________________
૫૭.
ભૂમિકા આચાર્યે સારી ચર્ચા કરી છે.
શ્રુતિકર્’ એ પુરુષવર્ણવાળી રચના. તે ક્યારેક નથી ગુણ કે નથી દોષ એવું પણ બની શકે, જયારે રચના “નીરસ' હોય.
અવિસૃષ્ટવિધેયાંશની આચાર્યશ્રીએ મૂળમાં અને “વિવેક'માં મહિમભટ્ટને અનુસરીને ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરી છે. વિરુદ્ધબુદ્ધિકૃત્વનું લક્ષણ આપ્યા વગર જ સંક્ષિપ્ત ચર્ચા કરીને પદ-વાક્યઉભયગત દોષોનો વિચાર પૂરો કર્યો છે તે પછી સૂત્ર ૩/૭(સળંગસૂત્ર ૯૧)માં તેમણે ૧૩ અર્થદોષો વિચાર્યા છે.
અવિપૃવિધેયાંશદોષ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને મમ્મટ વગેરે આલંકારિકોએ પણ તેને ખૂબ વજન આપ્યું છે. હેમચન્દ્રાચાર્યના કાવ્યાનુશાસનમાં સમગ્ર ચર્ચા આ રીતે ગોઠવાઈ છે.
અધ્યાય ૩ | સૂત્ર ૬માં અવિસૃષ્ટવિધેયાંશની ચર્ચા આવે છે. આ ચર્ચાનો કેટલોક અંશ અલંકારચૂડામણિમાં તથા વધુ વિસ્તૃત અંશ “વિવેક' ટીકામાં આચાર્ય સમાવિષ્ટ કર્યો છે. કાવ્યાનુશાસનની દ્વિતીય આવૃત્તિના સંપાદકોએ આચાર્ય હેમચન્દ્ર પોતાની ટીકામાં જ્યાં જ્યાં જે જે આધાર સામગ્રીનો વિનિયોગ કર્યો છે ત્યાં ત્યાં તે તે સામગ્રીને ઓળખી બતાવવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો જ છે. તે પ્રમાણે દોષચર્ચામાં પણ બન્યું છે, પણ હેમચન્દ્રની સમગ્ર દોષચર્ચા ઉપર વાકયે-વાકયે, અરે ! પદે-પદે મહિમભટ્ટના વ્યક્તિવિવેકનો જે અતિઘેરો પડછાયો છે એની સંપૂર્ણ નોંધ સંપાદકોએ લીધી નથી તે આપણે ઉપર ઘણે સ્થળે નોંધ્યું છે. પ્રસ્તુત સંદર્ભમાં તે પડછાયો ખૂબ ખૂબ ઘેરો જણાય છે તે આપણે જોઈશું. વાસ્તવમાં આચાર્ય મમ્મટથી માંડીને બધા જ અનુગામી આલંકારિકો દોષવિચારણામાં મહિમાના મહિમાથી અંજાયા વિના રહી શક્યા નથી અને અલંકારશાસ્ત્રમાં બહિરંગ-દોષની સંપૂર્ણ શાસ્ત્રીય ચર્ચા કરવાનું માન સહુ પ્રથમ મહિમભટ્ટને જ આપવું પડે તેમ છે.
પ્રસ્તુત સંદર્ભમાં હેમચન્દ્રની અવિસૃષ્ટવિધેયાંશની સમગ્ર ચર્ચા આવરી લઈને તેમના ઉપર મહિમભટ્ટનો જે ઋણભાર છે, તેનું સમીક્ષાત્મક અને તટસ્થ આકલન કરવા પ્રયત્ન કરીશું. મહિમભટ્ટ આ દોષને “વિધેયાવિમર્શને નામે ચર્ચે છે. આ ચર્ચા ઘણી ગહન છે અને તેને “નગ' સમાસના અનુસંધાનમાં, યત - તત પદોનો પ્રયોગ વિશે, અને સમાસ-અસમાસના સંદર્ભમાં મહિમાએ છેડી છે જેનો સંપૂર્ણ પ્રભાવ કાવ્યાનુશાસનમાં ઝિલાયો છે. સહુ પ્રથમ એ વાત સ્પષ્ટ રીતે સમજવાની છે કે, આચાર્ય હેમચન્દ્ર જે તે સંદર્ભમાં જે જે ઉદાહરણો ટાંક્યાં છે, અને જે નોંધ તારવી છે, તે લગભગ ૯૯% શબ્દશઃ વ્યક્તિવિવેક ઉપર આધારિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org