SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરના કારણે સ્વાધ્યાયમાં વિક્ષેપ પડે તે કેમ ચાલે ? શરીર શરીરનું કામ કર્યા કરે. આત્મા આત્મા.....આત્માની ધૂનવાળા સાધકને વળી શરીરની આળપંપાળ કેવી ? શરીર આપણું સાધન ખરું પણ એનું મહત્ત્વ ધર્મઆરાધનાના માધ્યમ પૂરતું; એનાથી વિશેષ કશું નહીં. સૂક્ષ્મ રાગ ઘટાડવાનો સૌથી પ્રથમ પ્રયોગ શરીરથી જ થાય તો બાકીના કષાયો આપોઆપ સંકોચાતા જાય અને સાચી જ્ઞાનવૈરાગ્યમય દશા ક્રમે ક્રમે પ્રગટે. અસ્વસ્થ શરીરે અથવા ૨-રો ડિગ્રી તાવ હોય તો ય નિત્યક્રમ ચાલુ જ રહે તેવા એમના અનેક પ્રસંગો મળશે. મુક્તાબહેન મહેતાએ તેમના જુલાઈ, ૧૯૮૯ના દક્ષિણ ભારતના પ્રવાસ વખતે બેંગલોરમાં સુવર્ણાબહેને યોજેલા કાર્યક્રમમાં આવી ઘટના બન્યાનો ઉલ્લેખ કર્યો છે. સોનાસણ કૃષિ ગ્રામવિદ્યાલયના અનુસ્નાતક શ્રી મોહનભાઈ પટેલ પોતાના એમ.ફિલ.ના નિબંધમાં સંસ્થાની જુદી જુદી પ્રવૃત્તિઓમાં સામૂહિક સફાઈનો ખાસ ઉલ્લેખ કરતાં કહે છે : શ્રી આત્માનંદજી સવારે ૭-00 વાગ્યે મોટું ઝાડું લઈ બધાની સાથે સફાઈ કરવા નીકળી પડે છે. હું સંસ્થાના સ્થાપક અને અધિષ્ઠાતા છું, મારાથી આવું ઝાડું મારવાનું કામ કેમ થાય?' એવો વિચાર તેઓ કદી કરતા નહીં. હું બારેક દિવસ આશ્રમમાં રોકાયો ત્યારે સફાઈના કામમાં તેઓ નિયમિતપણે સૌથી પહેલા હાજર થઈ જ ગયા હોય.” . આશ્રમની સફાઈમાં જોડાયેલ પૂજ્યશ્રી સ્વાદ પર વિજય કોબા આશ્રમમાં શ્રી આત્માનંદજીની રસોઈની વ્યવસ્થા મંગળાબહેન શેઠ ઘણાં વર્ષોથી અને અંતરની લગનીથી સંભાળે છે, જેથી તેમને ‘ગુરુરક્ષક' કહેવાય છે. એમની રસોઈ પણ વ્રત-નિયમ મુજબની શરીરને પોષણ જોઈએ એટલા પૂરતી જ રહેતી. જેને એમનો ખ્યાલ હોય તે જ સંભાળી શકે. બપોરના પૂજયશ્રી માટે રાબેતા મુજબ ઉકાળો બનાવે અને તેમાંથી જ શ્રી ચંદ્રકાંતભાઈ કૉફી બનાવે. એક દિવસ મંગળાબહેન ઉકાળામાં સાકર નાખવાનું ભૂલી ગયેલા તે છેક સાંજે યાદ આવ્યું. તેમણે ચંદ્રકાંતભાઈને પૂછ્યું : ‘તમે કૉફીમાં સાકર નાખેલી? હું તો ભૂલી ગઈ હતી.” ચંદ્રકાંતભાઈએ ‘ના’ કહી. સ્વાદ પર વિજય a r e o _ 114 PM o
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy