SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શિબિરો તીર્થયાત્રાઓ. શ્રી આત્માનંદજીએ ૧૯૮૪માં વ્રત અંગીકાર કરી, બ્રહ્મચારી વેષ ધારણ કરી, કોબા મુકામે સ્થપાયેલ શ્રીમદ્ રાજચંદ્ર સાધના કેન્દ્રમાં સ્થિર થઈ, પોતાની પ્રવૃત્તિઓની ગતિ વધારી દીધી હતી. શરૂઆતમાં ૨૦ દિવસ અને પછી તો કાયમી ધોરણે કોબા આશ્રમમાં તેઓ આત્માનંદજીના નામે સ્થાયી થયા. સાચો જ્ઞાની, સાચો ધ્યાની, સાચો શિક્ષક, સાચો ધર્મી પોતે જે પ્રાપ્ત કર્યું છે તેને કેવલ વ્યક્તિગત ન બનાવતાં સમાજમાં તેને હોંશે હોંશે દ્વિગુણિત ઉત્સાહથી લૂંટાવી દે છે. હજારો વર્ષોથી આ ભારતીય પરંપરા ચાલુ રહેલી છે. અનેક વિદેશી આક્રમણો થયાં પણ આધ્યાત્મિક દૃષ્ટિથી આપણને કોઈ પરાજિત કરી શક્યું નથી; તેનું કારણ ઘેર ઘેર જ્ઞાનદીપ, ધર્મદીપ જલતા રહ્યા તે છે. દેશ-કાળ-પરિસ્થિતિ પ્રમાણે જ્ઞાનપ્રવાહનું માધ્યમ બદલાયું હશે, પણ કોઈ ને કોઈ સ્વરૂપે એ દીપ જલતો રહ્યો છે. આધુનિક યુગમાં વૈજ્ઞાનિક ઉપકરણોને કારણે પશ્ચિમની બિંદાસ સંસ્કૃતિનું આક્રમણ વધ્યું છે. ભૌગોલિક આક્રમણ કરતાં પણ આ મોટું અને ભયાનક આક્રમણ છે. પ્રગતિને નામે આપણે એને નજરઅંદાજ કરીએ છીએ. આજે આપણે કુટુંબ સાથે બેસીને ટી.વી. જોતાં લજ્જા અનુભવીએ એટલી હદે આ સમૂહ-માધ્યમોમાં અશ્લીલતા આવી છે. બે સંસ્કૃતિઓનો પાયાનો તફાવત સમજ્યા વિના આપણે પશ્ચિમની સંસ્કૃતિ તરફ ઘેલા બન્યા છીએ, એ આપણું દુર્ભાગ્ય છે. આપણી સંસ્કારપ્રેરિત ભાવના, કુટુંબ અને સમાજવ્યવસ્થા ધીમે ધીમે તૂટતાં જાય છે. અધિકાર પ્રમાણેના વિનયની, માન-મર્યાદાની ભાવનાના મૂળમાં જ ઘા થયો છે. તેથી જ તો આપણાં ઘણાં કુટુંબો અશાંતિના વમળમાં ફસાતાં જાય છે. આપણાં જીવનમૂલ્યો અને આપણી આગવી, ત્યાગપરાયણ, આધ્યાત્મિક ભારતીય સંસ્કૃતિ પરનો આઘાત વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને ભૌતિકવાદી, ભોગપરાયણતાથી ઘેરી લેશે. આવે સમયે આપણાં માનવમૂલ્યોની, આપણા જ્ઞાનવારસાની અને આપણી આધ્યાત્મિક ખેવનાની પુનઃપ્રતિષ્ઠા કરવાની આવશ્યકતા છે. આવી અંધકારમય પરિસ્થિતિમાં જો કોઈ આશાનું કિરણ હોય તો તે છે આપણા સંતો, આશ્રમો અને સંસ્કારપ્રેરિત તથા સંસ્કારવર્ધક ભિન્ન ભિન્ન કાર્યક્રમો. ભલે પછી એ ડોંગરે મહારાજની ભાગવત કથા હોય કે મોરારીબાપુની રામાયણ કથા હોય, જૈન મુનિગણોનાં પ્રવચનો હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયનાં ધર્મ-સંમેલનો હોય, વૈષ્ણવ સંપ્રદાયનો મેળાવડો હોય કે બ્રહ્માકુમારીની શિબિરો હોય - એમાં કદાચ મર્યાદાઓ કે દોષો હશે, પણ એના જમા પાસાની ઉપેક્ષા કરી ન શકીએ. સંપ્રદાયથી પર એવી વિશાળ દૃષ્ટિ અપનાવવાનો સમાજને યોગ સાંપડે છે. એનાથી ઘણો મોટો ફાયદો થાય. શ્રી આત્માનંદજીના ચિત્તમાં પણ આ જ વિચારો છપાઈ ગયા: કઈ રીતે, કેવી રીતે સાધકોને, મુમુક્ષુઓને, આગળ વધવામાં મદદરૂપ થાઉં. સંસ્થા હતી, સાધકો હતા, સહયોગ હતો; અંતર ઉઘાડવાની જ જરૂર હતી. 89 શિબિરો તથા તીર્થયાત્રાઓ શિબિરો તeat તીયારાઓ શિબિરો તથા તીર્થયાટચારો
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy