________________
ભૂમિકા
૬૯ એમ વિશેષણ છે. તે તેની (સમાગમપ્રાર્થનાની) (શોચનીયતા પ્રાપ્ત કરવાની) ક્ષમતાને ખૂબ વધારી દે છે. કેમ કે, જે (પત્નિ =) ખપ્પરધારી છે અને બધા જ પ્રકારના અમંગળનું ઘર છે, તે નિંદિત આચારમાં લાગેલો છે, તેથી તેનાં દર્શન કે (તેની સાથેની વાતચીત પણ નિષિદ્ધ છે. આથી વિધેય હોવાથી પ્રધાનરૂપે તે (વિશેષણ) વિવક્ષિત છે તેથી વિશેષ્ય સાથે તેને સમાસમાં જોડ્યું નથી. (આ પછી વ્યક્તિવિવેકનું નન નન: યા વગેરે ઉદાહરણ (પૃ. ૨૫૨, એજન) આચાર્યશ્રી છોડી દે છે અને એ પછીનું ત્યાંથી જ લે છે) અને વળી “ શ્ય માતુ' (શ્લોક ૩૮૬, વિવેક, એજન) અને ‘: ખેત તવાનુન:૦' વગેરે (શ્લોક ૩૮૭, વિવેક, એજન) આનાં ઉદાહરણો છે, એનું પ્રત્યુદાહરણ તો “ જિં તો એને વિનંધિત: ' વગેરે (શ્લોક ૩૬૪, અલંકાર ચૂડામણિ) બતાવ્યું જ છે. (અહીં આચાર્યશ્રી વ્યક્તિવિવેકમાંથી “પૃથ્વ ! સ્થિરમવ !” વગેરે ઉદાહરણ (પૃ. ૨૫૩, વ્યક્તિવિવેક એજન) છોડી દે છે અને વળી, (વ્યક્તિવિવેક પૃ. ૨૫૩, એજન) “નારા યત્ર' (શ્લોક ૩૮૮, વિવેક, એજન) વગેરે પણ સંબંધનું પ્રત્યુદાહરણ છે. અહીં હરિ સાથેના સંબંધથી ( = હરવૐ ) ચક્રના વિષયમાં જયની આશા થઈ શકે. આથી પ્રાધાન્ય હરિમાં હોવું જોઈએ માત્ર ચક્રમાં નહિ પણ તેનું (“હરિ' પદનું) પ્રાધાન્ય સમાસમાં ડૂબી ગયું છે. વિભક્તિઓના અન્વય = રહેવાથી જ, વિશેષણોમાં વિધેયતાની પ્રતીતિ થાય છે.-વિભક્તિના વ્યતિરેક (=અભાવમાં) તે થતી નથી અને તેથી એમનામાં (= વિશેષણોમાં) શાબ્દી અપ્રધાનતા રહે છે, પણ અર્થતઃ પ્રધાનતા (જણાય છે), કેમ કે, તે (વિશેષણો) બીજ પ્રમાણોથી સિદ્ધ એવા પોતાના ગુણોનો ઉત્કર્ષ વિશેષ્યમાં નાખે છે. આથી વિશેષ્યો કે જે અનુદ્યમાન થાય છે (અર્થાત, જેમનો કેવળ અનુવાદ માત્ર થાય છે.) તેમની શબ્દશઃ પ્રધાનતા અને અર્થતઃ અપ્રધાનતા પ્રતીત થાય છે.
(આ પછીનો થોડો અંશ વ્યકિત વિવેક પૃ. ૨૫૫ એજન, - પતાવાર્યાણનુમત મેવ.....વિન્ચમ્ હેમચંદ્ર છોડી દે છે, અને ફરી વ્યક્તિવિવેકનો દોર યથાશબ્દ પઝે છે.)
અને સમાસમાં (વિવેક, પૃ. ૨૫૫ એજન, વ્યક્તિવિવેક પૃ ૨૫૫ એજન) વિભક્તિનો લોપ થાય છે તેથી ઉત્કર્ષ-અપકર્ષનો બોધ થતો નથી. તેથી તેના (બોધ ઉપર) આશ્રિત રસ વગેરેની પ્રતીતિ થતી નથી. આથી (રસ) જેનો આત્મા છે. એવા કાવ્યના વિધેયાંશનો ઉત્કર્ષ ન પ્રતીત થવો, (વિપૃવિધેયશવં); (વ્યક્તિવિવેકમાં વિધેયાવિમર્શઃ એવા શબ્દ છે) તેને દોષ મનાયો છે.
અવ્યયીભાવમાં ઉદાહરણ જેમ કે “સા ચિતચ૦' વગેરે (શ્લોક ૩૮૯, વિવેક, એજન); (વ્યક્તિવિવેક પૃ. ૨૫૭, એજન) છે. અહીં “વતી’ એ સંબંધ - તત્ત્વ દ્વારા, “સપી'નું વિશેષણ છે, તે દયિત વિશે એવો ઉત્કર્ષ સિદ્ધ કરે છે કે, તે અગણિત સારાં કામોનાં ફળરૂપે પ્રાપ્ત થયો છે, આથી તે રતિનો ઉદીપક બની જાય છે, તેથી તે પ્રધાનરૂપે વિવક્ષિત છે. તેથી ‘૩પવિતમ્ ' એમ ‘૩૫' એવા સમીપાર્થક અવ્યય સાથે સમાસમાં જોડીને તેને અપ્રધાન બનાવાયું નથી. આ જ રીતે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org