________________
૭૮
કાવ્યાનુશાસન
(પણ) પ્રતીતિ થાય તે; ભરતનો આ વિચાર તેમણે કદાચ (નાટ્યશાસ્ત્ર ૧૬/૯૯ ઉ૫૨ની) ‘અભિનવભારતી’ના સારરૂપે તારવ્યો જણાય છે, અભિનવભારતી જણાવે છે (પૃ. ૩૩૫, પંક્તિ ૧૮.૯૯ નાટ્યશાસ્ત્ર વો. ૨. G. O. s. ૩૪) કે, ત્રાડર્થે અનુક્તેપિ બુધૈ: ધૃત્ત્વનયા अव्याख(ख्या)तोऽप्यर्थ: प्रयोजनं स्वयं जायते ( ज्ञायते ?) सोऽर्थो वैमल्याश्रयोऽपि वैमल्यमुपचारात् સોડર્થો વા વ્યસ્ય વૈમજ્યું સ્વયં નાનેથાનુપયોશિપરિવર્તનાત્ । ભરતનો મૂળ શ્લોક (નાટ્યશાસ્ત્ર ૧૬/ ૯૯) આ પ્રમાણે વાંચવા મળે છે (જે હેમચન્દ્ર વાંચતા નથી) જેમ કે,
" अप्यनुक्तो बुधैर्यत्र शब्दोऽर्थो वा प्रतीयते । सुखशब्दार्थसंयोगात् प्रसादः स तु कीर्त्यते ॥"
હેમચન્દ્ર જણાવે છે કે, ‘શબ્દ અને અર્થ' એમ બન્નેનું ગ્રહણ કરાયું છે કેમ કે, આ પ્રતીતિની પહેલાં ‘પદ’ની પ્રતીતિ થાય છે. (અહીં ‘પદ’ એટલે સુપ્ તિń પમ્ ) જેમકે, યસ્યાદુરીતિ।મ્મીર વગેરે (શ્લોક ૪૦૭, વિવેક, એજન), ‘વામનીયો' એટલે કે, વામનના અનુયાયીઓ ભરતના મતની આલોચના કરતાં જણાવે છે કે, આ તો વિશેષણો ઉપર આધાર રાખતી વિશેષ્યોની ઉક્તિ થઈ, એટલે વાસ્તવમાં “શૈથિલ્ય (એ જ) ‘પ્રસાદ’ છે.” (કા. સૂ. રૃ. ૩/૧/૬) હેમચન્દ્ર આની આલોચના કરતાં જણાવે છે કે આવું શૈથિલ્ય એ તો તમારા વ્યાખ્યાયિત ઓજોગુણના વિપર્યયરૂપ છે તેથી દોષ રૂપ છે, તે વળી ‘ગુણ’ કેવો ? હવે જો પૂર્વપક્ષી એમ કહે કે ‘ગાઢત્વ’ જોડે મિશ્રિત શૈથિલ્ય એ જ ગુણ છે, તો સિદ્ધાન્તીનો જવાબ એ છે કે, આ ગાઢત્વ (=સુસંબદ્ધત્વ) અને શૈથિલ્ય એ બે તો પરસ્પર વિરોધી ધર્મો થયા તેવા વિરોધીઓનો એક જ સ્થળે સમાવેશ ક્યાંથી શક્ય બનશે ? હવે પૂર્વપક્ષી જો એમ કહે કે, આવા શક્ય વિરોધનું શમન (સહૃદયોના) (આવા મિશ્રણના) અનુભવથી થઈ જાય છે. જેમ કે, કહ્યું છે કે, “જેમ કરુણ પ્રેક્ષણીય(દશ્યો)માં સુખ અને દુ:ખનું મિશ્રણ સિદ્ધ (એવો સહૃદય) અનુભવે છે, તે જ રીતે, ઓજોગુણ અને પ્રસાદનું મિશ્રણ (અનુભવે છે.)” (કા. સૂ. રૃ. ૩/૧/૯/૧૦.) અર્થાત્ પૂર્વપક્ષી કહે છે કે આ રીતે ગાઢત્વ / શૈથિલ્યનું મિશ્રણ પણ સહૃદયના અનુભવનો વિષય બની શકે. હેમચન્દ્ર જણાવે છે કે, આ બાબતમાં તો પૂર્વપક્ષીએ ઉપર જે દૃષ્ટાન્ન આપ્યું એ જ અસિદ્ધ છે. દૃષ્ટાન્તનો વિદ્યાત થતાં, તેના પર આધારિત દાર્ણાન્તિક વિગત આપોઆપ નીકળી જાય છે. હેમચન્દ્ર પોતાની દલીલનો વિસ્તાર કરતાં જણાવે છે કે, સામાજિક લોક નાટ્યકર્મ વિશે પોતે કરુણરસથી વાસિત ચિત્તવૃત્તિવાળો બની પહેલાં દુ:ખી થાય છે અને પછી પાત્રના પ્રયોગની કુશળતાથી પાછળથી સુખી થાય છે. (આમં દુઃખ-સુખના અનુભવમાં ક્રમ રહેલો છે) જ્યારે, ઓજસ્ અને પ્રસાદનો અનુભવ ‘યુગપ’ એકીક્ષણે જ થાય છે એવી પૂર્વપક્ષીની પ્રતિજ્ઞા છે. (આ તો પૂર્વપક્ષને કાપવા ઘડીભર હેમચન્દ્રે રસાનુભવની પૂર્વપક્ષીએ સ્વીકારેલી સુખદુઃખાત્મકતા સ્વીકારી લીધી પણ વાસ્તવમાં રસાનુભૂતિનો સ્વભાવ કેવળ આનંદઘન સંવેદનના અનુભવરૂપ છે એ સમજાવતાં આચાર્ય નોંધે છે કે,) જો તત્ત્વની એટલે કે, સાચી પરિસ્થિતિની વિવેચના કરવામાં આવે તો તો બધા જ
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org