________________
ભૂમિકા
તે પછી મહિમા “નમ્ - સમાસના ઉદાહરણ | પ્રત્યુદાહરણ ટાંકે છે. પણ હેમચન્દ્ર જણાવે છે કે, “– સમાસનો વિષય તો આગળ વિસ્તારથી દર્શાવ્યો છે, અને સ્થાપિત કર્યો છે. (પૃ. ૨૫૧, વિવેક, એજન). ફરી વ્યક્તિવિવેક(પૃ.૨૪૪, એજન)નું અનુસરણ કરતાં હેમચન્દ્ર નોંધે છે કે, - તપુરુષમાં કર્તાનું ઉદાહરણ જેમ કે, રેશઃ સોયંત્ર વગેરે (શ્લોક ૩૬૭ વિવેક એજન). અહીં
મેન' એ પદ દ્વારા રામનો કર્તભાવ દ્વારા કરણક્રિયામાં કર્તારૂપે જે વિશેષણભાવ છે, તે એની (કરણક્રિયાની) દારુણતાના અતિરેકરૂપી ઉત્કર્ષને ઘોતિત કરે છે, જે દ્વારા રૌદ્રરસનો અંતે પરિપોષ સધાય છે. આથી કર્તાની પ્રધાનતા હોવાથી તેને વિશેષ્યભૂત ક્રિયા સાથે સમાસમાં જોડીને ગૌણ બનાવાતો નથી. (આ ચર્ચા મહિમા, પૃ. ૨૪૪-૪૫ પ્રમાણે છે.)
કર્તા આદિ અનેકનું તુલ્યરૂપે વિશેષણભાવે જે કથન થાય છે, તેને કંદ સમાસનો વિષય માનવામાં આવે છે, તેથી તેના સ્વરૂપના નિરૂપણને અવસરે જ તેમના (=કર્તા વગેરેના) પ્રાધાન્ય અપ્રાધાન્યને બતાવીશું, તેથી અહીં તેનું ઉદાહરણ અપાયું નથી, અને વિધ્યનુવાદભાવનું પણ ઉદાહરણ અપાયું નથી, કેમ કે, તે ભાવ વિશેષ્યભાવ જેવો છે, તેથી તેના જેવી જ વાત અહીં પણ રહેલી છે. આનું પ્રત્યુદાહરણ છે, જેમ કે, “યવમત્ય” વગેરે (શ્લોક ૩૬૮, વિવેક, એજન).
કર્મનું ઉદાહરણ, જેમકે, કૃતવર્તિ .વગેરે (શ્લોક ૩૬૯, વિવેક, એજન). આ ઉદાહરણમાં ગમનક્રિયા કે જે સીતાના વિશેષણરૂપે છે, તેમાં “વન' એ કર્મરૂપે વિશેષણ બને છે. તે સીતા, કે જે રામની પ્રીતિપ્રકર્ષથી યુક્ત છે, તેને – બીજી કુલસ્ત્રીઓમાં દુર્લભ એવા દુષ્કર કાર્ય કરવાનું સાહસ - વિશે જ્ઞાન કરાવે છે. કારણ કે વનવાસ (રૂપી કાર્ય) અત્યંત કષ્ટકારક છે. આ ઉત્કર્ષ પણ રામના રતિસ્થાયીમાં ઉદીપક બને છે, આથી પ્રધાન છે. આથી “જતા'ની સાથે તેનો સમાસ કરીને તેને અપ્રધાન બનાવાતું નથી.
અને વળી, “ પુર્વર્થકર્થી' (શ્લોક ૩૭૦, વિવેક, એજન) વગેરેમાં. “ પુર્વર્થમ્' એ પદાર્થ અર્થી (= યાચક) પદાર્થમાં અર્થન ક્રિયા દ્વારા વિશેષણ છે. તે અર્થી(= રઘુ)માં ગ્લાધ્યત્વની પ્રતીતિ કરાવે છે. અને એ દ્વારા એના ઉત્સાહને વધારનાર બને છે. તેથી પ્રધાનરૂપે કહેવાય છે. આથી “કર્થી' પદ સાથે સમાસ કરીને વિદ્વાનોની દૃષ્ટિમાં તેને હેય નથી બનાવાયું અથવા તો, જેમ કે, “સંવધતાનાં સુનિર્વિશેષFe'(શ્લોક ૩૭૧, વિવેક, એજન)માં. તેનું પ્રત્યુદાહરણ છે, “ પ્ર ક્રિયાતીતઃ૦' વગેરે (શ્લોક ૩૭૨, વિવેક, એજન), તમનહૂ વગેરે (શ્લોક ૩૭૩ વિવેક, એજન) અથવા વથામતિfધના વગેરે (શ્લોક ૩૭૪, વિવેક, એજન). અથવા “યથાસ્તિકવોધિનીમ્' વગેરે (શ્લોક ૩૭૫, વિવેક, એજન).
કરણનું ઉદાહરણ (જેમ કે), માતોમ, વગેરે (શ્લોક ૩૭૬, વિવેક, એજન). અહીં શદત્તને કર્મ બનાવીને રોધનક્રિયામાં “રે' “કર વડે એમ કરણકારક એવું કરનું વિશેષણ બન્યું. તેનાથી તેની (= સ્ત્રીની) ઉત્કૃષ્ટ એવી શીઘ્રતા, ઉત્સુકતા, અને પ્રસન્નતામાં પ્રકર્ષરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org