SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ OH O મહત્ત્વ પણ સવિશેષ હતું. પોતાના પુસ્તકનું વિમોચન હતું. ચારે બાજુથી એવું વાતાવરણ ઊભું થવાનું હતું કે કોઈ પણ વ્યક્તિને પ્રસન્નતા ઊભી થયા વિના રહે નહીં. પણ અહીં તો ‘આ પ્રસંગ સાથે માત્ર સત્સાહિત્યના પ્રસાર સિવાય આપણે કોઈ જ સંબંધ નથી,’ એવી તેમની જાગૃતિ હતી. ‘મારા’પણાનો ભાવ ક્યાંય નહીં. જલકમલવત્ ભાવ જોઈ શાંતિભાઈ કહે છે : ‘હું મનોમન આશ્ચર્ય અને અહોભાવ સાથે વંદી રહ્યો.’ સકળ જગત તે એંઠવતુ.... લોકો સમારંભમાં રાચે છે, સંતો આત્મદશામાં રાચે છે. લોકહિતાર્થ માટે ક્યારેક આવા સમારંભો યોજવા પડે પણ સંતોને એનું વળગણ ક્યારેય હોતું નથી. સાધનામાં દઢતા અને સ્વાશ્રય તા. ૩૦-૭-૨૦૦૬ સમય સવારે ૫-૨૦ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસતો હતો, તેથી કોબા આશ્રમમાં વીજળી આખી રાત નહોતી. ૫૨૫ કલાકે છેલ્લો ઘંટ વાગ્યો પણ અંધારું, સતત વરસતો વરસાદ એટલે ભક્તિમાં કેવી રીતે જવું તે પ્રશ્ન સૌને માટે હતો. સંતકુટિરમાં Portable Light હતી, જે શ્રી સંતાષકુમારે ચાલુ કરી અને પૂજ્યશ્રી સીધા સ્વાધ્યાય-હૉલમાં પહોંચી ગયા. વરસાદ અને અંધારાને લીધે હજુ કોઈ આવ્યું નહોતું. બરાબર ૫-૩૦ વાગ્યે નરસિંહભાઈ આવ્યા. નિત્ય ભક્તિક્રમ ચાલુ કર્યો. માઇક પણ ચાલતાં નહોતાં. સ્વાધ્યાય-હૉલની વચ્ચે, પાછળના ભાગમાં Portable Light મૂકવામાં આવી. ૫-૫૦ સુધીમાં પ્રાતઃવંદન પૂરું થયું. માત્ર પાંચ-સાત મુમુક્ષુઓ જ હતા. લાઇટ વિના આગળની ભક્તિ કેવી રીતે કરવી ? પૂજ્યશ્રીએ તુરત જ માળાઓ ઝિલાવવાની ચાલુ કરી દીધી અને પછી જે પદો મોટા ભાગના મુમુક્ષુઓને મોઢે હોય તે બોલાવવા માંડ્યા. શુભ શીતળતામય..... - બહુ પુણ્ય કેરા પુંજથી..... જડને ચૈતન્ય બન્ને.....ઇત્યાદિ - ત્યાં સુધીમાં ૬-૨૫ મિનિટ થઈ. લગભગ મોં-ઊજળું થયું હતું; તેથી આશરે ૨૨-૨૫ જેટલાં મુમુક્ષુ ભાઈબહેનો આવી ગયાં હતાં. આજે રવિવારનો દિવસ હોવાથી સફાઈ કરવાની હતી. ક્ષમાપના અને અંતમંગળ બોલીને, સૂત્રનું ઉચ્ચારણ કરીને સૌએ સમાપ્તિ કરી. ૬-૪૦ થઈ હતી; તેથી બાદરભાઈ પાણીની ડોલો લઈને આવ્યા. છેલ્લા ૧૫ દિવસથી કમરનો દુખાવો હતો, છતાં પૂજ્યશ્રીનો ભક્તિમાં ઉત્સાહ જોઈને સૌ મનોમન 116
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy