SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ આર્થિક સહાય તેમજ શ્રી આત્માનંદજીની નિશ્રામાં તૈયાર થયેલા સાધકો દ્વારા સેવાઓ (Field work), સંસ્થામાં તેમજ આજુબાજુનાં ગામડાંઓમાં નેત્રયજ્ઞો - જેમાં મોતિયાનાં ઑપરેશન તથા દર્દીઓની બહોળી સંખ્યામાં આંખની તપાસ, સંસ્થાની રજતજયંતિ નિમિત્તે શેરથા ગામમાં પશુસારવાર કૅમ્પનું આયોજન, હાલીસા ગામે નિઃશુલ્ક આરોગ્ય ચિકિત્સા કૅમ્પ કે જેમાં નિઃશુલ્ક દવા, ઇજેક્શન, ફિઝિશિયન, સ્ત્રીરોગના નિષ્ણાત, બાળરોગ, નાક-કાન-ગળાના રોગોના, ચામડીનાં દર્દોના નિષ્ણાતો તેમજ પેથોલૉજિકલ સારવાર, નિદાનનાં કાર્યોનો સમાવેશ થાય છે. શ્રી નિર્મળભાઈ મણિકાંત દેસાઈ નામના દાહોદના કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીને, જુલાઈ ૨૦૦૬માં સંસ્થાના મુમુક્ષુઓએ ફાળો એકઠો કરી રૂપિયા એક લાખથી વધુનો સહયોગ કિડની ટ્રાન્સપ્લાન્ટના સારવાર માટે આપેલ અને વીસેક દિવસ સંસ્થામાં નિઃશુલ્કપણે આવાસ-આહારની સગવડો કરી આપી હતી. ૨૦૦૬ની સાલના ઉનાળામાં, જૂના કોબા ગામમાં, ૩ મહિના માટે છાશ કેન્દ્ર શરૂ કર્યું છે અને તેની સફળતાથી પ્રેરાઈને આજુબાજુનાં બીજાં નાનાં ગામડાંઓમાં પણ છાશ કેન્દ્ર ચાલુ કરવાની વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત આ ગામડાંઓનાં લોકો માટે સંસ્થામાં દવાખાનું શરૂ કરવાની ભાવના પણ શ્રી આત્માનંદજીના હૃદયમાં છે. નવસર્જનના શિલ્પી આ માનવજીવન યથાશક્તિ બીજાઓને પણ ઉપયોગી થવા માટે છે, ઘસાવા માટે છે. તેના દ્વારા કંઈક રૂડું થાઓ, ભલું થાઓ-ઉમદા થાઓ-શ્રેષ્ઠ થાઓ એવી ભાવના પૂજયશ્રીની નિરંતર રહી છે. ‘આપણે એકલા જ અભ્યદયને પામીએ' આ ભાવના સંકીર્ણ, સ્વાર્થી અને લગભગ દુઃસાધ્ય છે. વ્યવહારજીવનમાં જેમ સજ્જન મનુષ્ય પોતાને પ્રાપ્ત સુખસામગ્રીનો વિનિમય કરે છે તેમ, આપણે આત્મકલ્યાણ અને ઉચ્ચ ગતિને પામીએ તો આપણી આજુબાજુવાળા શું તેથી લાભાન્વિત થયા વગર રહે ખરા? તેથી જ તેમનામાં સ્વ-ઉપકાર અને પરોપકાર એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. | પૂજ્યશ્રી કહે છે : “હું પણ સુધરે, ધર્મ પામું અને બીજાને પણ પ્રેરણા આપું તેમજ તેમને પણ ધર્મ પામવાની સામગ્રી મળે અને તેઓ પણ સુખ-શાંતિ પામે તેવા આશયથી જ આ સાધના-કેન્દ્ર, આ ગુરુકુળ, આ દવાખાનું, આ વિદ્યા-ભક્તિ-આનંદધામ, આ સાહિત્યપ્રકાશનો, આ સીડી-ડીવીડી આદિ અસ્તિત્વમાં આવ્યાં છે. શાંત, કુદરતી વાતાવરણ, સુસંસ્કારોની પ્રેરણા, વિદ્વાનો-સંતોનું સન્માન, જ્ઞાનની મોટી પરબ, ભારતીય સંસ્કૃતિનો પ્રેમ, તનમન-આત્માનું આરોગ્ય અને જીવનની મૂળભૂત જરૂરિયાતો અહીં ઉપલબ્ધ છે. સૌ કોઈ જનો એ બધાનો યથાયોગ્ય લાભ લઈ જીવનને ઉન્નત, ઉમદા અને દિવ્ય બનાવે એ જ ભાવના. ૐ શાંતિઃ” ઉપરોક્ત ગુણોમાંના કેટલાકને તેમના જીવનપ્રસંગો દ્વારા હવે આગલાં પ્રકરણમાં પ્રત્યક્ષ નિહાળીએ. _129 www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy