________________
૫૬
કાવ્યાનુશાસન
નથી. જ્યાં લિંગ અને વચનનું નાનાત્વ એટલે કે ભિન્નતા હોવા છતાં સાધારણ ધર્મનું અભિધાયિ પદ સ્વરૂપ ભેદ પામતું નથી ત્યાં આ દોષ આવતો નથી. જેમ કે, “વITન્વેસરેTo” વગેરે (શ્લોક ૨૮૧, એજન)માં, અથવા, ‘રમિવ મુ.” વગેરે (શ્લોક ૨૮૨)માં, અથવા ‘તદ્વેષોડશo' વગેરે(શ્લોક ૨૮૩)માં ; જ્યાં સાધારણ ધર્મવાચી શબ્દ ગમ્ય હોય ત્યાં પણ અનન્વિતત્વ દોષ થતો નથી, જેમ કે, “જૂન્દ્ર ફુવ મુમ્' વગેરેમાં.
કાલ, પુરુષ, વિધિ વગેરેના ભેદમાં પણ અસ્મલિત પ્રતીતિ થતી નથી. તેથી ત્યાં પણ અનન્વિતતત્વ દોષનો વિષય જાણવો. જેમ કે “અતિથિ નામ' (શ્લોક ૨૮૪, એજન) વગેરેમાં અહીં “ચેતના પ્રસીદું નોતિ એમ છે; “મા” એમ નથી; તેથી કાલભેદ છે. એવી જ રીતે, પ્રત્યક્રમMન' વગેરે (શ્લોક ૨૮૫, એજન)માં ‘નતા વિશ્વાગતે’ એમ છે, “વિશ્વાનસે' એમ નથી, તેથી પુરુષભેદ છે. મમ્મટે આપેલા શબ્દો આચાર્યશ્રી યથાતથ સ્વીકારે છે. વળી, “નવ પ્રવેહતુમાં ‘પ્રવëત' જરૂરી છે. આ રીતે ઉપમાનગત અર્થનો અસંભવ હોવાથી વિધ્યાદિભેદ જણાય છે. આ બધે સ્થળે અનન્વિતત્વ દોષ આવે છે. આ સાથે હેમચન્દ્રની પદ-વાક્ય-દોષ-વિચારણા પૂરી થાય છે.
ઉભયદોષો- (સળંગ સૂત્ર ૯૦, સૂત્ર ૩/૬)
કાવ્યાનુશાસન ૩/૬માં આચાર્યે પદ અને વાક્ય એમ બન્નેના-ઉભય-દોષો વિચાર્યા છે. તેમાં અપ્રયુક્ત, અશ્લીલ, અસમર્થ, અનુચિતાર્થ, શ્રુતિર્, ક્લિષ્ટત, અવિમુખવિધેયાંશ, અને વિરુદ્ધબુદ્ધિકૃત્વ એમ આઠ દોષો ગણાવાયા છે.
અપ્રયુક્ત” એટલે કવિઓ વડે અનાદત, અર્થાત્ કવિઓ જેનો આદર કરતા નથી તે. આચાર્યશ્રી પદગત અને વાક્યગત એમ બન્ને રીતે આ આઠેય દોષો સમજાવે છે અને જે તે દોષ ક્યાંક ગુણરૂપ જણાય છે તે પણ સ્પષ્ટ કરે છે. અપ્રયુક્ત દોષમાં તેમણે કેટલાંક એવાં ઉદાહરણો આપ્યાં છે જેમાં કેટલાક શબ્દપ્રયોગો માત્ર જે તે શાસ્ત્ર વિશે જ પ્રસિદ્ધ છે, સાહિત્યમાં નહિ. આથી તે અપ્રયુક્ત-પ્રયોગ બની જાય છે.
અશ્લીલ' દોષ વ્રીડાકારક, જુગુણાકારક અને અમંગલનો વ્યંજક જણાય એમ ત્રિવિધ રીતે સંભવે છે. આ વિગત મમ્મટે જણાવી છે. “અસમર્થ, દોષ ત્યારે થાય જ્યારે પદ કે વાક્ય જે તે અર્થ વિશે અવાચક, કલ્પિતાર્થવાળું કે સંદિગ્ધ જણાય. આમ વિવક્ષિત અર્થને કહેવામાં અસમર્થતા તે થયો “અસમર્થત્વ' દોષ. ક્યાંક તેનું ગુણત્વ પણ સંભવે છે એવું આચાર્ય સૂચવે છે.
અનુચિતાર્થત્વનું લક્ષણ આચાર્ય આપતા નથી છતાં પદ | વાક્યગત ઉદાહરણો આપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org