાવાદ આવેલ. પછી ૧૯૪૫માં લગભગ ઉજમશીભાઈ અને ક્રમશઃ ત્યાર પછી મોહનભાઈના દીકરાઓ અમદાવાદમાં સ્થિર થયા. હાલ બન્નેનાં કુટુંબો અમદાવાદમાં જ રહે છે. ડૉ. મૂળજીભાઈને કોઈ સંતાન નહોતું. - એકાદ વર્ષનો વસવાટ થયો હશે. વેપાર પણ ધીમે ધીમે જામતો હતો. આવે સમયે આ વિશાળ કુટુંબમાં એક તેજસ્વી તારકનો જન્મ થયો. 020 Jain Education International For Private & Personal Use Only de de de de de de www.jn|hillurity.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy