SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ કંઈક ભૂલ પોતાનાથી થઈ ગઈ છે તેમ બન્નેને લાગ્યું. પૂજ્યશ્રી તો કૉફી પી ગયા. ચંદ્રકાંતભાઈને ખબર પણ પડી નહીં. - પૂજ્યશ્રીને મન બધું ય સરખું. કૉફી કડવી હોય કે સાકરવાળી હોય. કોઈ કોઈ વાર રસોઈમાં મીઠું ભૂલથી રહી ગયું હોય તોય બોલ્યા ચાલ્યા વિના સહજ રીતે જમી લેતા એવો અનુભવ ઘણાંને થતો. આથી એમ કહી શકાય કે એમણે સ્વાદ ઉપર વિજય મેળવ્યો છે અને આ વિજય બાળપણથી હતો. ઘરે કે આશ્રમમાં તેમણે કોઈ વખત રસોઈના સ્વાદ બાબતમાં કોઈને કશું કહ્યું નથી કે નથી ફરિયાદ કરી. ઊલટું એમ કહેતા કે જેવું બનાવશો તેવું ચાલશે અને એ બરાબર જ હશે. - મીઠું વધારે કે ઓછું - સ્વાદિષ્ટ કે બેસ્વાદ બન્ને પરિસ્થિતિમાં એક સ્વાદ પરનો જ વિજય છે. બાકી મોળું કે સ્વાદને સમાન માનવાવાળા કેટલા? - પૂજયશ્રી આ સ્વાદજયમાં પોતાના પૂર્વભવની આરાધનાનું સીધું ફળ જુએ છે. બાળપણ કે યુવાવસ્થામાં પણ અમુક વસ્તુ ભાવે અને અમુક ન ભાવે એવું એમને કદાપિ થયું હોય એવું એમની સ્મૃતિમાં નથી. આ સ્વાદજય તેમના માટે મુખ્યપણે સ્વાભાવિક અને જન્મજાત બિના રહી છે. ૧ ના FO Clife જળકમળવત્ શ્રી આત્માનંદજી લિખિત ‘અર્વાચીન જૈન જ્યોતિર્ધરો' ગ્રંથનું જાહેર વિમોચન, સાયન-મુંબઈના માનવસેવા સવાણી સભાગૃહમાં તા. ૧-૧-૧૯૮૮ના રિ રોજ, મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ, સૌમ્યમૂર્તિ શ્રી મધુકિરણ પી. કેનિયાના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું. આ વિશાળ અને ભવ્ય સમારોહમાં અનેક પ્રસિદ્ધ મહાનુભાવો આવ્યા હતા. જેમાં જૈન તા. જેમાં જૈન અને તત્ત્વજ્ઞાનના વિદ્વાન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, પ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રી શ્રેયાંસ પ્રસાદ જૈન. શ્રી ને ‘અર્વાચીન જૈન જ્યોતિર્ધરો’ પુસ્તકના વિમોચનની વેળાએ ગુણવંતભાઈ શાહ જેવા પ્રસિદ્ધ ચિંતક, શ્રી હરીન્દ્ર દવે જેવા કવિ, ડૉ. શ્રી ચીનુભાઈ નાયક, ડૉ. શ્રી રમણભાઈ સી. શાહ તથા ભારત જૈન મહામંડળના અનેક હોદ્દેદારો અને બૃહદ્ મુંબઈના અગ્રગણ્ય જૈન સંઘોના શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગની સમગ્ર તૈયારી જોવા પૂજયશ્રી અને કેટલાક ભાઈઓ હૉલ પર ગયા. સ્ટેજ પરની તેમજ બેનર્સ વગેરેની બધી યોગ્ય વ્યવસ્થા જોઈ આદરણીય શ્રી શાંતિભાઈ સી. મહેતાએ પૂજયશ્રી આગળ ખૂબ ખુશી વ્યક્ત કરી ત્યારે પૂજયશ્રીએ કહ્યું : શાંતિભાઈ, આ બધું તો જ્ઞાતાનું શેય છે. એમાં આપણે શું હર્ષ કરવાનો?” શાંતિભાઈ તો હેબતાઈ જ ગયા અને મનોમન સંતની નિસ્પૃહતાનો વિચાર કરતા રહ્યા. સમસ્ત મુંબઈના લગભગ ૨૦૦૦ (બે હજાર) જેવા અગ્રણીઓ આવશે. સમારંભ પ્રભાવશાળી થશે. એનું 115
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy