SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શુભસ્ય શીઘ્રમ્. ઈ.સ.૧૯૮૨થી કોબામાં સાધનાજીવન ધબકતું થઈ ગયું હતું. ૧૯૮૪માં ત્યાગી ભુવન - સંતકુટિર પણ તૈયાર થઈ. શ્રી આત્માનંદજીએ માત્ર કોરા કે શુષ્ક તત્ત્વજ્ઞાનની વાત કરી નથી. સાધકોને અને સમાજને ઉપયોગી એવું લેખનકાર્ય કર્યું છે તેમ પ્રત્યક્ષ હાજર રહી અનેક સંસ્કારપ્રેરિત પ્રવૃત્તિઓ આદરી છે. સાધક નવરો ન પડે, આળસુ ન બની જાય અને માત્ર કર્મકાંડની રીતે યંત્રવત્ – જડ જીવન ન જીવે એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે. એ રીતે દિનચર્યા ગોઠવાઈ છે. એમાં સ્વાધ્યાય-પ્રવચનો એક મહત્ત્વનું અંગ છે. સંસ્થાઓ તો અનેક હોય છે પણ એમાં નિયમિતપણે સ્વાધ્યાય બહુ ઓછી જગ્યાએ અપાતો જોવા મળે છે. શ્રી આત્માનંદજીનો સ્વાધ્યાય સાંભળવો એ સાધક માટે એક ખાસ સંભારણું છે. તેઓ એક ઉત્તમ પ્રભાવશાળી વક્તા છે. તેમની વાણી હૃદયના ઊંડાણમાંથી સહજપણે પ્રવહે છે અને શ્રોતાવર્ગને પોતપોતાની કક્ષા પ્રમાણે ઉપયોગી અને પ્રેરક બને છે. વચ્ચે વચ્ચે અપાતી -પંક્તિઓમાં, રણકતા અવાજે ગાઈને મુદ્દાને સ્પષ્ટ અને સઘન કરે છે. એ સાંભળવી પણ ગમે છે. તેમના પ્રત્યેક શબ્દ પાછળ સાધનાનું આંતરિક બળ પ્રગટતું જોઈએ છીએ. ઋષિ-મુનિઓ અને સંતોનાં અવતરણો રજૂ કરતી વખતે, તેઓના પ્રત્યેનો, તેમના હૃદયમાં રહેલો પરમ વિનયનો એક વિશિષ્ટ ભાવ તેમના મુખ પર જોવા મળે છે. An enlightened orator can appeal to all classes of audience, the ability to sing well gives a magical touch.... Thus, Shri Atmanandji is a shining expample of that special class of public-orators. એમનું ગાન શ્રોતાઓ પર જાદુઈ અસર કરે છે. એમની શૈલી ઘરેલુ છે; જાણે કુટુંબના માણસો વચ્ચે વાતચીત થતી ન હોય! ક્યારેક તેઓ શ્રોતાઓ પાસેથી જ જવાબ કઢાવે, જેથી શ્રોતાઓને વિષય ગ્રહણ કરવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. રસાસ્વાદમાં બાધ આવે એટલું જ. શ્રોતા અને વક્તા વચ્ચેની અંતરંગ આત્મીયતા ધ્યાન ખેંચે છે. સ્વાધ્યાય માટેની એમની નિયમિતતા અને આગ્રહ એટલાં કે કોઈ કાર્યક્રમ માટે બહાર ગયા હોય તો પ્રવાસેથી સીધા જ આવી સ્વાધ્યાય-પ્રવચન આપવા બેસી જાય છે, એવું અનેક વાર બન્યું છે. આ ઉપરાંત સંસ્કારિતાને પોષક એવી બે પ્રવૃત્તિઓનું તેઓ ખૂબીપૂર્વક આયોજન કરે છે : (૧) શિબિરો અને સત્સંગ-મિલનો, (૨) ધર્મપ્રવાસો અને તીર્થયાત્રાઓ. આધ્યાત્મિક શિબિરો અને યુવાશિબિરોઃ શ્રી આત્માનંદજીની પ્રેરણાથી વર્ષમાં સરેરાશ આઠ-દસ સાધનાશિબિરો મોટે ભાગે કોબા આશ્રમ ખાતે આયોજિત થાય છે, જેમાં બે યુવાશિબિરોનું આયોજન કરવામાં આવે છે. સાધનાશિબિરોમાં : (૧) ફેબ્રુઆરી ૧૪ની આજુબાજુ, શ્રી આત્માનંદજીના આત્મસાક્ષાત્કાર દિન નિમિત્તે ત્રણ દિવસની શિબિર; (૨) વર્ષના મે મહિનામાં સંસ્થાના સ્થાપના દિન નિમિત્તે ત્રિદિવસીય શિબિરનું આયોજન, (૩) સંસ્થામાં અથવા મુંબઈ કે મુંબઈની આસપાસનાં વિવિધ સ્થળોએ, એપ્રિલના અંતમાં અથવા મે માસમાં યોગ્ય સમયે; (૪) ગુરુપૂર્ણિમા નિમિત્તે ત્રિદિવસીય શિબિર; (૫) પર્યુષણ પર્વ શિબિર; (૬) દિવાળીની મંત્રજાપની વિશિષ્ટતાવાળી પંચદિવસીય શિબિર અને (૭) શ્રી આત્માનંદજીના જન્મ મંગળદિન ૨જી ડિસેમ્બરના ઉપલક્ષે ત્રણ થી પાંચ દિવસની શિબિરોનું નિયમિત આયોજન થાય છે. આ ઉપરાંત યુવાનો માટે ઉનાળામાં, દિવાળીની રજાઓમાં અથવા નાતાલની રજાઓમાં સંસ્કારશિબિર અને જીવનલક્ષી શિબિરોનું સંસ્થામાં અથવા ઈડર, તારંગા, કોસબાડ (મહારાષ્ટ્ર) જેવાં Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy