SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વીણેલાં મોતી મોટાભાગનું પૂજ્યશ્રીનું લખાણ સાધકોને વિશેષપણે ઉપયોગી થાય તેવું છે. આમ હોવા છતાં રોજબરોજના જીવનમાં માર્ગદર્શક બની રહે અને સામાન્ય નાગરિકોને પણ ઉપયોગી થાય તેવું લખાણ પણ તેમના સાહિત્યમાં પૂરતા પ્રમાણમાં અવશ્ય જોવા મળે છે. વળી, મધ્યયુગના સંત-ભક્તોની પદ્યરૂપ અનુભવવાણી પર તેમના સરળ, સાદા, સંગીતમય અને પ્રેરણાદાયી દોઢસો ઉપરાંત સ્વાધ્યાયો થયા છે; જેમાં જીવનસુધારણા, ભક્તિ, સંસ્કારસિંચન અને સજ્જનતાની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે ઉપયોગી પાથેય પ્રાપ્ત થાય છે; જેનો સૌ સંસ્કારપ્રેમી સજ્જનોએ લાભ લઈ જીવનને સદ્ગુણોથી શણગારી, સાચી શાંતિ અને મનુષ્યભવનાં ઉચ્ચ મૂલ્યો પ્રત્યે, પોતાની જીવનનૌકાને લઈ જવા અનુરોધ છે. આવા સાહિત્યના થોડા નમૂના લઈએ ઃ • માનવસેવાની ઉપયોગિતા ૧. પરોપકારની ભાવના આધ્યાત્મિક જીવનનો પાયો છે. જે સ્વાર્થી છે તેના જીવનમાં સાચી આધ્યાત્મિકતા પ્રગટી શકતી નથી. અન્ય મનુષ્યો અને પ્રાણીઓનાં દુ:ખને જોઈને, તેઓને થતી પીડા જાણે કે પોતાને જ થતી હોય તેવી કરુણાની ભાવનાથી પ્રેરાઈને, તેને પોતા-તુલ્ય ગણીને, સાધક પોતે અગવડ વેઠીને પણ બીજાને મદદરૂપ થાય છે. ચિત્તની આવી કોમળ અવસ્થા પ્રગટ્યા વિના સદ્ગુરુ-શાસ્ત્રનો બોધ અસર કરી શકતો નથી. ૨. ૩. ૪. 30 ૫. ૬. જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં, આપણા ઘરમાં કે આડોશ-પાડોશમાં સત્સંગનું આયોજન, ભક્તિનું આયોજન, ધર્મવાર્તા વગેરેનું આયોજન કરીને ધાર્મિકતાનું અને સામૂહિક સાધના કરવાનું એક વાતાવરણ ઊભું કરવું એ પણ એક ઉત્તમ પ્રકારનો પરોપકાર ગણી શકાય. આમ કરવું એ મુમુક્ષુનું કર્તવ્ય છે; જેથી બીજાઓને પણ ધર્મ કરવામાં ઉત્સાહ આવે છે અને યોગ્ય સાધન-સામગ્રી અને સગવડો મળી રહે છે. જેણે સુખી અને પ્રસન્ન થવું હોય તેણે શાંત અને સાત્ત્વિક થવું જોઈએ. દાનથી લોભરૂપી વિકાર મંદ થાય છે. વળી બીજાં પ્રાણી, પશુપંખી અને મનુષ્યોને જીવનજરૂરિયાતની ચીજો મળી રહે છે અને તેમને સુખશાતા ઊપજે છે. આમ, દાનધર્મ એ પણ પરોપકારનો એક ઉત્તમ પ્રકાર છે. નાનું કે મોટું, પરોપકારનું કોઈનું કોઈ કાર્ય દ૨૨ોજ કરવું જ એવો સજ્જનોએ નિયમ લેવો; અને તેનો દૃઢતાથી અમલ કરવો. કેટલાં વર્ષ જીવ્યા તે અગત્યનું નથી, પણ જીવનમાં સત્કાર્ય, પરોપકાર અને આત્મશુદ્ધિ કેટલાં પ્રાપ્ત કર્યાં તે અગત્યનું છે. આજકાલના શહેરી જીવનમાં, આપણા નિવાસસ્થાનની આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક તો ઝૂંપડપટ્ટી અથવા 130 બોલ મા વીણેલાં મોતી વીણેલાં મોતીની ખેાં મોતી વીણેલાં મોતી બને ત
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy