SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તેજસ્વી તારકનો છે. જન્મ બાળપણના દિવસો એટલે આનંદ-મસ્તીના દિવસો. એમાંય કોઈ તહેવાર આવે એટલે આનંદનો પાર ન હોય. ઉત્તરાયણ એટલે પતંગનું પર્વ. આકાશમાં પતંગ ઊડે અને જીવનનો આનંદ પણ આકાશે પહોંચે છે. મકરસંક્રાંતિ(ઉત્તરાયણ)નો તહેવા૨ અમદાવાદ અને સુરત જેવાં શહેરોમાં ઘણો મોટો તહેવાર કહેવાય. ઉત્તરાયણના કેટલાય મહિના અગાઉથી એની તૈયારીઓ ચાલવા લાગે છે. કોલકતા જેવાં દૂર દૂરનાં શહેરોમાંથી માંજો પાવા – દોરી પાવા માટે મુસ્લિમ કારીગરો ઊમટી પડે. ઠેર ઠેર રંગ-બેરંગી દોરીઓ પવાતી હોય. આબાલવૃદ્ધ સૌને પતંગ ઉડાડવાનો રસ પડે. નાનાં છોકરાંઓ તો નિશાળેથી છૂટીને સીધાં જ ધાબા પર પતંગ ચગાવવા પહોંચી જાય. એનો ઉમંગ એટલો બધો કે સહુ ખાવા-પીવાનું બધું જ ભૂલી જાય. જાન્યુઆરીમાં આકાશી ઉમંગ લઈને ઉત્તરાયણ આવે. તો શિયાળાના ત્રણ મહિના ક્રિકેટની રમતના હોય. નાના ટાબરિયાથી માંડીને કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓની અલગ અલગ ટીમો, સાંજે કે રજાના દિવસોમાં આખો દિવસ રમ્યા જ કરે. ઠેર ઠેર ફળિયામાં બૅટ-બૉલ-સ્ટમ્પ ન હોય તો દીવાલ-પથ્થર કે ધોવાના ધોકાનો પણ ઉપયોગ થાય. બીજું કશું દેખાય જ નહિ. વડીલને પૂછો કે એમનો પુત્ર ક્યાં છે? તો કહેશે કે બૉલ-બૅટ ટીચવામાં પડ્યો હશે. ઘેર ઘેર ફરિયાદ હોય. ખાસ કરી ‘મા’ની હોય. કહે કે સહેજે ગાંઠતો નથી. ભણવામાં ધ્યાન નથી. બસ, રખડ્યા જ કરે છે. કલાકોના કલાકો રમ્યા જ કરે છે. શરીરનું ભાન નથી. લાલચોળ બનીને આવે છે. વગાડીને આવે છે. ધાબા ઉપર પતરાની ધાર વગાડી લોહીલુહાણ બની આવે છે. વળી ૨મતમાં ઘરનાં નળિયાં તોડી નાખે છે. દડો લેવા માટે એક ધાબેથી બીજા ધાબે કૂદકા લગાવે. ચોતરફ ઘોંઘાટ થતો હોય. પડોશીની ફરિયાદ પણ અવારનવાર સાંભળવી પડે. હાથમાં પતંગ કે દોરી પકડવા માટે વાંસને કાંટાથી બાંધેલો ઝંડો હોય. ફળિયામાં પતંગ પડ્યો કે ઝંડો લઈને તરત પકડવા દોડી જાય. વળી, પતંગ ખરીદીને લાવવા કરતાં પકડવામાં વધારે આનંદ આવે. એના ચહેરા પર પણ જુદી જ જાતનો આનંદ-ઉલ્લાસ વર્તાય. અગિયાર વર્ષનો બાળક મુકુન્દ. અમદાવાદ, એલિસબ્રિજ વિસ્તારની ઠાકર્સ હાઈસ્કૂલમાં ભણતો હતો. અભ્યાસમાં તેજસ્વી પણ પતંગ અને ક્રિકેટનો એટલો રસિયો કે બધું ભાન ભૂલી જાય. રાંધ્યાં ધાન ઠંડાં પડી જાય. આ તો રોજની રામાયણ. વધારે પડતો સમય પતંગ ઉડાડવામાં અને ક્રિકેટ રમવામાં જાય. માતાને ચિંતા થવા લાગી. હોનહાર છોકરો આ રમતની પાછળ ભણવામાં પાછો તો નહિ પડેને! પણ આ બધી ચિંતા થોડી છોકરાને હતી ? બસ, એ તો એની મસ્તીમાં મસ્ત. ગુણવાન પિતા વીરજીભાઈ ધંધામાં વ્યસ્ત હતા. ક્યારેક આનો ખ્યાલ આવે, પણ નજરઅંદાજ કરે. ક્યારેક પત્નીને પૂછેય ખરા, “ભાગીરથી, ક્યાં છે મુકુન્દ?” ક્યાં હોય? હશે ક્યાંક ધાબા પર કે પછી ગયો હશે બૉલ-બૅટ રમવા. માતાએ પિતા વીરજીભાઈને ફરિયાદ કરી. સ્ત્રી ત્યારપછી જન્મ તેજસ્વી તારકતો જન્મ તેજાં તારકતો જન્મ તેજસ્વી તારકતાં જન્મ
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy