________________
૬૮
કાવ્યાનુશાસન અતિશય પ્રતીત થાય છે, એનાથી વધુ અને વરની અસાધારણ રૂપસંપત્તિનો બોધ થાય છે, જે દ્વારા જોવામાં અવરોધકારક એટલી ક્ષણને પણ વિધ્વરૂપ માનીને હંમેશા પોતાને આધીન એવા કરકમળથી એને રોક્યો પણ નહિ. આમ, અહીં કરણની પ્રધાનતા છે, જેથી તેને સમાસમાં ન જોડીને ગૌણ ન બનાવ્યું. અને વળી, જેમ કે, “Úમક્ષમા માનં' વગેરે (શ્લોક ૩૭૭, વિવેક, એજન)માં પણ (તમ જ છે), એનું પ્રત્યુદાહરણ “ઘાત્રા સ્વહસ્ત7િ9તેન” વગેરે (શ્લોક ૩૭૮, વિવેક, એજન) વગેરે છે. (આ બધું વ્યક્તિવિવેક પૃ. ૨૪૮, આ. એજન પ્રમાણે છે.)
(વ્યક્તિવિવેક પૃ. ૨૪૮) સંપ્રદાનનું ઉદાહરણ, જેમ કે પૌત્તત્ત્વઃ સ્વયમેવો વગેરે (શ્લોક ૩૭૮, વિવેક, એજન) છે. અહીં ભાર્ગવ દ્વારા જીતીને કરાયેલા પૃથિવીદાનમાં “દિનેગ:' એ સંપ્રદાનરૂપ વિશેષણ છે. તે દ્વારા પાત્રને આપવા રૂપી ઉત્કર્ષ આવે છે અને તેનાથી પરશુરામના શૌર્યાતિરેકની વ્યંજના થાય છે. આ રીતે તે (વિશેષણ) રાવણના કોપનું ઉદીપનકારક થાય છે. તેથી તે પ્રધાનરૂપે વિવક્ષિત હોવાથી “દત્તા' એ પદ સાથે તેને સમાસમા જોડીને કવિએ તેની શોભા હણી નથી. પહેલાંની માફક (“ વિપ્રપ્રસ્તામરી ' એમ સમાસ કરીને) આનું પ્રભુદાહરણ જાણવું.
અપાદાનનું ઉદાહરણ જેમ કે, (વ્યક્તિવિવેક પૃ. ૨૫૦ એજન) તાતાજ્જન્મ વગેરે (શ્લોક ૩૮૦, વિવેક, એજન) છે. અહીં “તાતથી” અને “ક્ષુદ્રતાપસથી એમ જે જન્મનાં કારણ એવાં અપાદાન (વાચક પદો છે, તેમનાથી) બે વિશેષણો બને છે અને તે ઉત્કર્ષ અને અપકર્ષ દ્વારા એમનાથી યુક્ત કુંભકર્ણની અતિશય કુલીનતા અને શક્તિહીનતાનો બોધ કરાવે છે. (તે અનુક્રમે તાતાત્ એટલે કે ) પિતા(બ્રહ્મા)ના પૌત્ર હોવારૂપ તથા મહામુનિ(ના) પુત્ર હોવા રૂપ (કુલીનતા સૂચવે છે.) પછી તે જ ભાઈ દશાનનની શોક તથા લજ્જાની આગમાં ઈંધણરૂપ બને છે. આથી પ્રધાનરૂપે (તે વિશેષણો) અપેક્ષિત છે. તેથી તેમને (જન્મ” અને “નિધન' પદો સાથે) સમાસમાં જોડીને ગૌણ નથી બનાવાયાં.
અધિકરણનું ઉદાહરણ જેમ કે, શૈશવેડગ્રસ્ત (શ્લોક ૩૮૩, વિવેક, એજન) વગેરે છે. અહીં તપસ્વિમર્યા વગેરે ઉદાહરણ (વ્યક્તિવિવેક પૃ. ૨૫૧, એજન), આચાર્યે છોડી દીધું છે. અને તે પછીનું એક જ ઉદાહરણ લીધું છે. આ શૈશવે વગેરેની સમજૂતી મહિમાએ નથી આપી તે હેમચન્દ્ર વિવેકમાં (પૃ. ૨૫૪, એજન) જોડે છે. અહીં શૈશવે વગેરે અગસ્તવદ્યત્વ નાં અધિકરણ રૂપે જે વિશેષણો છે તે દ્વારા રઘુઓના બીજા કુળથી વિલક્ષણતા રૂપ અતિશયને સ્થાપિત કરતાં (તેમના) યથોચિત નવનસિંઘનું ઉન્મીલન કરે છે, તેથી તે પ્રધાનરૂપે વિવક્ષિત હોવાથી (“રઘુઓ'વાચી) પદ સાથે સમાસમાં સમશીર્ષક બનાવાયાં નથી. આનું પ્રત્યુદાહરણ (વ્યક્તિવિવેક પૃ. ૨૫૧, એજન) જેમ કે ગુરક્તવિહ્નિતી વગેરે (શ્લોક ૩૮૪, વિવેક, એજન) છે.
સંબંધનું ઉદાહરણ જેમ કે, gયં તિં સંપ્રતિ વગેરે (શ્લોક ૩૮૫, વિવેક, એજન) છે. અહીં શોચનીયતા પ્રાપ્ત થવા વિશે હેતુરૂપ જે સમાગમની પ્રાર્થના છે તેમાં સંબંધી દ્વારા પાતિન:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org